________________
પ્રકરણ ૧૪] છે. શિવાજી ચરિત્ર
૪૩ તારીખ ર૦ મી નવેમ્બર, ૧૬૬૬ ને રોજ જમના જડબામાંથી બચીને હિંદુત્વનું રક્ષણ કરવા માટે આશરે ૨૦૦૦ માઈલની મુસાફરી કરીને પાછા રાજગઢ આવી પહોંચ્યા. મહારાષ્ટ્રમાં મહારાજ સહીસલામત પાછા આવી ગયાની વાત વિજળી વેગે પ્રસરી ગઈ. ઘેરઘેર આનંદેસ્વ ઉજવાયો. મીઠાઈ વહેંચાઈ. હિંદુઓમાં આથી ઉત્સાહ અને ઉમંગ બેવડાયાં. લોકેાની હિંમત વધી અને આપણી લડત સત્યની છે, ધર્મની છે, તેથી પ્રભુ આપણું પડખે છે, તેની લેકીને ખાતરી થઈ અને લેકે વધારે હિંમતવાન બન્યા,
૩. યુવરાજ સંભાજી મહારાજનું દક્ષિણ તરફે પ્રયાણ . શિવાજી મહારાજ સહીસલામત રાજગઢ આવી પહોંચ્યા. મહારાષ્ટ્રની પ્રજામાં ભારે આનંદ થયા. મા દિકરાને મેળાપ થયો. બધાંને આનંદ થયો, પણ એ આનંદમાં સંભાજી મહારાજની ગેરહાજરીની ઉણપ હતી. મહારાજને પોતાના આ પાટવી કુંવરની સલામતીની ભારે ફીકર હતી. શિવાજી મહારાજ સહીસલામત મહારાષ્ટ્રમાં પહોંચી ગયાનું સાંભળીને બાદશાહ ભારે ક્રોધમાં આવી જશે અને પાછળ રહેલા શંભાજીને શોધી કાઢવા ભારે સખ્તાઈ વાપરી, પૂરેપુરું વેર વસૂલ કરશે અને ફરી પાછી હાથમાં આવેલી બાજી બગડી જશે એવું મહારાષ્ટ્રના મુત્સદ્દીઓને લાગ્યું. મહારાજને પિતાને પણ એમજ લાગ્યું. મહારાજે આ બાબત ઉપર વિચાર કર્યો ત્યારે એમની ખાતરી થઈ કે આ વખતે કોઈ અજબ યુક્તિ નહિ લડાવીએ તે કિનારે આવેલું વહાણ ડૂબી જશે. ખૂબ વિચારને અંતે મહારાજને લાગ્યું કે મુગલ ચોકીપહેરાને ઢીલા પાડવા જોઈએ. પકડવા માટે બહાર પડેલા મુગલ અમલદારોનું ધ્યાન બીજી તરફ દોરવું જોઈએ. આ બધું કરવા માટે તે સંભાજીને ૫કડવાની બાબતમાં એમને તદ્દન નિરાશ કરવામાં આવે તેજ ધારી મુરાદ બર આવે એમ હતું, એટલે મહારાજે મુગલ સત્તાધારીઓ અને ચોકી પહેરાવાળાઓને મેળા પાડવા માટે ઘાટ ઘડ્યો. મહારાજે મહારાષ્ટ્રમાં આવીને જાહેર કર્યું કે યુવરાજ શંભાજીનું રસ્તામાં મરણ થયું છે. મહારાજ, દરબાર અને બીર્જ સગાંઓએ એને શોક પાળે. ચારે તરફ શંભાજીના મરણના સમાચાર ફેલાયા. આ સમાચાર બાદશાહને મુગલ જાસૂસાએ કવા. આ સમાચાર મળ્યાથી કદરતી રીતે મગલેના ચોકી પહેરા મંદ પડવા જોઈતા હતા, પણ
ઔરંગઝેબ બાદશાહ શિવાજી મહારાજની યુક્તિઓને ઘોળી પીએ એ હતો. એણે શંભાજીને શોધી કાઢવા માટે કરવામાં આવતી તપાસ બંધ કરવા માટે હુકમે છોડ્યા નહિ. બાદશાહના હુકમે નહતા, એટલે શંભાને શોધી કાઢવા માટે મુગલ અમલદાએ પોતાના પ્રયત્ન જારી રાખ્યા હતા પણ શંભાજીના મરણના સમાચાર ફેલાતાં મુગલોએ જારી રાખેલી શોધખોળ અને તપાસ ઢીલાં પડ્યાં. મહારાજે જેલી યુક્તિ કામ લાગી. શંભાજી મહારાજના પ્રવાસની અડચણો ઓછી થઈ
મોરોપંત પિંગળના નિકટના સંબંધી ત્રણ ભાઈઓ મહારાજને મથુરામાં મળ્યા હતા અને જેમને મહારાજે યુવરાજ શંભાજીને સ્વાધીન કર્યા હતા. તેમાંના બે ભાઈઓ શંભાજી રાજાની ખૂબ બરદાસ કરી. એમની માતાએ પણ શંભાજી રાજાની બહુ ચાકરી કરી. એમને કોઈ રીતની અગવડ ન પડવા દીધી. એમને ઘર યા સગાં યાદ ન આવે તે માટે ઘટતું આ બે ભાઈ અને ઘરડી માતા કરી રહ્યાં હતાં. વડિલબંધુ કૃષ્ણજીપત શિવાજી મહારાજની ટોળી સાથે ટોળીના માર્ગદર્શક તરીકે સાથે ગયા હતા, તેમને મહારાજે ઉત્તર હિંદુસ્તાનની હદ વટાવતાં જ પાછા મથુરા મેકલ દીધા. અને શંભાજીને બહુ સાચવીને સાવધાની રાખીને મહારાજનો પત્ર આવે ત્યારે મહારાષ્ટ્રમાં લઈ આવવાની ફરી સૂચનાઓ આપી. રાગઢ આવ્યા પછી મહારાજે કષ્ણાજી૫ત ઉપર પોતે લખીને પત્ર મોકલ્યો અને તેમાં યુવરાજ સંભાળ રાજાને મહારાષ્ટ્રમાં લઈ આવવાની સૂચના કરી. શિવાજી મહારાજને પત્ર મળતાંજ ત્રણે ભાઈએ સંભાજી મહારાજને મહારાષ્ટ્રમાં લઈ આવવા માટે તૈયાર થયા. મુગલોના ચકી પહેરા મેળા
Shree Sudharmaswami Gyanbhandar-Umara Surat
www.umaragyanbhandar.com