________________
૩૦
છે. શિવાજી ચરિત્ર
અને તેથી
[ પ્રકરણ ૧૨ સુ મુગલ લશ્કરનું ખળ વહેંચાઈ જાય, માટે મુગલ મુલકા ઉપર બિજાપુરી ટુકડીઓએ હુમલા કરવા માંડ્યા. મુગલા ઉપર હલ્લા કરી, તેમને હેરાન કરવાની પદ્ધતિ બિજાપુરવાળાઓએ સ્વીકારી. બિજાપુર અને મુગલા વચ્ચે જખરું યુદ્ધ જામ્યું. આ ચડાઈમાં મિરઝારાજા પેાતાનું ભારે તાપખાનું સાથે લાવ્યા ન હતા, કારણકે બિજાપુર તા તેના ઉપયોગ વિના જ સર થઈ જશે એવો સુગલાની માન્યતા હતી. ક્રૂત્તેહજંગખાન નામનેા મુગલ અમલદાર ઔર ગાબાદથી મિરઝારાજાની છાવણી માટે નાણાંની તીજોરી લઇ આવતા હતા તેની ખબર આદિલશાહી સેનાપતિને પડી એટલે એણે મુગલ તીજોરી (ખળને) લૂંટવા માટે લશ્કરની ટુકડી મોકલી. ખિનપુરી લશ્કર તેજંગખાન માટે કૂચ કરી નીકળ્યું અને એને પારંડા અને સેાલાપુરની વચ્ચે પકડી પાડ્યો. તે જંગખાતે મુગલ ખજાનાને બહુ બહાદુરીથી બચાવ કર્યો, પણ આખરે લડતાં લડતાં રણમાં પડ્યો અને ખજાના આદિલશાહી લશ્કરને હાથ લાગ્યા. બીજું બિજાપુર બાદશાહે ગાવળકાંડાના સુલતાનને પેાતાની કુમકે અણુવાની ગાઠવણુ કરી હતી. મુગલાને એની ખબર પડી ગઈ. આ બે સગાએ ભેગા થઈ જાય તે મુગલાઇને ભારે થઇ પડે એમ છે, એ વાત જયસિંહ જાણતા હતા અને શિવાજી મહારાજની દીર્ધદષ્ટિ અને મુત્સદ્દીપણાથી પણ એ વાકેફ હતા, એટલે એ ભારે ગૂંચવણમાં પડ્યો. મુગલાને આદિલશાહી લશ્કરે દાદ ન આપી, એટલે જયસિંહને ચિંતા થઈ. દિલેરખાન તા જયસિંહ રાજાના કાન મહારાજની વિદ્ધમાં ભંભેર્યા જ કરતા હતા. શિવાજી મહારાજ કઈક ગે રમે છે એવું જયસિંહ રાજાના મનમાં ઠસાવવાને પ્રયત્ન લેિરખાન કરી રહ્યા હતા. તે વખતના મુગલ તાપખાનાના ઉપરી અમલદાર મુનશી જણાવે છે કેઃ— દિલેરખાને શિવાજી મહારાજને મારી નાંખવાની સૂચના અનેક વખતે જયર્સિંહને આપી હતી અને એ સૂચનામાં લેરખાન તે એટલે સુધી આગળ વધ્યેા હતા કે જો શિવાજીને નાશ કરવાની એટલે એને મારી નાંખવાની જયસિંહને હિંમત નહાય તે શિવાજીને પૂરા કરવાની પરવાનગી એને આપવાની એ વિનંતિ કરતા હતા. ' મહારાજ ઉપર ક્લેિરખાન અલ્યાં જ કરતા હતા અને વારવાર શિવાજી મહારાજની વિરૂદ્ધમાં મિરઝારાજાને ઉશ્કેરવાના પ્રયત્ને કરી જ રહ્યો હતા. રાજા જયસિંહને લાગ્યું કે ગમે તે યુક્તિથી શિવાજી મહારાજને દક્ષિણુમાંથી દૂર મેકલવામાં આવે તે જ મુગલાઈની આબરૂ સચવાય એમ છે કારણકે જો ન કરે નારાયણુ અને દિલેરખાનના વનથી વખતે શિવાજી મહારાજ વાંકા થઈને એસે અને બિજાપુર તથા ગાવળકાંડાને મળી જાય તો મુગલાજીનું નાક દક્ષિણમાં તે કપાઈ જ જાય. શિવાજી મહારાજને વિાધો બનાવ્યા વગર દક્ષિણમાંથી દૂર કરવાના જયસિંહ રાજાએ ઘાટ રચ્યા. આ ધાટ રચવામાં મુગલાઈને દક્ષિણમાં મજબૂત કરવાના જયસિંહના હેતુ હતા. ઇ. સ. ૧૬૬૬ ના ફેબ્રુઆરીમાં મિરઝારાજાએ ઔર'ગઝેબ બાદશાહને લખ્યું હતું કે “હવે આદિલશાહ અને કુતુબશાહુ આપણી વિરૂદ્ધ ભેગા મળ્યા છે અને આ સંજોગામાં શિવાજીનું દિલ આપણા તરફ ખેંચી લેવાની ખાસ જરુર છે. બાદશાહ સલામતની મુલાકાત માટે તેને ઉત્તર હિંદુસ્થાનમાં મેકલી દેવાની મને ખાસ જરુર જણાય છે ” ( ૫. સા. સં. ૧. નં. ૧૧૧૨) આ અને આવા કેટલાક અણુધાર્યાં બનાવાને લીધે મિરઝારાજાને પાછું ફરવું પડયું. મિરઝારાજાએ ભીમા નદી પાર મુગલ મુલકમાં આવી મુકામ કર્યાં.
”
""
મુગલ અને બિજાપુરની વચ્ચે વિગ્રહ ચાલી રહ્યો હતા, તે દરમિયાનમાં શિવાજી મહારાજે રાજા જયસિંહને જણાવ્યું કે:— મને પનાળા કિલ્લાને ધેરા ઘાલવા દો. એ પ્રાંતમાં હું એવી સ્થિતિ કરી મૂકીશ કે બિજાપુરવાળાને પેાતાના લશ્કરના બે ભાગ કરવા જ પડે. મિરઝારાજાએ તેમ કરવા શિવાજી મહારાજને રત્ન આપી. મહારાજે પનાળે જઈ ગઢ ઉપર મારા ચલાવ્યા. ઘણા ઝનુનથી લડાઈ થઈ. મહારાજના ધણા ચાહ્યા માર્યા ગયા પણ ગઢ હાથ ન આવ્યા. પછી શિવાજી મહારાજે ઊંડા કિલ્લો કબજે કરવાના' પ્રયત્ન કર્યાં, પણ આ કિલ્લાના સરદાર રૂસ્તમઝમાનાહે બહુ બહાદુરીથી બચાવ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com