________________
પ્રકરણ ૧ ૯ ]
છે. શિવાજી ચરિત્ર લશ્કરના અમલદારો અને સૈનિકોને તેમના દરજજા મુજબ સરપાવ આપો. બધા માણસો રાજી થયાં. મહારાજથી છૂટા પડતી વખતે તાનાજીએ કહ્યું “મહારાજ ! આપ નિશ્ચિંત રહે. આ સેવક આપને બેલ નીચે નહિ પડવા દે. મહા વદ ૮ ને રોજ કોન્ડાણા કિલ્લા ઉપર આપનું નિશાન ફરકાવવામાં આવશે તેની ખાતરી રાખે. આપને સેવક એ કામ આટોપીને આનંદથી આપને મળવા આવશે. આપને મળ્યા પછી આપણે રાયબાનું લગ્ન આટોપીશું. મહારાજ ! આપની સેવામાં જ જે હું મૃત્યુ પામું તે રાયબાનું લગ્ન આપ કરશો જ એમાં મારે કહેવાનું ન હોય. આપની સેવામાં, હિંદુ ધર્મની સેવામાં, આપના આ સેવકનો સદ્દઉપયોગ થયો એમ માની આપ સંતોષ માનશો.' બન્ને સાથીઓ એક બીજાને પ્રેમથી ભેટ્યા. કોન્ડાણાની ચડાઈની વ્યુહરચના સંબંધી બન્નેએ વાતચીત કરી કાર્યક્રમ ગોઠવ્યો. પિતાનું કામ આટોપી કેન્ડાણની ચડાઈમાં પિતાની સાથે પોતાના ભાઈ સૂર્યાને લેવાનું નક્કી કરી એને ઘટતી સુચનાઓ આપી. માતા જીજાબાઈના આશીર્વાદ લઈ તાનાજ લશ્કર સાથે નક્કી કરેલે દિવસે શેલારમામાને સાથે લઈ કોન્ડાણ કિલ્લા તરફ જવા નીકળ્યા.
કેન્ડાણાને કિલ્લે જે મહત્ત્વને હવે તે તે મજબૂત હતો અને એ કિલ્લા ઉપર ભારે બંદેબસ્ત અને સખત પહેરો રાખ્યો હતો. કેન્ડાણાનું મહત્ત્વ અને મહારાષ્ટ્ર કબજે રાખવાને માટે તેની ઉપયોગિતા મુગલે બરાબર સમજી ગયા હતા અને તેથી જ ભારેમાં ભારે લશ્કર એમણે કડાણામાં રાખ્યું હતું. કિલ્લામાં છૂપી રીતે પ્રવેશ કરી અંદર પેસી તુમુલ યુદ્ધ કરી જિંદગીના સાહસ ખેડીને પણ કડાણા કબજે કરવાને તાનાજીને નિશ્ચય હતો. કાન્હાણા કિલ્લાની નબળાઈ ક્યાં છે તે બળી કાઢી તેનો લાભ લઈ એ છે ભેગે અંદર પ્રવેશ કરવાની તજવીજ તાનાજી કરી રહ્યા હતા, પણ માણુનો ઓછામાં ઓછો ભેગ આપીને છૂપી રીતે ચડવું હોય તો ક્યાં થઈને જવાય એમ છે તે કઈ બતાવતું ન હતું. એ ખબર મળ્યા સિવાય ધાર્યું કામ ધારી મુદતમાં થાય એમ ન હતું એટલે તાનાજીએ એ ખબર મેળવવા માટે ભારે પ્રયાસ શરૂ કર્યા. ભગીરથ પ્રયત્ન પછી એમને ખબર મળી કે કોન્ડાણ કિલાની તળેટીમાં એક ગામ છે, ત્યાંને પટેલ બહુ બાહોશ છે અને તે આ કિલ્લાની બધી સ્થિતિ જાણે છે. એને શી રીતે મળવું તેનો વિચાર તાનાજીએ કર્યો. તાનાજી એ પટેલને મળવા જાય તે બધાને વહેમ જાય એમ હતું. મુગલના કોઈ માણસની જાણમાં આવી જાય કે શિવાજી રાજાના માણસો સાથે આ પટેલ સંબંધ રાખે છે તે તે પટેલની ખાનાખરાબી થવાની અને કામ પણ થતું હોય તે એ બગડવાનું, માટે બાજી ન બગડે એવી રીતે છૂપી રીતે છૂપે વેશે એ પટેલને ત્યાં જવાનું સાહસ ખેડવાને તાનાજીએ નિશ્ચય કર્યો.
એ પટેલને ત્યાં એની છોકરીને લગ્ન હતું. પટેલ જાતે કળી હતી. લગ્ન પ્રસંગને લીધે પટેલને ત્યાં પરણાઓની જબરી ધમાલ ચાલી રહી હતી. ગાનતાનના જલસાઓ પણ ચાલી રહ્યા હતા રાષ્ટ્રમાં એવી પદ્ધતિ છે કે લગ્ન પ્રસંગે કુલદેવીની આરાધના માટે, પિતાના કુલની દેવીને સંતોષવા માટે, દેવીના ભજનીકાને બોલાવી એમની પાસે માતાના ગીતે ગવડાવીને માતાને નામે જલસે કરે છે. લગ્ન નિર્વિદને પતી ગયા પછી માતાને નામે આ જલસા કરવામાં આવે છે. તેને “પઢ” કહે છે. આ ગાંધળી લેકેને આજ ધંધે હેય છે. ગાંધળીઓ ઐતિહાસિક ગીતે જેને મરાઠીમાં વા ' કહે છે એ બોલવામાં અને રચવામાં બહુ હોશિયાર હોય છે. આ પટેલની છોકરીનું લગ્ન પતી ગયું હતું અને એને ત્યાં ગાંધળ ચાલુ હતા. પટેલ સારી સ્થિતિને, ખાધેપીધે સુખી અને ન્યાતમાં આબરૂદાર ગણાતે એટલે એને ત્યાં ઘણું સારા સારા ગાંધળીઓ ભેગા થયા હતા. તાનાજીએ પિતાને વેશ બદલ્યો અને પોતે ગાંધળી બન્યો. આ વેશમાં તાનાજી પટેલને ઘેર ગયો. રાત્રે ગંધળીઓના પિવાડા શરૂ થયા. ઘેડ પિવાડા ગવાયા પછી ધીમે ધીમે લેકેને ઉંધ આવવાથી લોકેાએ જવા માંડયું. ઘરનો માલીક અને બીજા કેટલાક પ્રતિષ્ઠિત અને સભ્ય મેમાનો જલસામાં બેઠા હતા. આ નવા ગાંધળીને
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com