________________
૪૩૦
છે. શિવાજી ચરિત્ર
[ પ્રકરણ ૧૪ મ
“ મહારાજ ! શું કરીએ લાચાર છીએ. આપના જેવા સંત પુરુષોનાં પગદ્માંથી મારી ઝૂંપડી પાવન ચઈ. આપની રસેાઈ માટે હું પૂરેપુરું સીધું નથી આપી શકતી. શું કરીએ અમે લાચાર બની ગયાં છીએ. પહેલાંની સ્થિતિ હેત । આપને સત્કાર સાષકારક રીતે હું કરી શકત. ત્રણ ચાર દિવસ ઉપર જ આનંદરાવ અને તેલગરાવ નામના એ સરદારા આવીને અમારું ગામ લૂંટી ગયા. એ કહેતા હતા કે અમે તે શિવાજી રાજાના સરદાર છીએ. ગરીને અને ગરીબ ખેડૂતોને લૂટ એવા એ નિય છે. એમના રાજાને આગે કેદ કરી રાખ્યા છે. એવી એવી લોકા તા વાતો કરે છે. એવા જુલ્મી સરદારાના રાજાને તા ભગવાને કેદમાં જ રાખવા. * શિવાજી મહારાજે આ સાંભળી લીધુ. આ બાઇના શબ્દથી મહારાજના મન ઉપર બહુ ઊંડી અસર થઇ. ગરીમા જેના રાજ્યમાં પીડાતા હોય અને ગરીખે! ઉપર જેના રાજ્યમાં જુલમ ચાલી રહ્યો હૈાય તે રાજાને માટે પ્રજામાં કેવી લાગણી હાય છે તેની મહારાજને ખબર પડી. પેાતાના અમલદારાને અંકુશમાં રાખવાની રાખની ખાસ જવાબદારી છે અને એમાં જો રાજા ઢૌલ રાખે અથવા પોતાના તકરા, ચાકરી, અમલદારા અને અધિકારીએ ઉપર પૂરેપુરા અંકુશ ન રાખે તેા રાજા ક્રૂર નહિ હોવા છતાં એની નબળાઈને પરિણામે પ્રજા પીડાય છે અને પ્રાનો અસતાષ એ ઉધાઈ રૂપે સત્તાના પાયાને કાતરી નાંખે છે. મહારાજે આ આઈના શબ્દો હૃદયમાં કાતરી રાખ્યા અને તેમાંથી ઉપદેશ લીધે.
આ ભાઈની વાત ઉપરથી મહારાજે ઉપદેશ લીધા અને આ વાતથી એમને ખબર મળી કે એમના સરદારેાએ મુસલમાની મુલકા લૂંટવાનું કામ શરૂ કરી દીધુ છે. આમ અનેક અનુભવો લેતી આ ટાળી હૈદ્રાક્માદથી બિજાપુર થઈને ગોકર્ણે મહાબળેશ્વર ચાવી પહાંચી. મહાબળેશ્વરથી નીકળી ઈ: સ. ૧૬૬૬ ના નવેમ્બર માસની ૨૦ મી તારીખે શકે ૧૫૮૮ ના માગશર સુદ ૫ ને રાજ આાગ્રંથી આશરે ૧૫૦૦ માઈલ દૂર રાજ્ગઢ મુકામે આ ટાળી પહેોંચી. રાજગઢ આવીને આ ટાળીએ ગઢ ઉપર જવાની ઈચ્છા દર્શાવી. માતા જીજાબાઈની પરવાનગીથી આ ઢાળીને રાજગઢમાં લખલ કરી, ટાળીએ ભજન શરૂ કર્યું. આ ટાળી બહુ સુંદર ભજનેા ગાય છે એવી વાતે માતા જીજાબાઈ ને કાને ગઈ. માતા જીન્નબાઈએ આ ટોળીને રાજમહેલમાં પધારવા આમંત્રણ મોકલ્યું, ટોળી તા વાટ જોઈ ને જ બેઠી હતી. આમંત્રણ આવતાંજ આ બધા વેશધારી બાવાએ રાજમહેલમાં ભજને ગાવા ગયા. ભજના શરૂ થયાં. નિરાજી મહંત ભજતા ખેલાવતા હતા. નાતા જીનભાઈ આ ભજના બહુ આનંદથી સાંભળતાં હતાં. ભજનમાં એં તલ્લીન થઇ ગયાં હતાં. મહારાજે પશુ ભજન શરૂ કર્યાં. પોતાનાં ભજન બહુ આન'થી પોતાની વહાલી મા સાંભળે છે એ જોઈ શિવાજી મહારાજનું હૈયું આનંદથી ઉછળી રહ્યું હતું. પેાતાની સામે ભગવાનનાં ભજનો ગાતા ભગવાં વસ્ત્રધારી ખાવા પોતાના દિકરા વહાલે શિવબા છે એવી કલ્પના પણ માતા જીન્નબાઇને ન હતી. મહારાજ આનંદસાગરમાં આનંદ લૂંટી રહ્યા હતા. આ આનંદનાં માજા'માં શિવાજી મહારાજ ભજના સુંદર કંઠે લલકારી રહ્યા હતા. મહારાજ ઝાઝી વાર સુધી આ સ્થિતિમાં ન બેસી શકયા. એ ઉઠયા અને માતા જીજાબાઈની પાસે ગયા અને માતાના પગમાં પેાતાનું માથું મૂકયું. આ ચમત્કાર જોઇ માતા જીજાબાઈ વિસ્મય પામ્યાં અને ખેલ્યાં “ સાધુ મહારાજ! આ શું કરે છે ? ” જીજામાતાને આશ્ચર્યચકિત થએલાં જોઈ મહંત નિરાચ્છ ખાધા “ માતા ! આ સાધુ મહારાજ નથી. એ તા માપના ચિરંજીવી શિવાજી મહારાજ છે. આ તે આપના શિવબા
4*
છે.
- નિરાજીના શબ્દો સાંભળી શિવાજીએ પેાતાના માથા ઉપરનું વસ્ત્ર દૂર કરી માથા ઉપરની નિશાતી માતાને બતાવી. માતા જીજાબાઈએ પેાતાના પ્યારા પુત્રને, મહારાષ્ટ્રના પ્રાળુતે, હિંદુત્વના તારણહારને બહુ આનંદથી પોતાના હૃદય સાથે ચાંપ્યા. મા દિકરા મળ્યાં. સર્વેને આનંદ થયા. મહારાજના માનમાં રાજગઢ ઉપર તેાપાની સલામી અપાઈ.
તારીખ ૫ મી માર્ચ, ૧૬૬૬ તે રાજ મહારાજ દિલ્હી જવા માટે રાજગઢથી નીકળ્યા હતા તે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com