________________
છે. શિવાજી ચરિત્ર
[ પ્રકરણ ૧ લું પિવાડે બેલવા કહ્યું ત્યારે આ વેશધારી ગેધળી તાનાજીએ એક પિવાડો શરૂ કર્યો. આ પિવાડામાં શિવાજી મહારાજની મહત્તા વર્ણવામાં આવી હતી. મહારાજ અવતારી પુરુષ છે અને હિંદુઓના ઉદ્ધાર માટે એ જમ્યા છે. વગેરે બાબતોથી આ પિવા ભરપુર હતું. આ પિવાડાથી તાનાજીએ હાજર રહેલા કળી લેકેમાં જુસ્સો આપ્યો. પટેલ સમજી ગયો કે આ ગાંધળી કઈ વેશધારી છે અને તે શિવાજી રાજાને કોઈ ખાસ માણસ હોવો જોઈએ. પટેલ તાનાજીને ખાનગીમાં લઈ ગયા અને બને વચ્ચે દિલસફાઈની વાત થઈ. પટેલનો વહેમ સાચો ઠર્યો. તાનાજીએ પટેલને માંડીને વાત કહી. હિંદુત્વ અને હિંદુધમની કેવી દુર્દશા મુસલમાનોએ કરી છે તેને સાચે ચિતાર તાનાજીએ પટેલની નજર આગળ ખડો કર્યો અને હિંદુઓની દુર્દશા કરનાર મુસલમાની સત્તાને પ્રજાના સુખ માટે જડમૂળથી ઉખેડી નાંખવા માટે શિવાજી મહારાજને અવતાર થયો છે એ વાત સમજાવી. શિવાજી મહારાજની જના, એમને ત્યાગ, એમની મહત્તા વગેરેની સમજણ પાડી પટેલનું હૈયું પિચું પોચું કરી નાંખ્યું. પટેલે આખરે તાનાજીના ખોળામાં માથું મૂક્યું અને કહ્યું કે “ શિવાજી રાજાને આજથી હું પણ સેવક થયે એમ સમજજે. મારું શરીર મુગલાની ચાકરીમાં છે પણ મારું હૈયું તો શિવાજી મહારાજને ચરણે છે.' તાનાજીની એ પટેલે તારીફ કરી અને એની સેવાવૃત્તિ માટે ભારે વખાણ કર્યા. કેન્ડાણ કિલ્લો મહારાજ ગમે તે ભોગે અમુક દિવસમાં સર કરવા માગે છે વગેરે જેટલી જણાવવા જેવી વાત હતી તે કહી અને પટેલની મદદ માગી. ગુપ્ત રીતે કિલ્લામાં પ્રવેશ કરવાનું નક્કી કરવામાં આવ્યું છે તે કિલ્લાની કઈ બાજુએથી ચડવાનું સહેલું થઈ પડશે એ બાતમી તાનાજીએ પટેલ પાસે માગી. કિલ્લાની નબળી બાજુ બતાવવા તાનાજીએ પટેલને આગ્રહ કર્યો. પટેલે તાનાજીને શબ્દ પાછો ન ઠેલ્યો અને કિલ્લા સંબંધી માહિતી આપી. કિલ્લાની જમણી બાજુના અમુક ભાગને ડેણુગીરીની ખીણ કહેવામાં આવે છે ત્યાં આગળ થઈને ચડવાનો પ્રયત્ન કરવામાં આપે તે ફળીભૂત થવાનો સંભવ છે એમ પટેલે જણાવ્યું. તાનાજીને જોઈતી ખબર મળી એટલે એનાં પગમાં જોર આવ્યું. કોળી પટેલનો ઉપકાર માન્યો અને જે કિલે હાથ આવશે તો તારી સેવાની કદર અચૂક થશે એમ બોલી તાનાજી પટેલને રાજી કરી પોતાના લશ્કરમાં આવી પહોંચ્યું.
તાનાજીએ જોઈતી બધી માહિતી મેળવી હતી. સર્વ સામગ્રી તૈયાર કરી પિતાના હાથ નીચેના અમલદારોને સચનાઓ આપી દીધી પોતાના સૈનિકોની ટુકડી પાડી દરેક ટુકડી પોતાના વિશ્વાસ માણસાને સેંપી પોતાના ભાઈ સૂર્યાને લશ્કરની એક ટુકડી સોંપી લડતની બધી સૂચનાઓ આપી. વૃદ્ધ શેલારમામાને સાથે લેવા પડ્યા. ડોસાએ જીદ પકડી કે અણીને પ્રસંગે વૃદ્ધ અવસ્થાના બહાના નીચે હું સંતાઈ નહિ બેસું. “મારી ઉંમર વૃદ્ધ હેય તે મારો અનુભવ સમરાંગણમાં કામ આવશે માટે મારી ખાસ જરૂર છે. ઉંમર વધી છતાં મારી હિંમત હજુ ઘટી નથી. સમરાંગણમાં હું હજુ પણ જુવાન છું. સમરભૂમિ ઉપર કેઈપણ જુવાન કરતાં શત્રુની કતલ હું વધારે કરી શકીશ. હિંદુત્વની સેવામાં મેં પણ કેટલાંક વરસે કાઢયાં છે. હવે ખાટલે પડીને મરવા કરતાં રણમાં પડીને સ્વર્ગે જવું એજ શ્રેયસ્કર છે. મારા ભાણુઓ શત્રુ સાથે સમરાંગણમાં સમર ખેલી રહ્યા હોય તે વખતે હું ઘરમાં બેસી રહે એ મને કેમ ગમે.' શેલારમામાના અતિ આગ્રહથી તેમને પણ સાથે લીધા.
૮. મહા વદ ૯ ને દિવસ તાનાજીએ ઉતાવળ કરી. રાતને દિવસ અને દિવસની રાત કરીને કામ લીધું છતાં એ જલદીથી આ કામ ન આપી શકો. મહા વદ ૯ નો દિવસ આવી પહોંચ્યા. તે દિવસે સાંજે તાના પિતાની ટુકડી સાથે કેન્ડાણા નજીકની ઝાડીમાં આવીને સંતાઈ બેઠે. જુદી જુદી ટુકડીઓ, પિત પિતાનાં કામે રવાના કરી. કયે વખતે શું કરવું તેની સૂચનાઓ જવાબદાર અમલદારોને આપી દીધી. તાનાજીની આ ટુકડીમાં ચુંટી કાઢેલા, કસાયેલા અને અનુભવી યોદ્ધાઓ હતા. એમની નસ નસમાં હિંદુતને જીસે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com