________________
૩૮૯ છે. શિવાજી ચરિત્ર
[ પ્રકરણ ૧૩ મું આપને વિશ્વાસ છે, એ અમો જાણીએ છીએ. એ વિશ્વાસ વખતે વાજબી પણ હેય, તેથી શું? ઔરંગઝેબ તે પિતાના કટ્ટા દુશ્મનને નાશ કરવાની તક આવે તે મિરઝારાજાનું પણ માને એમ નથી. મિરઝારાજાએ આપેલા વચને એમની પાસે રહેશે અને બાદશાહ પિતાનું ધાર્યું કરી જશે. આ સવાલ મિરઝારાજાને મળવા જવાનું નથી, પરંતુ આપના કટ્ટા શત્રુના કબજામાં જાતે જઈને પડવાને છે. તેના ઉપર નથી અમારા વિશ્વાસ કે નથી આપનો વિશ્વાસ. કે નથી કોઈને. મિરઝારાજાનાં વચન ભલે સાચાં હોય, પરંતુ મહારાજને જેની પાસે જવાનું છે તેના ઉપર વિશ્વાસ ન હોય તે બીજા ઉપરને વિશ્વાસ શા કામનો! વળી મહારાજ આપ આજ સુધી યવન સત્તાને નથી નમ્યા. જ્યારે તે સત્તાને નમવાને પ્રસંગ કમનસીબે આવી પડયો હતો ત્યારે આપે બહુ યુક્તિપૂર્વક શ્રી શંભાજી મહારાજને મુગલાઈની મનસબ અપાવી. એ સંકટમાંથી આપ ખૂબીથી નીકળી ગયા અને હવે હાથે કરીને દગલબાજના દરબારમાં જવું એ અમને તે જરાએ રચતું નથી. એ તે મહારાજની સલામતીને સવાલ છે એટલે અમે સેવકે આપની આગળ આપને ન રુચે તે પણ અમારો વાંધા રજૂ કરીશું. મહારાજ ! આપે તે બચપણથી મુસલમાન રાજાઓનો. એમની સત્તા અને સ્વભાવને અનુભવ લીધા છે. આપે એને પૂરેપૂરો અભ્યાસ પણ કર્યો છે. આપે એ સંબંધી અનેક અખતરા પણ અજમાવ્યા છે. છતાં આવા સંજોગોમાં ઔરંગઝેબ જેવા કટ્ટા મુસલમાન બાદશાહની પકડમાં સપડાઈ જવાના ખેલ કેમ ખેલી રહ્યા છો, એ અમે નથી સમજી શકતા. શું આપને એમ લાગે છે કે ઔરંગઝેબ આપને સહીસલામત દિલ્હીથી મહારાષ્ટ્રમાં પાછા આવવા દેશે? એને ત્યાં પિંજરે પડેલા પક્ષીની પાંખે તૂટી જ સમજવાની. પાંજરું લેઢાનું હોય કે પિત્તળનું હોય કે સેનાનું હોય, પણ પજરાની બનાવટથી સપડાએલા પક્ષીની મુક્તિના પ્રશ્નને નિકાલ નથી આવતા. મહારાજ ! અમને તે તાજુબી એ થાય છે કે, એ કપટીના જીવનને અનેક રીતે તપાસ્યા પછી એના ઉપર આપ શા કારણથી વિશ્વાસ રાખે છે? મુગલપતિના મીઠા શબ્દો અને લલચાવનારી વાતોની સોનેરી જાળમાં આપ જરા પણ ફસાએ એવા તે નથી, પણ આજે આપને આ શું સૂઝયું છે ? અમારી ખાતર, આપણા વહાલા હિંદુધર્મની ખાતર, આપ કૃપા કરી દિલ્હી જવાનો વિચાર માંડી વાળે.” મહારાજના દિલ્હી જવાના સંબંધમાં આ પ્રમાણેને વિરોધ કેટલાક સરદારોએ દર્શાવ્યો, પણ દરબારના મેટા મેટા અનુભવી અને ઘડાયેલા મુત્સદ્દીઓએ દિલ્હી જવાની તરફેણમાં પિતાના અભિપ્રાયો દર્શાવ્યા હતા. મહારાજે તે બધી વાતે સાંભળી દલીલે ધ્યાનમાં લીધી અને સંયોગો સમજીને હાથમાં લીધેલા કામને વેગ આપવા માટે દિલ્હી જવાનું સાહસ ખેડવાનો નિશ્ચય કર્યો. પિતાનો નિશ્ચય દરબારમાં જાહેર કરતાં મહારાજે કહ્યું કે, “મારે દિલ્હી જવાની વિરુદ્ધમાં જે જે સરદારએ પિતાના વિચારે દર્શાવ્યા છે તે બધાને શાંત ચિત્તે વિચાર કર્યા પછી જ મેં દિલ્હી જવાનો નિશ્ચય કર્યો છે. દિલ્હી જવા અને શ્રી ભવાનીની આજ્ઞા છે એટલે ગમે તેવાં સંકટ આવી પડશે તે પણ મારું રક્ષણ કરવા એ સર્વશક્તિમાન શક્તિ સમર્થ છે. મારા રક્ષણની ચિંતા મારે કરવાની ન હોય, ઔરંગઝેબની નસેનસનો હું ભોમિયો છું. એનું ધમધપણું, હિંદુધર્મ પ્રત્યેને એનો ધિક્કાર, મારી પ્રત્યેને એનો તિરસ્કાર, વિરોધીઓ પ્રત્યેની એની કરતા મારી ધ્યાન બહાર નથી. એના મીઠા શબ્દોથી છેતરાઈ ને કે ઠગાઈને મેં દિલ્હી જવાનો નિશ્ચય નથી કર્યો. એનાં વચનો ઉપર મને જરાએ વિશ્વાસ નથી. મને તો વિશ્વાસ શ્રી ભવાનીની પ્રેરણમાં છે. બધી બાબતનો વિચાર પૂરેપુરું કર્યા પછી જ દિલ્હી જવાનો મેં નિશ્ચય કર્યો છે. દિલ્હી જવામાં ભારે ભય છે એ વાત ખરી, પણ જામેલી મુસલમાની સત્તાને ઉખેડવી હોય તે એવા ભયથી ભાગે દહાડે નથી વળવાનો. એવા એવા તે અનેક ભયના ભેટા કરવા તૈયાર રહેવું પડશે. જિંદગીનાં જોખમો ખેડવાં પડશે. શિરસટ્ટાના ખેલ ખેલવા પડશે. સારે નસીબે અને મહારાષ્ટ્રને સદભાગ્યે મારે માટે પ્રાણ પાથરવા તૈયાર થાય, એવા સરદારે અને અમલદારે મને મળ્યા છે. મારાં માણસને મારા ઉપર અપ્રતિમ પ્રેમ છે. એ અપ્રતિમ પ્રેમ હોવા છતાં મેં હાથ ધરેલાં કામો ઉપર એમને પ્રેમ વિશેષ છે અને
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com