________________
પ્રધરણુ કે જ]
છ, શિવાજી ચરિત્ર
ઝેટી
છૂટી અને આ સુલતાનના કબજામાં જે ઝવેરાત, સેાનું, રૂપું વગેરે કીમતી વસ્તુઓ હતી તે અધી લૂંટી લીધી. ઔર'ગઝેબ બાદશાહે આપેલી સુવણું પાલખી અને ખીજી કીમતી વસ્તુઓ મરાઠાઓને હાથ લાગી. નવી સરાઈમાં તૂર્ક લેાકેાએ મરાઠાઓને સામનેા કર્યાં અને ત્યાં પણ ઝપાઝપી થઈ. અંગ્રેજ કાઢીવાળાએની સાથે પણ મરાઠાઓને ઝપાઝપી થઈ. મરાઠા કાઠી નજીક આવ્યા એટલે અંગ્રેજોએ સામનેા કર્યાં અને શરૂઆતમાં તે બન્ને વચ્ચે ઠીક ઠીક ગરમાગરમી ચાલી, પશુ તરતજ અંગ્રેજ પ્રતિનિધિએ શિવાજી મહારાજને રૂબરૂમાં મળ્યા. બન્ને વચ્ચે વાતચીત થઈ. અંગ્રેજ પ્રતિનિધિ સાથે શિવાજી મહારાજે બહુ માયાળુ વન રાખ્યું હતું.
અંગ્રેજોએ મહારાજને કીરમજી રંગનું કાપડ, તલવારના પાના અને સુંદર ચાકુએનું નજરાણું કર્યું. નજરાણાની વસ્તુ અને તેની કિંમત તરફ મહારાજે ધ્યાન ન આપ્યું પણુ આ કાઢીવાળાએએ મરાઠાઓની સત્તા સ્વીકારી પોતાની શક્તિ મુજબ નજરાણું ધર્યું તેથી તે આનંદથી એમણે સ્વીકાર્યું. આ નજરાણું સ્વીકારતાં મહારાજે એમને અંગ્રેજો પ્રત્યે સ્નેહની લાગણી છે એમ એમના પ્રતિનિધિઓને જણાવ્યું અને એમની સાથે હસ્તધૂનન કર્યું. હસ્તધૂનન કરતાં એમણે જણાવ્યું કે અંગ્રેજોને મરાઠા તરફથી ઉપદ્રવ થશે નહિ. એમણે ખુશીથી રાજાપુર જઈ પોતાના વેપાર કરવા.
સુરત શહેરના નામાંકિત ધનવાન વેપારીઓની દુકાનેા અને શ્રીમ ંતાના ધરા મરાઠાએએ લૂછ્યાં. શહેરમાં ૩ દિવસ સુધી લૂંટફાટ ચાલી. આ લૂંટમાં શિવાજી મહારાજે સેાનું, રૂપું, જવાહિર વગેરે મળી આસરે. ૬૬ લાખ રૂપિયાની માલમતા મળી ( પ્રેા. સરકાર ).
તા. ૫ મી આટોબરે બપારે મહારાજે એકદમ સુરત છેડયું, જેવા અચાનક એ સુરતમાં આવી પહોંચ્યા હતા તેવાજ અચાનક એ ચાલ્યા ગયા. જતી વખતે સુરતના નિકા અને વેપારીએ જોગ ધમકીપત્ર મૂકી ગયા. આ પત્રમાં એમણે જણાવ્યું હતું કેઃ—‘ દર વરસે જો ૧૨ લાખ રૂપિયાની ખાડી સુરત શહેર તરફથી મને માકલવામાં નહિ આવે તા હું ફરીથી ચડાઈ કરીશ અને શહેરની પાયમાલી કરીશ. ’
શિવાજી મહારાજની પૂ ફ્રરી એટલે શહેરના શહેરીઓને ખળીઆ માણસાએ લૂટવાનું શરૂ ર્યું. એસ. માસ્તરની સરદારી નીચે અંગ્રેજ ખલાસીઓ પણ લૂંટારા બન્યા અને એમણે પણ સુરત લૂંટવામાં ભાગ લીધો. ( પ્રે।. સરકાર )
૫. સુવાલીની લે મેલ,
સુરતથી આસરે ૮-૧૦ માઈલ દૂર તાપી નદીના ખારામાં સુવાલી નામનું એક નાનું બંદર છે. અગ્રેજ, ડચ, ફ્રેંચ અને બીજા પરદેશી વેપારીઓએ આ બંદરમાં પેાતાની વખારા પેાતાની સગવડ ખાતર રાખી હતી. મરાઠાઓની બીકથી સુરતથી નાસી ગયેલા ધણા વેપારોએ અને અમલદારાએ આ બંદરમાં આશ્રય લીધા હતા. આ બંદરમાં સુરતથી સહીસલામતી માટે નાસેલા આરમીનિયન વેપારીએ અને શહેનશાહની સરકારના સુરત જકાતખાતાના વડા કાઝી જેવા જવાબદાર અમલદારા પણુ આવીને ભરાયા હતા. તા. ૩ જીએ કુંવાલીમાં ખબર આવી કે શિવાજી મહારાજ પોતાના લશ્કરમાંથી કેટલીક ટુકડી સુરતની આજુબાજુના ગામડાંઓ લૂંટવા માટે માકલવાના છે. જીવ બચાવવા માટે જીવ લઈને ભાગી ગયેલા સુવાળા માણુસાએ જ્યારે આ વાત સુવાલી અંદરમાં સાંભળી ત્યારે તા એમની લે મેલ થઈ રહી. ‘ ધરની હ્વાયે વનમાં ગયા અને વનમાં લાગી લ્હાય ' એવું કેટલાકને લાગ્યું. સહીસલામતી અને સરક્ષણ માટે સુરતથી સુવાલી સીધાવેલા સગ્રહસ્થાના સીતારા સીકંદર હતા એટલે શિવાજી મહારાજે રવાના કરેલી ટુકડી તે ખદરે ન જઈ શકી અને તેથી બધા અચ્યા. મહારાજ સુરતથી ચાલી ગયાના ચાસ સમાચાર સાંભળ્યા પછી તેમના જીવમાં જીવ આવ્યું.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com