________________
પ્રકરણ ૧ હું ]
છે. શિવાજી ચરિત્ર
૪૪૩
હતા. શાહજાદા મુઆઝીમને આગ્રંથી મોકલતી વખતે શહેનશાહ ઔરંગઝેબે તેને દક્ષિણના રાજદ્વારી મામલાના સંબંધમાં પોપટની માફક પઢાવીને મેાા હતા. બાદશાહે તેને કહ્યું હતું કે ‘દક્ષિણુના મામલા બહુ ગંભીર છે. શિવાજીના નાસી છૂટવાથી દક્ષિણનું રાજકીય ઢાકડું પાછું ગૂંચવાયું છે. બિજાપુર અને ગેાવળક્રાંડા એ એ મુગલાઈના જૂના શત્રુ ત્યાં ઉભા છેજ. દક્ષિણમાં મુગલાને ત્રણ સત્તા સામે ઝઝુમવાનું છે. એ ત્રણે સત્તાએ આજે મુગલોની સામે એક થઈ જાય એવા રંગ દેખાય છે. બિજાપુર અને ગેાવળક્રાંડા તા એક થઈ ગયા છે જ. હવે શિવાજીના પ્રશ્ન છે અને જો તક આપવામાં આવે તે પહેલી તકે એ એ સત્તામાં ભળી જાય એવા છે. રાજદ્વારી દાવપેચમાં શિવાજી ઉસ્તાદ છે. હાલના સંજોગામાં તે આપણા દક્ષિણના મુલકાનું ઉત્તમ રીતે રક્ષણ કરવાની ખાસ જવાબદારી તમારે શિરે છે. શિવાજીથી તમારે બહુ ચેતીને ચાલવાનું છે. એ બહુ ક્રપટી અને પ્રપચી છે. એની જાળમાં કદી સપડાતા નહિ. એને હાલના સંજોગામાં છંછેડીને નવું દુખ ઉભું કરતા નહિ. હમણાં તા તમે * તેલ અને તેલની ધાર' જોયાં કરેા. શિવાજીએ ભલભલા સરદારાને આંજી નાંખ્યા છે અને કેટલાએ ચમરબદીઓને મહાત કર્યો છે એ વાત તમે ભૂલતા નહિ. રાજદારી કુનેહ અને મુત્સદ્દીપણાના ફ્રાંકા રાખનાર ઘણા સરદારાને એણે પાણી પાયાં છે. ઘણાનાં પાણી ઉતાર્યાં છે. આવા શત્રુથી હંમેશ સાવધ રહેજો. એની કપટજાળ, કાવાદાવા, લપ્રપંચમાં ઘણા અનુભવીએ પણ છક્કડ ખાઈ જાય છે, તે તમે હજુ નવા છે, ઉતાવળ કરતા નહિ. દી'ષ્ટિ દાડાવી, સોગ તપાસીને તમે વન કરજો. મહારાષ્ટ્રમાં તમને ધણું શીખવાનું મળશે.' આ પ્રમાણે શહેનશાહની શિખામણુ શાહજાદાને મળી પણ એની અસર શાહજાદા ઉપર કાંઈ જુદીજ થઈ. શાહજાદાને લાગ્યું કે શિવાજી જેવા ચતુર, શૂર અને બુદ્ધિશાળી પુરુષને દોસ્ત કરવામાંજ લાભ છે.
શાહજાદાની સાથે મહારાજા જસવંતિસંહને મેાકલ્યો હતા. આ જોડી મહારાજાને અનુકૂળ હતી જસવ'તિસંહને મહારાજા સારી રીતે પિછાનતા હતા અને આગ્રામાં એમના ધાડા સંબંધમાં આવવાથી એ પિછાન સાધારણ સ્નેહના રૂપમાં ફેરવાઈ હતી. જસવંતસિંહના સ્વભાવના મહારાજા પૂરેપુરા ભોમિયા હતા એટલે એમણે જસવંતિસંહને સાધી લીધા હતા. શાહજાદા મુઆઝીમ હંમેશ મેાજશાખમાં મશગુલ રહેનાર મુગલ હતા. મુઆઝીમ અને જસવંતસિ ંહની ભારે ક્રેાસ્તી હતી. જસવંતસિંહનું વજન મુન્નાઝીમ પાસે જબરું હતું.
મુગલા સાથે બગાડેલા સંબંધને થીગડાં મારવાને રસ્તો મહારાજે શોધી કાઢયા. મહારાજે દક્ષિણમાં આવ્યા પછી ઈ. સ. ૧૬૬૭ના એપ્રીલ માસમાં એક પત્ર ઔર'ગઝેબ બાદશાહને લખ્યા હતા તેમાં એમણે જણાવ્યું હતું કે · આ બંદે આપના સેવક રહેવામાં ભૂષણ માને છે. મુગલ શહેનશાહની માટી ફેાજ મારા ઉપર ચડાઈ કરવા કૂચ કરતી ચાલી આવે છે. એવા પ્રચંડ લશ્કરની સામે થવાની કાની તાકાદ હાય ? મારી તે। આપને ચરણે એટલી જ વિનંતિ છે કે મારા પુત્ર શ‘ભાજીને બાદશાહી લશ્કરમાં હજાર સિપાહીએની મનસબદારી આપવી જોઈ એ. આપ જો આ વિનંતિ નહિ સ્વીકારા અને શ'ભાજીને મનસબદારી નહિ આપે! તે પણ એ પેાતાના લશ્કરથી બાદશાહતી સેવા કરતા રહેરો, મારા કબજામાં જે કિલ્લા હતા તે મેં બાદશાહને હવાલે કરી દીધા છે અને જે ખાકી રહ્યા છે તે અને મારું સસ્ત્ર બાદશાહની સેવામાં અણુ છે.' ઉપર પ્રમાણેના પત્ર બાદશાહને મળ્યેા. બાદશાહે પત્ર વાંચીને પેાતાના પ્રધાનને આપ્યા. બાદશાહ તે આવા આવા પત્રા ધેાળીને પીએ એવા હતા. બાદશાહને પત્ર લખીને જ મહારાજ અટકયા ન હતા. એમને દક્ષિણના સુબેદાર શાહજાદા મુઆઝીમ અને રાજા જસવંતસિંહની નિમણૂકથી અનુકૂળ ખનેલા વાતાવરણને લાભ લેવા હતા એટલે ખીજે પત્ર શાહજાદાને લખ્યા અને બાળાજી આવજી ચિટણીસને શાહજાદા તરફ એ પત્ર સાથે રવાના કર્યાં. એ પત્રની મતલક્ષ નીચે પ્રમાણે હતીઃ— મિરઝારાજા જયસિંહના આગ્રહથી એમની સૂચના મુજબ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com