________________
392
છે. શિવાજી ચરિત્ર
[ પ્રકરણું ૧૨ મું
સાથે મિરઝારાજાએ ચર્ચી હતી અને જ્યારે મુગલે બિજાપુર ઉપર ચડાઈ કરે ત્યારે શિવાજી મહારાજે પેાતાના લશ્કર સાથે બિજાપુરને તેાડવામાં મદદ કરવી એવું નક્કી થયું હતું.
શિવાજી મહારાજના પત્ર ઔર'ગઝેબ બાદશાહને મળ્યા. મિરઝારાજાના પત્રા પણ બાદશાહને મળ્યા. તેના જવાબમાં બાદશાહે નીચેની મતલબના પત્ર લખ્યા હતાઃ— તમારા બહુ નમતાઈભર્યાં પત્ર રાજા જયસિંહની સાથેની મુલાકાત સંબંધી આબ્યા, તે મળ્યા. તમે તમારાં મૃત્યા માટે માફી માગી એ જોઈ અમને આનંદ થયા છે. ત્યાંના અમારા અમલદારે। અમને જણાવે છે કે તમને તમારાં કૃત્યોને પશ્ચાતાપ થયા છે અને તમે આ રાજ્યના આશ્રય લીધો છે. ૧૨ કિલ્લાએ તથા તેને લગતા મુલક પોતાને માટે રાખીને ૩૦ કિલ્લાઓ અમારા અમલદારે ને તમે સ્વાધીન કર્યો છે. નિઝામશાહીના કિલ્લા અને તેને લગતા મુલક તથા તળ કાંકણને આદિલશાહીના મુલક જે તમારે કબજે છે તે તથા બાલાબાટના મુલકા પૈકી આસરે ૫ લાખ હૈાનની વાર્ષિક આવકના મુલક તમારે સ્વાધીન રાખવા સંબંધમાં તમે બાદશાહી ફરમાનની માગણી, દર વરસે ૩ લાખ હેાન આપવાની શરતે કરા છે. આ સંબંધમાં તમને જણાવવાનું કે તમે એવાં કૃત્ય કર્યો છે કે એની માફી તમને આપી શકાય એમ છે જ નહિ, પણ રાજા જયસિંહે તમારે માટે સખત ભલામણ કરી છે, તેથી તમારી ઈચ્છા મુજબ ૧૨ કિલ્લાએ અને તેને લગતા મુલક તમને આપવામાં આવે છે. આ ઉપરાંત તમે બીજી જે માગણીઓ કરી, તે સંબંધમાં જણાવવાનું કે તમે તમારા લશ્કર સાથે રાજા જયસિંહને બિજાપુરની ચડાઈમાં મદદ કરશે તો એ ચડાઈમાં ત્તેહ મળ્યા પછી તમારી માગણીએ સ્વીકારવામાં આવશે. હમણાં તે તમારા પુત્રને આ રાજ્યમાં મનસમ આપીને પંચહુજારી બનાવ્યેા છે અને તમારે માટે પણ આ સાથે પેાશાક રવાના કર્યાં છે. આ કમાન પુંજાના નિશાન સાથે રવાના કર્યું છે. હવે પછી તમે આ રાજ્યના હિતમાં નાના મોટા પ્રસંગાએ મદદગાર રહેશે અને તેમ કરવામાં જ તમારું હિત છે એની ખાતરી રાખજો. ”
૫. મુગલ-મરાઠાના આદિલશાહી ઉપર હુલ્લા.
મુગલ ખાદશાહેાની દક્ષિણનાં મુસલમાની રાજ્યાને ગળી જવાની દાનત મૂળથી હતી. મુગલ બાદશાહેાનું એના સંબંધમાં એમ કહેવું હતું કે દક્ષિણુનાં બધાં મુસલમાની રાજ્યે દિલ્હીપતિના તાખાનાં અથવા ખડિયાં રાજ્યા હતાં, પણ દિલ્હીના બાદશાહેા નબળા પડ્યા ત્યારે તેને લાભ લઈ, ધણા સરદારા અને ખડિયા રાજાએ દિલ્હીપતિની ઝૂસરી ફેંકી દઈ, સ્વતંત્ર બની ગયા હતા. તેમાં દક્ષિણુના મુસલમાન રાજાઓને સમાવેશ થાય છે અને હવે જ્યારે દિલ્હીની સત્તા મજબૂત થઈ છે, ત્યારે એ દિલ્હીપતિની નબળાઈ ના લાભ લઈ સ્વતંત્ર ખનૌ ખેડેલાં રાજ્ગ્યાને પાછાં ડ્યૂસરી નીચે લાવવાના દિલ્હીના માગલ બાદશાહેાના પ્રયત્ન હતા. એ રીતે દિલ્હીપતિ અકબર બાદશાહે ગુજરાત, ખાનદેશ અને બંગાળાના સ્વતંત્ર બની ગએલા રાજાઓને દિલ્હીની ઝૂસરી નીચે આણ્યા. શહેનશાહ શાહજહાને અહમદનગર સર કર્યું. બિજાપુર અને ગાવળકાંડાને ગળી જવાના પ્રયત્ને મુગલ બાદશાહે કર્યાં જ કરતા હતા પણ મુગલપતિ ઔરંગઝેબે તે ગળી જવાનેા નિશ્ચય કર્યાં હતા.
શિવાજીને સીધો કરવાના કામમાં, તેને મુગલ સરદાર આગળ ઘુટણીએ પાડવાના કામમાં, તેને નમાવવાના કામમાં બિજાપુરના અલી આદિલશાહે મુગલપતિના કહેવાથી રાજા જયસિંહને મદદ કરી હતી છતાં શિવાજીને પતાવ્યા પછી, દિલ્હીના ઔરગઝેબ બાદશાહે બિજાપુર અને ગેાવળકાંડાને જમીનસ્ત કરવા અથવા તે ન અને તે તેમને નમાવી મુગલપતિની શરતે મુલ કરે, એવા ખનાવવા રાજા જયસિહ અને સરદાર લેિરખાનને હુકમ આપ્યા. અણી વખતે અલી આદિલશાહે ગા દીધો અને તેથી મુગલે આગળ નમવું પડયું, એ બનાવથી શિવાજી મહારાજ મલી આદિલશાહ : ઉપર ભારે ક્રોધે ભરાયા હતા અને મિરઝારાજાએ બિજાપુર ઉપરની
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com