________________
છે. શિવાજી ચરિત્ર
1 પ્રાણ છે જ સએદાર આવતી આફત માટે તદન બેસાવધ રહ્યો હતો. સુરતના રક્ષણ માટે જે લકર શાહજાદાએ મકહ્યું હતું તે શિવાજીની ચડાઈની અફવાઓ જુઠી માલમ પડવાથી અને વધારાનું લશ્કર બીનજરૂરી લાગવાથી તથા બીજે ઠેકાણે વધારે લશ્કરની જરૂર જણાયાથી સુરતમાં રાખવામાં આવેલું લશ્કર શાહજાદા મુઅઝીમના હુકમથી ત્યાંથી ખસેડવામાં આવ્યું હતું. વધારાનું લશ્કર બીજે ઠેકાણે લઈ જવામાં આવ્યું એટલે શહેરના રક્ષણ માટે ફક્ત ૩૦૦ માણસે જ રહ્યાં હતાં. કાઠીવાળાઓએ પિતાના માલની વ્યવસ્થા કરી દીધી છતાં મુગલ સૂબેદાર બેસાવધ રહ્યો. મુખ્ય અમલદાર બેસાવધ છે, ચત બેસાવધ છે, શહેરના રક્ષણ માટે ફક્ત ૩૦૦ માણસો જ રાખવામાં આવ્યા છે, વગેરે ખબરે મહારાજને એમના જાસૂસે જણાવી, એટલે મહારાજે નીકળવાનો નિશ્ચય કર્યો.
પિતાના વિશ્વાસપાત્ર જાસૂસે જણાવેલી ખબરો ઉપર મહારાજે દીર્ઘદ્રષ્ટિ દોડાવી વિચાર કર્યો અને સુરત ઉપર ચડાઈ કરવા માટે મહારાજ ૧૫૦૦૦ ઘોડેસવારોને લઈને કલ્યાણથી નીકળ્યા.
તા ૨ જી ઓકટોબરને રોજ સુરતમાં ખબર આવી કે શિવાજી મહારાજ આસરે ૨૦ માઈલ દર આવી પહોંચ્યા છે. લોકોએ એની ખાતરી કરી લીધી અને જેનાથી જ્યાં નસાય ત્યાં નાઠા. શ્રીમતિ, મોટા વહેપારીઓ, સરકારી અમલદારો અને નોકરે તે દિવસે અને તે રાત્રે શહેર છોડીને નાસી ગયા.
તા. ૩જી ઑકટોબર ૧૬૭૦ને રોજ શિવાજી મહારાજ પિતાના લશ્કર સાથે સુરત શહેરમાં આવી પહોંચ્યા. મગલ લશ્કર સાથે મરાઠાઓને નામની ઝપાઝપી થઈ મુગલ લશ્કર નાસી ગયું. નગર નધણીઆનું થઈ ગયું મરાઠાઓએ સુરતનો કબજો લીધો અને શહેરમાં લૂંટ ચલાવી. પરદેશી વેપારીઓને પણ ફાળ તે પડી હતી. સુરત બંદર એ વેપારનું જબરું મથક હતું. લાખો રૂપિયાનો વેપાર આ નગરમાં દરરોજ થો.
શિવાજી મહારાજે ચડાઈ કરી તે દિવાળીના દિવસો હતા. દિવાળી એ વેપારીઓનાં તહેવાર તેથી દેવાળી નિમિત્તે વેપારીઓએ અને શ્રીમંતોએ પિતાનું જવાહીર, દરદાગીના, અમુલ્ય વસ્તુઓ, કીમતી ચીજે બહાર કાઢી હતી. આ સ્થિતિને મરાઠાઓએ પુરેપુરો લાભ ઉઠાવ્યો. અંગ્રેજ અને ડચ કાઠીવાળાઓને શિવાજી મહારાજે સતાવ્યા નહિ. ફ્રેંચ કડીવાળા મહારાજ સાથે સારો સંબંધ રાખતા હતા. અંગ્રેજ અને ચાની કેડીઓ હતી તેની વચમાં કેટલીક સરાઈઓ ( ધર્મશાળાઓ ) હતી. આ સરાઈના મકાનો આલીશાન હતાં. રાજકુટુંબ પણ એને ઉપયોગ કરી શકે એવી સગવડ અને વ્યવસ્થા વાળાં હતાં. એ સરાઈમાં નવી સરાઈ અને તાતાર સરાઈના મકાને તે કેવળ રાજમહેલ જેવાં હતાં. આ સરાઈમાં ઘણી વખતે મોટા મોટા અમલદારે અને રાજકુટુંબીઓ પિતાના પ્રવાસ દરમિયાન મુકામ કરતા. મહારાજે ચડાઈ કરી ત્યારે આમાંની એક સરાઈમાં કાશગર મા સુલતાન જે ઔરંગઝેબ બાદશાહને શરણે આવ્યો હતો અને જે મક્કાની હજ કરીને પાછો ફર્યો હતો તેને મુકામ હતા. આ સુલતાનના મુકામની ખબર મહારાજને પડી. એ સરાઈ ઉપર મરાઠાઓએ ધસારો કર્યો. સુલતાન અબદુલ્લાખાન પાસે પુષ્કળ ધન હતું અને એ એક જબરા સુલતાનને શોભે એવા વૈભવવિલાસ અને રુઆબમાં રહેતા હતા. ઔરંગઝેબ બાદશાહે આ સુલતાનને ભારે કિંમતની સેનાની પાલખી અને બીજી અનેક અમૂલ્ય વસ્તુઓ ભેટ આપી હતી, તે તથા સુલતાનની પાસે પિતાનું ઘણું ધન હતું, તે બધું તેની સાથે આ સરાઈમાં જ હતું. મરાઠાઓએ આ સરાઈ ઉપર હલ્લે કર્યો ત્યારે સુલતાન અબદુલ્લાખાનના માણસે મરાઠાદળની સામા થયા. બન્ને વચ્ચે ઠીક ઠીક ઝપાઝપી થઈ. મરાઠાઓની સંખ્યા બહુ મોટી હતી એટલે સુલતાનના માણસે ટકી શક્યાં નહિ. આખરે પિતાની સ્થિતિ બહુ નબળી માલમ પડવાથી અને મુગલ તરફથી કોઈપણ રીતે બચાવ થઈ શકે એમ નથી એની ખાતરી થવાથી સુલતાન અબદુલ્લાખાન અને તેનાં માણસે રાત્રે નાસીને કિલ્લામાં ભરાયા. મરાઠાઓએ સરાઈ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com