________________
પ્રકરણું ૧૩ મું 1 છે. શિવાજી ચરિત્ર
૩૮૭તેથી જ મને બળિયા દુશ્મનના ઘરમાં જતાં બહુ ભય નથી લાગતું. દિલ્હી દરબારમાં લઈ જઈ મારી સાથે યવન દગલબાજી કરશે, મારે વિશ્વાસઘાત કરશે, મુગલે વખતે મારો વડે લાડ કરી નાંખશે, તે મને વિશ્વાસ છે કે એ સમાચાર એક વિજળીના આંચકાની ગરજ સારશે. ધણું હિંદુ સરદાર આપણે હાથ કરેલા કામમાં તમારા સાથી થઈ જશે. કેટલાક મુસલમાની ગૂંસરી નીચેના સરદાર ખુલ્લી રીતે તમને આવીને મળે પણ ખરા. જેમને હિંદુત્વની લગની લાગી હશે તે હિંદુઓ મરણિયા થઈ જશે એટલું જ નહિ પણ મુગલ દરબારના હિંદુઓમાં પણ હિંદુત્વની જ્યોતિ પ્રગટ થશે અને કેટલાક મુગલાઈન સરદાર ખુલ્લી રીતે મુસલમાની સત્તાને સામને કરવા તૈયાર થશે. મુગલે મને ગિરફતાર કરે તે પણ તેથી આપણે હાથ ધરેલા કામને તે ફાયદો જ થવાનું છે. મુગલે વિશ્વાસઘાત કરશે તો એકાદ વ્યક્તિને તેના ભાગ થવું પડશે. જો એ વખત આવશે તે મને અંગત નુકસાન થશે. મારી જાતને એટલે મારે પિતે ઘણું ખમવું પડશે, પણ મુગલેના વિશ્વાસઘાતથી મહારાષ્ટ્રમાં મુસલમાની સત્તા સામે ક્રોધની જબરી જવાળા સળગશે. મહારાષ્ટ્ર જે ખરું રૂદ્ર સ્વરૂપ ધારણું કરે તે મુસલમાની સત્તાનાં મૂળ જડમાંથીજ ઉખડી જાય, એને મને વિશ્વાસ છે. જે વિશ્વાસઘાત કરી, મુગલે મને ગિરફતાર કરશે અથવા મારોનાશ કરશે તો મુગલ સત્તા પોતાને માટે ધેર ખોદવાનું કામ કરશે. દિલ્હી જવામાં ભારે ભય છે પણ અંતમાં તેટલેજ લાભ છે, ત્યાં જવામાં મારી જાતનું પૂરેપુરું જોખમ છે, પણ એ જોખમ માથે લેવામાં મારા ધર્મને લાભ છે, મારા દેશને લાભ છે, તો જાતના જોખમનો વિચાર કરી મારાથી ત્યાં જવાનો વિચાર કેમ માંડી વળાય ! હું અનેક માણસની કીમતી જિંદગીઓ આ પવિત્ર કામમાં હેમું છું અને આજે જ્યારે જાત ઉપર પ્રસંગ આવી પડ્યો ત્યારે હું જાત બચાવવા પ્રયત્ન કરું તે ઈશ્વર મને યશ શી રીતે આપશે? કેવળ પ્રશંસા અને વાહવાહ મેળવવા ખાતર જિંદગી વેડફી દેવા હું કદી પણ તૈયાર નહિ થાઉં, પણ મારા દેશનું કે મારા ધર્મનું બહેતર થતું હોય તો તે માટે મારી જાત કુરબાન કરવા હું તૈયાર છું. દિલ્હી જવામાં આપણને અનેક પ્રકારના લાભ થવાના છે. (૧) દિલ્હી જવાનું સાહસ ખેડવાથી હું મુગલ દરબારના રંગ ઢંગ જોઈ શકીશ. (૨) ઉત્તર હિંદુસ્થાનમાં જવાથી મારા પૂર્વજોનાં પરાક્રમના સ્થળે અને કીર્તિસ્થળે જોઈ તે સ્થાનોમાં વહેતા ઉમંગ અને ઉત્સાહના નિર્મળ ઝરણુઓનું નીર પ્રાશન કરી શકીશ. (૩) ઉત્તર હિંદુસ્થાનમાં મેટાં મોટાં તીર્થક્ષેત્રનાં દર્શન કરી શકીશ. (૪) ગંગા યમુના આદિ પવિત્ર નદીઓનાં સ્નાન કરી પાવન થવાની મને તક મળશે. (૫) ઉત્તર હિંદુસ્થાનમાં જવાથી મુગલાઈ દેટલી નક્કર છે તેનું સાચું માપ હું કાઢી શકીશ. (૬) ઉત્તર હિંદુસ્થાનની મુસાફરી દરમ્યાન સમદષ્ટિથી નિરીક્ષણ કરી મુગલાઈની પિલ કેટલી છે તેની મને જાણ થશે. (૭) ઔરંગઝેબના ધમધપણાની અસર ઉત્તર હિંદુસ્થાનના હિંદુઓ ઉપર કેટલી થઈ છે, તે હું એ મુલકમાં જાઉં તેજ જોઈ શકું. (૮) દિલ્હી જવાથી મુગલાઈના રાજપૂત સરદાર અને ખંડિયાઓમાં કેટલા મુગલાઈના ચૂસ્ત સેવકો છે, કેટલા પાકા ગુલામે છે, કેટલા મુગલાઈને વફાદાર હોવા છતાં હિંદુત્વનું અભિમાન ધરાવનારા છે અને કેટલા ઉપરથી વફાદાર હોવા છતાં અંદરથી મુગલાઈન નાશમાં રાજી છે, એ હું જાણી શકીશ. (૯) મુગલાઈના મુસલમાન સરદારેમાં પણ કંઈ અસંતોષ છે કે કેમ
અને તે હોય તે ક્યા ક્યા સરદારો અંદરથી મુગલ સત્તા પ્રત્યે બળી રહેલા છે અને એ સરદારો કેટલા પાણીમાં છે, તે હું તારવી શકીશ. ક્યા કયા સરદારોમાં દિલ્હીપતિ પ્રત્યે અસંતોષ છે અને તેમાંના કેટલાના અસંતોષને ફૂંકવાની જરૂર છે, એની પણ હું ઉત્તરમાં જઈશ તે માહિતી મેળવી શકીશ. (૧૦) ત્યાં જાઉં તે જ મુગલ દરબારના સર્વે રાજપૂત રાજાઓ અને હિંદુ સરદાર સાથે સ્નેહ બાંધી શકીશ. સ્નેહી બન્યાથી બધાએ સરદાર કંઈ આપણું મળતિયા નથી થઈ જવાના અને મુગલની સામે આપણને મદદ કરવા છડે ચોક બહાર નથી પડવાના એ હું જાણું છું, છતાં સ્નેહ કદાપી નકામે નથી જતો. વિરોધ કરવાનો વખત આવે તો એવા સ્નેહીઓ મુગલાઈના પ્રતિનિધિ બનીને આપણો વિરોધ કરશે. પણ એટલું તે ખરું જ કે દુશ્મન તરફથી સાધારણ સ્નેહ વગરને સરદાર જેટલી કડવાશ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com