________________
પ્રભુ ૧૨ મું]
છે. શિવાજી ચરિત્ર
અને ભેગા
ચડાઈમાં મહારાજની મદદના સબંધમાં નક્કી પણ કર્યું હતું, એટલે મુગલ અને મરાઠા મળીને બિજાપુર ઉપર ચડાઈ કરવાના હતા. આ સંબંધમાં મુગલ બાદશાહના હુકમ આવતાંજ મુગલા બિજાપુર ઉપર ચડાઈ કરવાની તૈયારી કરવા લાગ્યા. શિવાજી મહારાજને પણ મદદ માટે ખેલાવવામાં આવ્યા. રાજા જયસિંહૈ બે લાખ રૂપીઆ લશ્કરના ખર્ચ માટે શિવાજી મહારાજને માકલી આપ્યા અને તાકીદે તૈયારી કરી કુમ આવવા જણાવ્યુ` ( શેશાકી રેડ્ડી ). મિરઝારાજાના હુકમ આવતાંજ શિવાજી મહારાજ પેાતાના સેનાપતિ નેતાજી પાલકર તથા ૨૦૦૦ હયદળ અને ૯૦૦૦ પાયદળ લઈ ઈ. સ. ૧૬૬૫ના નવેમ્બર માસમાં મુગલાને આવી મળ્યા ( કીંક્રેડ પારસનીસ ). મુગલ અને મરાઠાઓ ખતે ભેગા મળીને બિજાપુર ઉપર ચાલ્યા. લટજીના નિંબાળકર જે આદિલશાહીના સરદાર હતા તયા શિવાજી મહારાજના નિકટના સગા હતા તેમના ઉપર મહારાજે ચડાઈ કરી. મહારાજ અને નિબાળકર વચ્ચે જખરુ' યુદ્ધ થયું. આખરે નિબાળકરની હાર થઈ અને મહારાજે લટણ સર કર્યું. મહારાજના ચાવળા લશ્કરે વાડીનેા કિલ્લા કબજે કર્યાં અને તે ગાળાના કેટલાક મુલક જીતી લીધા, ખીજા કેટલાક કિલ્લાએ પણુ લીધા. તે પછી મહારાજે ક્રાંણુમાં બિજાપુર મુલક ઉપર રાત્રે છાપા માર્યાં અને આદિલશાહી લશ્કરને રફે તફે કરી નાખ્યું. શિવાજી મહારાજનાં પરાક્રમ અને બહાદુરી સંબંધી રાજા જયસિંહૈ બાદશાહને લખી જણાવ્યું ત્યારે ઔર'ગઝેબ બાદશાહે શિવાજી મહારાજને એક પત્ર લખી જણાવ્યુ કે “ બાદશાહ મહારાજનાં પરાક્રમ સાંભળી અતિ રાજી થયા છે. ' મહારાજને એમની હિંમત અને બહાદુરી માટે બાદશાહે સાબાશી આપી અને એમના શૌર્યની કદર કરી. મહારાજને એક રત્નજડિત કટાર તથા કીમતી વસ્ત્રઓ માલ્યાં. મુગલ અને મરાઠાઓનાં લશ્કર પુરંદરથી મંગળવેઢા સુધી આદિલશાહી મુલકા કબજે કરતાં કરતાં આગળ વધતાં હતાં. મગળવેઢાના કિલ્લાને મુગલાએ ધેરા ધાણ્યેા: સરદાર ખવાસખાન અને સરદાર સીઝેખાન નામના બે નામીચા લશ્કરી અમલદારાની સરદારી નીચે આદિલશાહે ૧૨૦૦૦ માણસાનું ચુનંદુ લશ્કર સામના કરવા મેકલ્યું. અલી આદિલશાહે મુસલમાન સરદારની કુમકે કલ્યાણીના જાદવરાય અને શિવાજી મહારાજના ભાઈ વ્ય་કાજી રાજા બાંસલે, એ એ મરાઠા સરદારાને મેાફલ્યા હતા. મંગળવેઢાથી ૧૦ માઈલ દૂર ૨૫ મી ડિસેમ્બરને રાજ આલિશાહી લશ્કર અને મુગલ મરાઠાઓના ભેગા લશ્કરના ભેટા થયા. આદિલશાહી લશ્કરે આ વખતે સમરાંગણુને લગતી સુંદર વ્યૂહરચના કરી હતી. દિલેર ખાન અને શિવાજી મહારાજનું લશ્કર એમણે યુક્તિથી થકવી નાખ્યું હતું, પશુ મુગલા પેાતાની છાવણી તરક્ વળ્યા એટલે આદિલશાહી લશ્કરે મુગલા ઉપર બહુ સખત હુલ્લે કર્યાં. આ હલ્લા મુગલાને બહુ ભારે થઈ પડયો. પણ નેતાજી પાલકરે બહુ હિંમતથી સામને કર્યો અને કિરતસિંહ મદદે આવી પહોંચ્યા ત્યાં સુધી આદિલશાહી લશ્કરની સામે ટક્કર લીધી, આદિલશાહી લશ્કર આખરે પાછુ હઠવું. આ લડાઈમાં આદિલશાહી તરકથી કાજી રાજા ભોંસલે તથા મસવડવાળા માતે સરદારે ભારે પરાક્રમ કર્યાં હતાં. અલી આદિલશાહે જાણ્યું કે આ તેના નાશની પળ હતી. આ વખતે જો જરાપણુ ઢીલ થશે તા બાદશાહી ઉખડી જશે એની એને ખાતરી હતી. અલીએ ચારે તર* માણસા માકલી. પોતાના લશ્કરને ભેગું કર્યું અને મુગલાને બિજાપુરી પાણી બતાવવા માટે કમર કસી પેાતાના લશ્કરની ટુકડી પાડી જુદા જુદા અનુભવી સરદારની સરદારી નીચે મુગલા ઉપર ચડાઇ કરવા અને ધસી આવતા લશ્કરને હેરાન કરવા રવાના કરી. મુગલ લશ્કર ખીજાપુર તરફ્ ધસી આવતું હતું. મુગલા બિજાપુરને ઘેરા બાલશે એવી ખિજાપુરના ખાદશાહની અટકળ હતી, એટલે બિજાપુરની આજુબાજુના મુલક બાદશાહે ઉજડ કરી નંખાવ્યા. મુગલ લશ્કરને પાણીની તંગી ભાગવવી પડે અને પાણી વગર હેરાન થઈ થાકી જાય, તે માટે ઘણા કુવામાં ઝેર નાંખવામાં આવ્યું. મુગલાને ખારાકની ચીજો ન મળે અને ચદી ચારે તથા બ્રાસદાા ન મળે તે માટે મુલકાને વેરાન કરી નાંખ્યા હતા. એવી રીતે બિજાપુરવાળાઓએ જબરી તૈયારી કરી હતી. જયસિંહ રાજાના લશ્કરની ટુકડી ખીજે મેલવી પડે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
૩૯.
www.umaragyanbhandar.com