________________
પ્રકરણ ૧ ૯ ].
છે. શિવાજી ચન્દ્રિ દેખા દઈ રહ્યો હતો. મહારાજને પડતે બેલ ઝીલવા માટે એમને એકે એક સિપાહી પિતાના પ્રાણુ પાથરવા તૈયાર થાય એવો હતો. સૂર્યાજી માલસરેને પોતાની ટુકડી સાથે કલ્યાણ દરવાજા આગળ આવી તૈયાર રહેવાની સૂચનાઓ અપાઈ હતી. દરવાજો ખુલી જાય એટલે તરત જ અંદર ધસી જવાની ગોઠવણ કરવામાં આવી હતી. ડેણુગીરી ખીણ નજીકની ઝાડીમાં તાનાજ અને શેલારમામા પિતાની ટુકડીઓ સાથે બીજી ટુકડીઓની વાટ જોઈને ઉભા હતા એટલામાં ધારેલી ટુકડી આવી પહોંચી. એક બીજા સાથે મળ્યા એટલે સહેજ ઘોંઘાટ થયો. તાનાજીએ તરત હુકમ ફરમાવ્યો કે આજની લડાઈ કંઈ જુદા જ પ્રકારની છે. મોંમાંથી સહેજ પણ અવાજ થશે તે આખી બાજી ઉંધી વળી જશે. આજે મૌન સેવીને છત મેળવવાની છે. મૌન તોડશે તે દુશ્મનનું કામ કરશે. કેઈએ વાતચીત કરવી નહિ. તાનાજીએ જગદંબાની પ્રાર્થના કરી, બધા તરફ નજર ફેરવી અને ધીમે અવાજે કહ્યું ‘બધા તૈયાર થઈ જાઓ. મારી પાછળ પાછળ તમારે કિલ્લા ઉપર ચડવાનું છે. એક માણસ ઠેઠ કિલ્લા ઉપર ચડી જાય ત્યારે જ બીજાએ દોર ઝાલા, નહિં તે દર વજનથી વચમાંથી તૂટી જશે અને બાજી બગડી જશે.’ આ ટુકડીમાંથી ૫૦ માણસે ઉપર ચડવા માટે તાનાજીએ ચૂંટી કાઢ્યાં અને બીજાઓને બીજું કામ સોંપી દીધું. યુદ્ધ શરૂ થાય એટલે કલ્યાણ દરવાજેથી અંદર દાખલ થવા માટે કેટલાકને સૂચનાઓ આપી. નક્કી કરેલા ૫૦ માણસ સાથે તાનાજી ખીણમાં ગયો.
જૂના વખતમાં કિલ્લામાં છૂપી રીતે ભરાઈ છાપે મારવાની જ્યારે કેઈ તૈયારી કરતો ત્યારે એ કિલ્લામાં ગમે તે પ્રયત્ન પી રીતે પ્રવેશ કરવાની જોગવાઈ એને કરવી પડતી. છૂપી રીતે કિલ્લા ઉપર ચડી જવાના કામમાં પાટલાને ઉપયોગ કરવામાં આવતું. તાનાજી પાસે એક જબરી પાટલા હતી. એ પાટલા ઘોની મદદ વડે તાનાજીએ ઘણી વખતે ઘણા કિલ્લાએ કબજે કર્યા હતા આ પાટલાની મદદથી તાનાજીએ ઘણી વખતે યશ મેળવ્યા હતા. આ પાટલાધેનું નામ તાનાજીએ
યશવંતી” પાડ્યું હતું. આ યશવંતીને તાનાજી એક સુંદર દાબડામાં પિતાની સાથે જ રાખતા. આજ સુધી જ્યારે જ્યારે જરૂર પડી ત્યારે ત્યારે આ યશવંતીએ તાનાજીને યશ આપ્યો હતે. આજે આ કેન્ડાણા ગઢ ચડવા માટે એણે યશવંતીને દાબડામાંથી બહાર કાઢી તેના ઉપર સિંદુર છાંટયું અને પ્રેમથી હાથ ફેરવ્યો. તાનાજીએ એને માટે મોતીની એક જાળી તૈયાર કરાવી હતી તે જાળી એને પહેરાવી અને કહ્યું. “યશવંતી, આજ સુધી તે મને યશ આપ્યો છે, મારી ઈજ્જત રાખી છે. હિંદુત્વ રક્ષણના કામમાં તે મદદ કરી છે. બેટા યશવંતી ! આજે પણ નિમકહલાલાથી તું કામ કરજે.' એમ કહી એની કમરે દર બાંખ્યો અને તેને કિલાનીપર ચડાવી. યશવંતી ડે દૂર ગઈ અને પાછી ફરી. યશવંતીને પાછી આવતી જોઈ વૃદ્ધ શેલારમામાં એકદમ ચમક્યા અને બોલ્યા “ તાનાજી! આજે આ અપશુકન થાય છે. યશવંતી યશ વગર પાછી આવી. કોઈ દિવસ નહિ બનેલો બનાવ બન્યો. જાણે યશવંતી માઠા પરિણામની આગાહી આપવા માટે પાછી આવી હોય એમ મને તે લાગે છે. તારી મરજી હોય તે આજને કાર્યક્રમ કાલ ઉપર મોકુફ રાખીએ.’ તાનાજી સહેજ હસ્યા અને કહ્યું “ મહા વદ ૧૦ ને રોજ કાનાણા કિલ્લા ઉપર મહારાજને વાવટો ફરક જ જોઈએ. આવતી કાલે મુગલ વાવટો કોન્ડાણા ઉપર ઉડતું હોય તો મહારાજની પત જાય, વચન જાય. મામા, આ તે પ્રભુ કસોટી કરે છે. મારી સ્વામીભક્તિ પ્રભુ તાવી જુવે છે. હું યુદ્ધમાં ખપી જાઉં તોએ શું? મહારાજની સેવામાં ખપી જઈશ તો સ્વર્ગે જઈશ. શિવાજીના સાથી દુશ્મન સામે આવ્યા પછી વળી મરણથી ડરતે હશે? મહારાજના સેવક મૃત્યુથી ભાગતા હશે? મામા, મરણે કોને છોડ્યા છે? એનો ખેદ છે. વિભએ નક્કી કરેલે વખતે કાળ આવીને ઝડપી જવાનો જ. યશવંતી પાછી આવી તે મને ચેતવણી આપવા પણ આવી હોય કે મારો અંત સમી પ છે માટે મારાથી બનતા સઘળા પ્રયત્ન કરી મારે મારું મરણ વીરની યાદીમાં નોંધાવવા તૈયાર થવું. ગઢ ઉપર હલે કરવાની
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com