________________
છે. શિવાજી ચરિત્ર
[ પ્રકરણ ૩ જે અને એણે પિતાના મુત્સદ્દી અને જવાબદાર અમલદારોને આ બનાવ ઉપર વિચાર કરવા બેલાવ્યા. મુઅઝીમે મુગલ મુત્સદ્દીઓ સાથે મસલત ચલાવી મરાઠાઓ પાસેથી સુરતની લૂંટને માલ પાછો મેળવવા માટે લશ્કર મોકલવાનું નક્કી કર્યું. મુગલ શહેનશાહની જામેલી સત્તા હેવા છતાં ઘરમાં પસીને શિવાજી શહેનશાહની ઈજજત લઈ જાય, બબેવાર મુગલ બાદશાહતનું અપમાન કરી મુગલોનું માતબર બંદર, ગુજરાતનું મુખ્ય નગર સુરત લૂંટીને જામેલી સત્તાને થપ્પડ મારી કરોડ રૂપિયા લઈ જાય એ વાત મુગલોને અસહ્ય લાગે એ સ્વાભાવિક હતું. આ સમાચારથી મુગલ શહેનશાહના કેટલાક વફાદાર સેવકે અને કેટલાક આત્મમાનની લાગણીવાળા મુસલમાને ભડકે બળવા લાગ્યા. કેટલાક દીર્ધદષ્ટિ મુગલ મુત્સદ્દીઓએ શાહજાદાને જણાવ્યું કે “ડોશી મર્યાને ભય નથી પણ જમ પધા પાયાને ભય છે.' શિવાજીને જો આ વખતે લૂંટ લઈને જવા દઈશું તે તે પે પડેલે દુશ્મન વારંવાર આવીને તોફાન કરી જશે અને આપણું માતબર શહેર લૂંટવાનું સાહસ ખેડશે. આજે સુરત તે કાલે ભરૂચ બંદર એ લૂંટશે. આ વખતે ગમે તે ભોગે એની લુંટ પાછી મેળવવી જ જોઈએ. એની ખેડ આપણે નહિ ભુલાવીએ એ તે આપણું પ્રજામાં પણ મુગલાઈ નબળી પડી ગઈ છે એવી માન્યતા ફેલાતાં અને પ્રજા જે હેબક ખાઈ જાય તે પરિણામ બહુ માઠું આવવાનો સંભવ છે. મરાઠાઓ પાસેથી આ લુંટ પાછી પડાવીને એમને સખત સજા કરી આપણી ભયભીત થયેલી પ્રજાને નિર્ભય બનાવવી જોઈએ.' આવી રીતના પિતાના અભિપ્રાય ગંભીરપણે મુત્સદ્દીઓએ જાહેર કર્યા. મુઅઝીમે પિતાના અમલદારનું પાણી માપી લીધું અને શિવાજી પિતાને મુકામે પહોંચે તે પહેલાં જ રસ્તામાં અટકાવી લૂંટનો માલ પાછો મેળવવા તાકીદે કસાયેલું લશ્કર મેલવા નિશ્ચય કર્યો. શિવાજી મહારાજને શક્તિ અને યુક્તિથી સામનો કરી મુગલસત્તાની આબરૂ સાચવે એ સરદાર જે શિવાજી ઉપર મોકલવામાં આવે તે જ મરાઠાએ ઠેકાણે આવશે એવું મુઅઝીમને લાગ્યું એટલે એવા નામાંકિત અને અનુભવી સરદારને એણે આ કામ માટે શોધી કાઢ્યો.
મરાઠાઓને મુગલ તલવારનો બરોબર સ્વાદ ચખાડે એવા બ્રહાણપુરવાળા દાઉદખાનને મુગલ લશ્કર સાથે તરતજ શિવાજી સામે જઈ તેને રસ્તામાં પકડી પાડી આગળ વધતો અટકાવી, સુરતથી લઈ જવામાં આવતી લૂંટ પડાવી લેવાનો અને મરાઠાઓને હરપ્રયત્ન મસળી નાંખવાને શાહજાદાએ હુકમ કર્યો. શાહજાદાને હુકમ આવી પહોંચતાં જ સરદાર દાઉદખાન ૧૦ હજાર માણસનું લશ્કર લઈને મરાઠાઓની સામે ગયે. આ વખતે દાઉદખાન સાથે એના હાથ નીચે કસાયેલા અને કેળવાયેલા લશ્કરી અમલદાર બાંકખાન અને એખલાસખાન હતા. સુરતની લૂંટના સમાચારથી આ મુગલ અમલદારો મરાઠાઓ ઉપર બહુ ઉકળી રહ્યા હતા. પિતાના લશ્કરને ૫ણું આ અમલદારોએ શૂર ચડાવ્યું હતું. લંટ લઈ જતા મરાઠાઓને સામને કરવા સરદારો અને સિપાહીઓ ચાંદવડ તરફ ધસી આવતા હતા. મુગલ જાસૂસેએ શિવાજી મહારાજ નીકળ્યાના અને કયે રસ્તે તે આગળ કુચ કરી રહ્યા છે તેના સમાચાર પોતાના અમલદારને આપી દીધા હતા. શિવાજી મહારાજના કુચ કરતા લશ્કરની રચના અને કાર્યક્રમના સમાચાર જાણીને જ મુગલેએ પિતાના લશ્કરની ગોઠવણ કરી દીધી હતી. જેમ બને તેમ તાકીદે શિવાજીને પકડી પાડવા માટે મુગલ સરદાર અને સિપાહીઓ આતુરતાથી રસ્તો કાપી રહ્યા હતા.
શિવાજી મહારાજ મજલ દડમજલ કરતા લૂંટ અને લશ્કર સાથે ચાંદવડ નજીક આવી પહોંચ્યા હતા. ચાંવડ નજીક એમને ખબર મળી કે મુગલ લશ્કર દાઉદખાનનો સરદારી નીચે ધસતું આવે છે. તપાસ અંતે મહારાજે જાણ્યું કે મુગલ લશ્કર સાથે પંકાયેલા અને કસાયેલા અનુભવી સરદાર છે અને તે બધા ભારે તૈયારીથી દમભેર કુચકદમ કરતા આગળ વધતા આવે છે.
નાસીક બગલાણના રસ્તા ઉપર આવેલા ચાંદેર આગળ મહારાજ લશ્કર સાથે આવી પહોંચ્યા. મુગલ લશ્કરની તૈયારી વગેરે સંબંધી વિગતવાર માહિતી સાંભળી એ ચિંતામાં પડયા પણ વિકટમાં
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com