________________
છે. શિવાજી ચરિત્ર
[ પ્રકરણ ૨ જું જિંદગી ગુજારી શકે. પૈસે નહિ અને આત્મામાનની લાગણી તીણી હેય તે માણસ તે દુનિયામાં દુખી જ થવાને. સંસારમાં ખાલી હાથે આબરૂથી દિવસ કાઢવા એ બહુ અઘરું છે એમ ધણી અનુભવી લોકો કહે છે. એ વાત આજે મને કેવળ સાચી લાગી છે. માણસની પરીક્ષા આવા સંજોગોમાં જ થાય છે. સંસારની આ સ્થિતિમાં જ માણસની કસોટી થાય છે. સંસારસાગર તરવા માટે ધનની નૌકા જ બહુ ઉપયોગી થઈ પડે છે. ધનવાનને સંસાર આકરે નથી લાગતું. ધનના જોર ઉપર એ જગત જીતવાની હિંમત ધરે છે. શૌર્ય, સદગુણ, અને સચ્ચાઈનાં હાડકાં તે સંસારસાગર તેફાની બન્યો હોય ત્યારે ગોથાં ખાધાં જ કરે છે. હિંમત, શૌર્ય અને બીજા સદગુણે માણસમાં હોય છતાં ધનના તેજ વગર એ ગુણ માણસમાં છૂપાઈ રહે છે. માણસમાં વસી રહેલા સગુણે જોવા માટે દુનિયાના મોટા ભાગના માણસને ધનના તેજની જરૂર પડે. સદ્દગુણી માણસ પણ જ્યાં સુધી નિર્ધન છે ત્યાંસુધી એના સદગુણની કિંમત સંસારમાં નથી અંકાતી. આખું જગત આજે ધનની ધરી ઉપર ચાલી રહ્યું છે. “ સદ્દગુણી સાચા માનને માલીક હોય છે” એ વાત સાચી નથી લાગતી પણું “ પૈસાદાર જ પૃથ્વીમાં પૂજાય છે” એ સાચી છે. ધનહીન માણસનાં બહાદુર કૃત્યોની કદર જગતમાં નથી થતી. ગરીબના ગુણોની કદર કરતાં જગત અચકાય છે. શું! માણસ પૈસાથી ખાલી હોય એટલે પૈસાદારો એને કેડીની કિંમતને સમજી એને તિરસ્કાર કરે ? માણસની પરીક્ષા કરવા માટે તેનામાં રહેલા સદગુણો તપાસી માણસને તેલ કરનાર પરીક્ષકે તે આ દુનિયામાં વિરલા જ હોય છે. દુનિયાને અનેક પ્રકારના દુઓને ઈજારે જાણે ઈશ્વરે નિર્ધનને જ હવાલે કર્યો હોય એમ દેખાય છે. દુનિયામાં, સંસારમાં અનેક પ્રકારનાં હલકાં અને ભારે દુખે છે પણ નિર્ધનતાનું દુખ તે દુનિયાના સર્વ દુખે રાજા છે. નિર્ધનતાનું દુખ તે પળે પળે શરીરમાં ભોંકાતી સે સમાન છે. ધનવાનને નિર્ધન તરફ ગમે તેવું વર્તન રાખવાની છૂટ ! ધનવાનની નિર્ધન પ્રત્યેની ટીકા ગમે તેવી પાયા વગરની હોય તે પણ દુનિયા તેને સ્વીકારે છે, આ યુગની જ ખૂબી છે. દુનિયા ખરું જોતાં તે પૈસાને જ પીછાને છે. સદ્દગુણો અને સદાચારનાં વખાણ એને નિરાંતે બેઠા બેઠા ઊંચા સિદ્ધાંતની વાતો કરવાના સાધનરૂપ જ છે. પ્રભુએ જેને પૈસો નથી આવે તેને આબરૂ નથી, ઈજ્જત નથી, એમ માનનારા ગરીબોને અન્યાય નથી કરતા ? શું ઈજત આબરનો ઈજારો ધનવાનોએ જ રાખે છે ? શું ગરીબાએ ધનવાનેની દયા ઉપર જીવવાનું છે ? જાધવરાવની સરખામણીમાં મારી પાસે ધન ઓછું હશે તેથી શું એની સ્ત્રી અને હલકા કુળને ધારે ? મારી આજની મનોદશા ઉપરથી હું ઈજ્જત અને આબરૂવાળા નિર્ધન માણસને વારંવાર અપમાનથી કેવી વેદના થતી હશે તેની કલ્પના કરી શકું છું ” એવા એવા વિચારોના વમળમાં માલોજી ગોથાં ખાધા જ કરતો હતો. આવા વિચારોથી માલોજી તદ્દન નાસીપાસ તે થયું હતું પણ એને ઈશ્વર ઉપર અચળ શ્રદ્ધા હતી. “ શું ઈશ્વરના દરબારમાં પણ પક્ષપાત હશે ? અને ત્યાં નિર્ધનને માટે બારણાં બંધ રાખ્યાં હશે? ના, ના, એ તે દીનદયાળ જ છે. માણસની ખરી કસોટી કરવા માટે જ ઈશ્વર એને નિર્ધન દશામાં નાખતા હશે. દુનિયા દીનની કદર કરે કે ન કરે તો પણ પ્રભુને ત્યાં તે દરેકના કૃત્યોની કિમત સાચી અંકાય છે. પ્રભુ સર્વને વાલી છે. ઈશ્વર ઉપરના દઢ વિશ્વાસની કસોટી, નિર્ધનદશામાં જ થાય છે.” આવા વિચારે એની નાહિમતને દૂર કરતા હતા.
૪. માલોજીની મદદે શ્રી ભવાની–વેવિશાળની પહેલાં ના પછી હા. મહાળસાબાઈના ગર્વની વાત માલજીએ જાણી. મહાળસાબાઈના વલણથી અને જાધવરાવના વર્તતથી માલજીરાવને બહુ લાગી આવ્યું. ધન, સંપત્તિ, અધિકાર અને સત્તાના રથી મહાળસાબાઈને ગર્વ ચડ્યો છે એ માલોજી જાણતા હતા પણ “ નાળનાં ગાડાં નાળમાં નથી રહેતાં ” એ વાક્યમાં માલોજીરાવ પૂર્ણપણે માનતા હતા. ભોંસલે કુટુંબનું ભાવી ઉજ્વળ છે એની એમને સંપૂર્ણ ખાત્રી હતી.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com