________________
પ્રકરણ ૧ હું ]
છે. શિવાજી ચરિત્ર
૪૪૫
જાળવીને ફક્ત નજરકેદમાં જ રાખ્યા હતા. એતો ફક્ત નામનીજ અટક હતી. તમારા શિવાજી રાજાને આથી માઠું લાગ્યું અને આગ્રંથી એ નાસી આવ્યા. શિવાજી મહારાજ આગ્રંથી નાસી આવ્યા છતાં પણ બાદશાહુ સલામતના મનમાં એમને માટે હજુ માન છે. અમે જ્યારે મહારાષ્ટ્ર આવવા નીકળ્યા ત્યારે પણ અમને બાદશાહ સલામતે જણાવ્યું હતું કે ‘ શિવાજી રાજા બહુ ચતુર અને પરાક્રમી પુરુષ છે. એમના જેવા સાથીએ સલ્તનતને બહુ ઉપયેગી છે અને તેમની ઉપયાગીતા જાણીનેજ તેમને આત્રે રાખવાના આગ્રહ કરવામાં આવ્યા હતા અને એમને માન મરતા પણ જાળબ્યા હતા. શિવાજી રાજાની સાથે આપણે ઝગડામાં ઉતરવાની જરુર નથી. બાદશાહ સલામતની ખુદની ઈચ્છા તે। એવી છે કે શિવાજી રાજા આ સલ્તનતના સેવક થઈને રહે. હજી પણ બાદશાહ સલામત ગઈ ગુજરી ભૂલી જશે કારણુ એમને શિવાજી રાજા પ્રત્યે માન છે. એમના જેવા શૂર અને પરાક્રમી પુરુષાના શૌયની એ કદર કરનારા છે. તમારા શિવાજી રાજાની ઇચ્છા આ સલ્તનત સાથે ફરીથી મીઠા સંબધ બાંધવાની હાય તા તેમને પત્ર લખીને પુછે અને વીગતવાર હકીકત મગાવા.’ બાળાજી આવજીએ પત્ર લખીને મહારાજ પાસે મારતે ધાડે માણસ રવાના કર્યાં અને તાકી ઉત્તર મગાવ્યો. મહારાજે વિચાર કરી તરત જ જવાબ આપ્યો. તેમાં નીચેની સરતા જણાવીઃ—-(૧) મુગલ અને મરાઠાઓએ એક ખીજાની સાથે પૂવત્ મીઠા સંબંધ રાખવા અને મિત્રભાવે રહેવું. (૨) મિરઝારાજા જયસિંહની મારફતે કરવામાં આવેલું તહનામું ( પુરંદરનું તહનામું ) બન્નેએ સ્વીકારવું. (૩) મુગલ અને મરાઠાઓની પૂરેપુરી દિલસફાઈ ન થાય ત્યાં સુધી શિવાજી મહારાજે મુગલાની મદદમાં મરાઠાઓનું લશ્કર મેાકલવું નહિ અને દિલસફાઈ થયા વગર એક ખીજાને મળવું નહિ. (૪) પુરંદરના તહનામા મુજબ મુગલાએ શંભાજીને પાંચહજારી બનાવવા. (૫) મનસબદાર તરીકે લશ્કરના ખર્ચ માટે વરાડ પ્રાંતમાંના આવતા અને બાલાપુર એ એ તાલુકા મુગલાએ શિવાજી રાજાને આપવા વગેરે.
ઉપર પ્રમાણેની મતલબનેા પત્ર મહારાજે માકલ્યા તે બાળાજી આવજી ચિટણીસે શાહજાદાની હેજીરમાં આદરપૂર્વક સાદર કર્યાં. શાહજાદાએ એ પત્ર ઉપર પાતે ભલામણ કરી બાદશાહ તરફ રવાના કર્યાં.
શિવાજી મહારાજના કાવાદાવા ઔરંગઝેબ પુરી રીતે પારખે એવા હતા. ઔરંગઝેબનું ચાલે તે મહારાજના એવા નમનતાઈભરેલા સંખ્યાબંધ કાગળાને એ ફાડીને ફેંકી દે એવા હતા. ઔરગઝેબ શિવાજી રાજાને બરાબર ઓળખી ગયા હતા, એટલે મહારાજના શબ્દો ઉપર જરાએ વિશ્વાસ રાખે એવા નહતા પણ મુગલાઈના સંજોગા કંઈ જુદા જ હતા. ઔરગઝેબની આગળ કેટલીક અડચણ ઉભી જ હતી. એવા સંજોગો ઉભા થયા હતા કે ઔર’ગઝેબ શિવાજી ઉપર મુગલ શહેનશાહતનું ખળ અજમાવી શકે એમ હતું નહિ. શિવાજી તરફ પુરતું ધ્યાન આપવામાં આવે તે ઈરાન મુગલને દાખી દે એ ભય હતા. જે કારણેાને લીધે મુગલપતિને શિવાજી મહારાજ જેવા કટ્ટા દુશ્મનના વધતા ખળ અને પ્રતિષ્ઠા તરફ દુર્લક્ષ કરવું પડયું તે કારણ હવે પછી જણાવવામાં આવશે.
૨. શિયાપથી શાહુ અને સુન્નીપથી શહેનશાહ.
દિલ્હીની ગાદી માટે મુગલપતિ શાહજહાન જીવતા હતા ત્યારે શાહજાદાએ વચ્ચે ગાદી માટે જે ઝગડા જાગ્યા હતા તેમાં ઈરાનના શાહ શાહજાદા દારા અને મુરાદના પક્ષમાં ભળ્યા હતા. ઈરાનનેા શાહુએ શિયાપ'થી મુસલાન હતા. ઔરંગઝેખના દાદાના દાદા હુમાયુને દિલ્હીની ગાદી પાછી મેળવવામાં ઈરાનના શાહ તમસ્તે જખરી મદદ કરી હતી. તેના જ વંશજો, હુમાયુના વંશજો દારા અને મુરાદને સંકટ વખતે મદદ કરવા તૈયાર થયા. આ ઝગડામાં ઈરાનના શાહ અબ્બાસ ખીજાએ ભારે રસ લીધા હતા. એણે દક્ષિણ હિંદના બે શિયાપથી મુસલમાન સુલ્તાનોને પણ દારા અને મુરાદને મદદ કરવા ભલામણપત્રા લખ્યા હતા. ઔરંગઝેબની સામે એના ભાઈ આને અબ્બાસ ખીજાએ મદદ કરી હતી
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com