________________
છે. શિવાજી ચત્રિ
[ પ્રકરણ ૨ નું
પરમાર વંશના ક્ષત્રિય રાન્ન વનંગપાળ નિબાળકર સાથે આસિસેદિયા ક્ષત્રિય વંશને સંબંધ માલેજીનાં લગ્ન દીપાબાઈ સાથે થયાં તેથી થયા એથી ભાંસલે ધરાણા ( કુટુંબ )ની ઈજ્જત દક્ષિણમાં વધી એમ માલાજીને લાગ્યું અને તેથી પોતાના મોટા પુત્ર સિંહાજીના લગ્ન જાધવરાવને ત્યાં થાય તે ધણું સારું એવું માલેજીને મનમાં ધણીવાર લાગતું. પરમાર વંશના ક્ષત્રિય અને સિસાયિા વંશના ક્ષત્રિયના શરીર સંબંધથી થયેલા પુત્રના સંબંધ યાદવ કુળની કન્યા સાથે થાય તા જ દૂધમાં સાકર ભળ્યા જેવું થાય એમ માલાજી રાજા અંતઃકરણથી માનતા હતા. આવી રીતે સંબંધ જોડવાના વિચારા માલેછ રાજાના મનમાં ધેાળાયા જ કરતા હતા પણ તક આવ્યા સિવાય નકામે શબ્દ માં બહાર કાઢે એવા એ ન હતા.
૨૦
૩. રંગપંચમીના તહેવાર અને ગુલાલની માર.
માલાજીના પુત્ર સિંહાજી બહુ દેખાવડા અને ચાલાક હતા. એને ચહેરે બહુ મેહા હતા. જાધવરાવને સિંહાજી બહુજ ગમતા. વારંવાર જાધવરાવ સિંહાથને પેાતાને ઘેર લઈ જતા અને તેને ઘરેણાં ગાંઠાં પહેરાવી રાણુગારતા. જાધવરાવ આ છેાકરાને ખૂબ રમાડતા અને અનેક પ્રકારના લાડ લડાવતા. જાધવરાવને મહાળસાબાઈથી ઈ. સ. ૧૫૯૫ માં એક પુત્રી થ હતી. તેનું નામ જીજાબાઈ હતું. જાધવરાવ સિંહાને લઈ આવતા ત્યારે નાની જીજાબાઈ અને સિદ્ધાજી એ બન્ને નાનાં ખાળકે આનંદથી સાથે રમતાં. આ નિર્દોષ બાળકાની આવી રીતે ખાળમૈત્રી થઈ.
ઈ. સ. ૧૫૯૯ માં અક્બર બાદશાહના મુગલ સરદાર શેર્ખ્વાજા અને નિઝામશાહી સરદાર વચ્ચે જખરી લડાઈ થઈ. આ લડાઈ બીડની લડાઈને નામે પ્રસિદ્ધ છે. તે વખતે મુગલેને સિતારે) ચડતા હતા. જમાને એમનેા હતા એટલે મુગલ સરદારને તા જીતની સાએ સા ટકા આશા હતી. નિઝામશાહી સરદારાએ ખરૂં પાણી બતાવ્યું અને મુગલ લશ્કર ઉપર જીત મેળવી. આ કૃતેહુથી નિઝામશાહી સરદારાને ખૂબ આનંદ થયે અને ઉત્સાહ અને સ્ફૂર્તિમાં વધારા થયા. આ જીતને ડા દિવસ થયા પછી તરત જ હાળાનેા તહેવાર આવ્યે અને છતને લીધે આનંદમાં ડૂબી ગયેલા નિઝામાહી સરદારાએ આ તહેવાર અસાધારણ ઠાઠમાઠ અને ભપકાથી ઊજન્મ્યા. રંગપંચમીને દિવસે ઠેકઠેકાણે મિજલસા, જલસા, રંગરાગ, ગાનતાન, નાચ તમાશા વગેરે પૂર બહારમાં ચાલી રહ્યા હતા. વજીર જાધવરાવને ત્યાં પણ રંગપંચમીને ભારે જલસા જામ્યા હતા. દીવાનખાનું સુંદર રીતે જીણુસરવામાં આવ્યું હતું. રંગબેરંગી શેત્રંજી અને ભારે ગાલીચાએ શેાભી રહ્યા હતા. ગાદી તક્રિયાની સુંદર ખેડા શેશભામાં વધારા કરી રહી હતી. કીનખાબ અને મશરૂ જ્યાં ત્યાં નજરે પડતા હતા. જલસે બહુ જબરા જામ્યા હતા. મિજલસના મહેમાને પોતપોતાના દરજ્જા મુજબ ગેાઠવાઈ ગયા હતા. એક મેટી ગાદી ઉપર મુખ્ય સ્થાને જાધવરાવ બેઠા હતા. બીજા સરદારા અને દરબારીએ પણુ જાધવરાવને ત્યાં આનંદ માટે ભેગા થયેલા હતા. ગાનતાન અને ગાવા બજાવવાના ખૂબ રંગ જામ્યા હતા એટલામાં ” માલાજીરાવ ભાંસલે પેાતાના પુત્ર સિંહાજી સાથે ત્યાં આવી પહેાંચ્યા. સિંહાજીરાવ । જાધવરાવને લાડકવાયા એટલે એતા એકદમ જઇને જાધવરાવના ખેાળામાં બેસી ગયા. જીજાબાઈ પણ તદ્દન નાની એટલે
પણ અંદરથી આવીને બાપના ખેાળામાં બેસી ગઈ. જાધવરાવના ખોળામાં આ બે નિર્દોષ ખાળા હુ પ્રેમથી એક બીજા સાથે રમતાં હતાં. દરેક બેઠક આગળ ગુલાલથી ભરેલી ચાંદીની થાળી ગઢશી દેવામાં આવી હતી. તહેવારામાં હોળીના તહેવાર દક્ષિણમાં બહુ મોટા ગણાય છે તેમાં વળી આ વખતે તા વિજયને આનંદ વધારાના હતા એટલે આનંદમાં કાઈ જાતની માનહતી. ગા મિજ્યુસમાં માટાએ એક ખીજા ઉપર રંગ છાંટતા અને ગુલાલ ઉડાડતા હતા. મેટાનું અનુકરણ નાના બાળકો પણ કરે છે. તે પ્રમાણે સિંહાજીએ સામે પડેલી ગુલાલની થાળીમાંથી મુઠ્ઠી ભરીને ગુલાલ લીપા અને
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com