________________
પ્રકરણ ૨ નું ]
છે. શિવાજી ચરિત્ર જીજાબાઈ ઉપર નાંખ્યો. જીજાબાઈએ બહુ આનંદથી એક મુઠ્ઠી ગુલાલ સિંહાજી ઉપર નાખ્યો. આ બાળલીલા જોઈ સર્વને અતિ આનંદ થશે. સિંહાજી અને જીજાબાઈની જોડી બહુ મેહક અને નજર લાગે એવી દેખાતી હતી. આ બને લાડકવાયાં બાળકને પોતાના ખોળામાં રમતાં જોઈ જાધવરાવને અતિ આનંદ થયો અને એ બોલી ગયા “બેટા જીજી ! તને આ વર જોઈએ કે ? આ કેવું સુંદર જોડું છે જાધવરાવના આ શબ્દો સાંભળી માલજી રાજા ભોંસલેએ બધાનું ધ્યાન જાધવરાવના શબ્દો તરફ ખેંચ્યું અને બોલ્યા “જી જાધવરાવ સાહેબે પોતાની દીકરીનું વેવિશાળ સિંહાજી જોડે કર્યાનું બોલી બતાવ્યું.” જાધવરાવ પોતાના આ શબ્દો માટે એકદમ ચમક્યા. તે જમાનામાં લગ્નના સંબંધ જોડવા માટે બહુ ઊંડા અને દૂરદૂરના વિચાર બહુ બારીકાઈથી કરવામાં આવતા. લખુજી જાધવરાવ સિહાજી જોડે જીજાબાઈને પરણાવવા પ્રથમ તો રાજી ન હતા પણ ભેગા મળેલા સ્નેહી સંબંધીઓએ એમને સમજાવ્યા અને આખરે એમણે પોતાની દીકરી જીજાબાઈને સિંહાજી જોડે પરણાવવા કબૂલ કર્યું.
તેજ દિવસે રાત્રે જાધવરાવના રંગમહેલમાં રંગમાં ભંગ પડશે. આ વેવિશાળની વાત જાધવરાવની ધર્મપત્ની મહાળસાબાઈ એ જાધવરાવ આગળ કાઢી. જાધવરાવે તે દિવસે બનેલી બધી હકીકત મહાળસાબાઈને કહી. મહાળસાબાઈ જાધવરાવની વાત સાંભળીને બહુ નારાજ થયાં અને પોતાની દીકરીને સિંહાજી જોડે પરણાવવા એ જરા પણ ખુશી નથી એમ એણે ખેચેખું જણાવી દીધું. મહાળાબાઈ બહુ અભિમાની સ્ત્રી હતી અને એને મોટાઈની ગંધ ઘણી હતી. એટલે સિહાજી જોડે જીજાબાઈને પરણાવવા આ બાઈ બીલકુલ ખુશી ન હતી. જાધવરાવ તે આ બનેલા બનાવથી ભારે સંકડામણમાં આવી પડ્યા. એમની મુંઝવણનો પાર ન રહ્યો. મહાળસાબાઈના બોલવાથી જાધવરાવના મનમાં ચિંતા પેદા થઈ. એ તહેવાર નિમિત્તે જાધવરાવે ઘણુ સરદારોને પોતાને ત્યાં જમવા નોતર્યા હતા. માલેછરાજાને પણ આમંત્રણ આપવામાં આવ્યું હતું. જાધવરાવ બહુ મુત્સદ્દી હતા. વેવિશાળની વાતમાં મુંઝવણ ઊભી થઈ એટલે એમણે પિતાનું મુત્સદ્દીપણું વાપર્યું અને જાણે વેવિશાળની વાત જ થઈ નથી એવી રીતે ખુબીથી એમણે એ વાત ઉપર ઢાંકપિછોડે કર્યો. વાત વિસારે પડી જાય અને બધું મશ્કરીમાં સમાઈ જાય એ હેતુથી જાધવરાવે પિતાનું મુત્સદ્દીપણું અજમાવ્યું પણ માલેજ ઓછો કાબેલ ન હતું. જાધવરાવનો ભેદ માલેજ પામી ગયે. માલેજ પણ મુત્સદ્દીઓના પેચ પારખે એ હતે. માલજીરાવે જાધવરાવને ચેખું જણાવ્યું કે સિહાજીના વેવિશાળની આપે કરેલી વાત આપને કબૂલ હોય તે જ આપનું આમંત્રણ અને સ્વીકારી શકીશું. જાધવરાવને બહુ લાગી આવ્યું પણ પિતાની પત્ની મહાળસાબાઈના મહેણું પચાવવાની શક્તિ જાધવરાવમાં ન હતી. એટલે એમણે વેવિશાળની ચોખ્ખી ના પાડી દીધી.
જાધવરાવે વેવિશાળની ચોખી ના પાડી તેથી માજી અને વિઠાને બહુ લાગી આવ્યું અને એ બને ભાઈ જાધવરાવને ત્યાં જમવા ન ગયા. જાધવરાવે એમને અનેક રીતે સમજાવવાના પ્રયત્ન કર્યો છતાં પણ આ ભાઈએ ન સમજ્યા એટલે જાધવરાવને ભારે અપમાન લાગ્યું અને બન્નેનાં દિલ ઊંચાં થયાં. આવી સ્થિતિ થવાથી બને ભાઈઓ અહમદનગર છેડી વેરળ આવીને રહ્યા. માલેજીને ભારે અપમાન લાગ્યું. પોતે પૈસાથી ખાલી છે તેથી જ મહાળસાબાઈ ગર્વથી ગમે તે બોલી જાય છે અને જાધવરાવ આવું અપમાન કરે છે એવું માલજીને લાગ્યું અને તેથી એને બહુ દુખ થયું. માલેજીના મનમાં આ સંબંધી અનેક વિચારો ઊભા થયા. વિચારવમળમાં એ ગૂંચવાઈ ગયો હતે. “ “ આ દુનિયામાં વસ વિના નર પશુ છે,” એ કહેવત સાવ સાચી છે. મારી પાસે પૈસા નથી તેથી જાધવરાવ અને તેમની મી મહાળસાબાઈ મારું હડહડતું અપમાન કરી ગયાં. ઈશ્વર પૈસે અને આત્મમાનની લાગણી એ સાથે આપે તે જ માણસ સુખી થાય. ધનને અભાવે આત્મામાનની લાગણી એ તે દુખના મૂળ સમાન છે, પ્રભુએ જેને પૈસે ન આગે હોય તેનામાં આત્મમાનની લાગણી ખડી હેય તે જ એ છે મેં
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com