________________
૪૪૪
છે. શિવાજી ચરિત્ર
[ પ્રકરણ ૧ કું
હું બાદશાહ સલામતને મળવા માટે મુગલ દરબારમાં ગયા હતા. ત્યાં બાદશાહ સલામતની મીઠી નજર મેં ન જોઇ. બાદશાહની મારા ઉપર કૃપા છે એવી મને ખાતરી થઈ હાત તા મુગલાઈની ગમે તેવી સેવા ઉઠાવવાની મારી તૈયારી હતી. મને ગિરફતાર કરવામાં આવ્યા અને મને લાગ્યું કે મારી જિંદગી જોખમમાં છે એટલે હું આગ્રંથી નાસી છૂટયો. મિરઝારાજા મારા સ્નેહી હતા. તે ચાલ્યા ગયા. હવે તા આપના ઉપર મારે। આધાર છે. આપ વચ્ચે પડી વગવસીલા અને વજનને ઉપયાગ કરીને મારે માટે બાદશાહ સલામતનું મન મનાવા. બાદશાહ મારા અપરાધ માક્ કરે એવી આપ ગાઠવણ કરા. હું મારા પુત્ર શ ́ભાજીને દક્ષિણના સુબેદારના હાથ નીચે મુગલપતિની સેવામાં મૂકવા તૈયાર છું. આપને ઠીક લાગે તે સેવા હું પણુ બજાવીશ, ' જસવંતસિંહ બાળાજી આવજી વકીલને શાહજાદાની પાસે લઈ ગયા. પાતાના આ વકીલ સાથે મહારાજે શાહજાદા માટે કીમતી નજરાણું મેલ્યું હતું. કીમતી વસ્ત્રો, ઝવેરાત, હાથી વગેરે માકલ્યા હતા. વકીલે મહારાજે મેકલેલું નજરાણું શાહજાદા સન્મુખ ધર્યું અને જણાવ્યું ‘ મિરઝારાજા જયસિંહની મારતે બાદશાહ સલામત સાથે સલાહ કરી શિવાજી મહારાજ શહેનશાહના આમત્રણથી ખાદશાહને મળવા દરબારમાં ગયા હતા. જયસિંહરાજા જેવા મધ્યસ્થ હોવા છતાં ખાદશાહ સલામતને મહારાજને વિશ્વાસ ન આવ્યે। અને એમણે મહારાજને ગિરફતાર કર્યા. પછી મહારાજ પે:તાના જાન બચાવવા ખાતર આગ્રેથી પાછા મહારાષ્ટ્રમાં આવી પહોંચ્યા છે. જે બન્યું તે સારું તેા નજ કહેવાય પણ હવે તા ગઈ ગુજરી ભૂલી જઈ ભાવી તપાસવાનું છે. શિવાજી મહારાજની ઈચ્છા બાદશાહની સેવા સ્વીકારવાની હતી જ અને એવા નિશ્ર્ચયથીજ એ મહારાષ્ટ્રથી ઉત્તરમાં ગયા હતા. દિલ્હીપતિને પેાતાની સેવાથી રાજી કરવાની શુદ્ધ દાનતથી મહારાજ પાતે આર્ગે ગયા પણ બનવાકાળ ખની ગયું. બાદશાહ સલામતને શિવાજી મહારાજના સબધમાં મનમાં અવિશ્વાસ આવ્યા, ન ઈવાજોગ બનાવ બન્યા અને મહારાજની તેા મનની મનમાં જ રહી ગઈ. મહારાજની ઇચ્છા હજુ પણ મુગલપતિના સેવક થઈ તેજ રહેવાની છે અને તે માટેજ આ સેવકને આપની હજુરમાં મેકલ્યા છે. બાદશાહ સલામતના દિલમાં કમનસીબે મહારાજના સબધમાં કંઈ આંટી ભરાઈ ગઈ છે. તેથી ઉકેલાયેલું કાકડું પાછું ગૂચાઈ ગયું. અમારા મહારાજના હૈધ્યમાં તેા હજીએ મુગલાઈની સેવા કરવાની ખાસ ઇચ્છા છે અને આપની હજુરમાં વિનંતિ કરવા માટે હું અહીં આવ્યા છું. બાદશાહ સલામતને આપ મહારાજની ઇચ્છા જાવા. એમના અંતઃકરણમાં મુગલાઇ માટે વસી રહેલા માનને ચિતાર આપશે તે ફરી પાછા મીઠા સબંધ બંધાતાં વાર નહિ લાગે. આ વાત તેા આપના હાથની છે. આપ ધારો તે મુગલ અને મરાઠાઓના મીઠા સંબધ તરતજ કરાવી શકશેા.' બાળાજી આવજીના આ શબ્દો સાંભળી શાહજાદા ખેલ્યા · બાદશાહ સલામતના દિલમાં તમારા શિવાજી રાજા માટે જરાએ કિશ્મીરા ન હતું અને હજી પણ એમના અંતઃકરણમાં શિવાજી રાજા માટે ભાવ છે. કેટલાક અણુધાર્યાં અને અણુચિતવ્યા બનાવા બની ગયાથી બાદશાહ સલામત અને શિવાજી રાજાના દિલ ઊંચા થઈ ગયાં હતાં. કમનસીબે બનાવ એવા બનતા ગયા કે દિવસે દિવસે વેર વધતું ગયું. મિર્ઝારાા જયસિંહે બાદશાહ સલામતને જ્યારે જ્યારે તમારા મહારાજાના પરાક્રમો સંબધી લખ્યું હતુ. ત્યારે ત્યારે બાદશાહ સલામતે શિવાજી રાજાને નવાજ્યા હતા અને એમને કીમતી સરપાવ આપી કદર કરી હતી. શિવાજી રાજા સબંધી બાદશાહ સલામતને ઊંચે અભિપ્રાય હત તેથી જ એમને દરબારમાં આવવા ખાસ આમંત્રણ મે।કહ્યું હતુ. બન્નેના દિલમાં જરાએ મેલ ન રહે એવી ખાદશાહ સલામતની ખાસ ઈચ્છા હૈાવાથી શિવાજી રાજાએ દિલ્હી રહી તે સલ્તનતની સેવા કરવા એવા એમણે આગ્રહ કર્યાં. એક ખીજાના દિલમાં ઉભી થયેલી આંટીએ દુર થાય અને અવિશ્વાસ જતા રહે માટે શિવાજી મહારાજે થાડા કાળ બાદશાહની મરજી મુજબ ત્યાં રહેવાની જરુર હતી. શિવાજી મહારાજે બાદશાહ સલામતના શુદ્ધ હેતુની દરકાર ન કરી. શિવાજી રાજાએ જ્યારે બાદશાહુ સલામતનું ન માન્યું ત્યારે સહેજ ધમકી રૂપે દબાણુ કરવાના ઇરાદાથી શિવાજી રાજાને એમનું માનપાન
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com