________________
છ. શિવાજી ચરિત્ર
[ પ્રકરણ ૧૩ મું મહારાજ ઉપર મોકલવામાં આવ્યો. મરાઠા અને આદિલશાહી લશ્કર વચ્ચે ભારે લડાઈ થઈ મરાઠાઓ આ લડાઈમાં હારી ગયા (શેશાબીરેઢી ‘શિવાજી' ). આવી રીતે મહારાજ ચારે તરફથી આફતમાં ઘેરાઈ ગયા હતા. આ સંજોગોમાં ગમે તે શરતે પણ મુગલ સાથે સલાહ કરવાને મહારાજે નિશ્ચય કર્યો અને જે મુગલ કોઈપણુ શરતે નજ માને તે બિજાપુરવાળા સાથે મળી જઈ મુગલની સાથે આખરના ખેલ ખેલી લેવાન મહારાજ અને તેમના મુત્સદીઓએ વિચાર કર્યો. ગમે તેવી કુનેહથી વખત ગાળી આવી પડેલાં વાદળાં વિખેરવા મહારાજ ઈચ્છતા હતા.
દિલેરખાને મરાઠાઓની સમશેરને પુરંદર આગળ બરાબર સ્વાદ ચાખ્યો હતે. મરાઠાઓ આટલા બધા સમરકુશળ, ચાલાક, હિંમતવાળા અને શૂરવીર હશે, એવું દિલેરખાનને સ્વને પણ લાગ્યું ન હતું. જયસિંહે પણ જોયું કે શિવાજી સાથે સલાહ કરવામાં જ લાભ છે, પણ શિવાજીની અડચણે અને આફતનો લાભ મુગલેને જેટલો અપાય તેટલે આપવાનો જયસિંહે ઘાટ ઘડયો હતો. શિવાજી માટે જયસિંહના દિલમાં માન હશે પણ શિવાજીની સત્તા તેડવા માટે અને એની સ્થિતિને લાભ લેવા માટે જયસિંહ હમેશ તૈયાર જ હતે. મરાઠાઓની સ્થિતિને વિચાર કરી શિવાજી મહારાજ પણ મગલે સાથે ગમે તે શરતે સુલેહ કરવા ઈચ્છતા હતા. શિવાજી સલાહ માગતા હતા અને જયસિંહ પણ તે જ ઈચ્છતા હતા. પુરંદરના કિલ્લામાં મરાઠાઓનાં ઘણાં આબરૂદાર કુટુઓ ઘેરાઈ ગયાં હતાં. ધણુ બાળબચ્ચાંવાળાએ પણ કિલ્લામાં જ હતા. એ બધાને વિચાર કરી, શિવાજી મહારાજ પુરંદરને મુગલે કબજે કરે અને અંદરનાં કુટુઓનો શત્રુ છલ કરે તે પહેલાં સુલેહ કરવા બહુ જ આતુર હતા. પિતાનાં થોડાં વિશ્વાસુ માણસોને સાથે લઈ શિવાજી મહારાજ જયસિંહ રાજાની મુલાકાત માટે નીકળ્યા. પિતાના વકીલ રઘુનાથપતે મહારાજને જયસિંહ સાથે થએલી બધી વાતચીત વીગતવાર જણાવી હતી. પિતાની સહીસલામતી માટે મહારાજને જયસિંહ રાજા ઉપર પૂર્ણ વિશ્વાસ હતો.
શકે ૧૫૮૫ ના અષાડ સુદ ૧૦, ઈ. સ. ૧૬૬૫ ના જુન માસની ૧૨ મી તારીખે શિવાજી મહારાજ પિતાના કેટલાક મુત્સદ્દીઓ સાથે જયસિંહની છાવણી નજીક આવી પહોંચ્યા. તે દિવસે જયસિંહ રાજા સવારે નવ વાગે પુરંદર નજીકની પિતાની છાવણીમાં, પિતાના તંબુમાં કચેરી ભરીને કામ કરી રહ્યો હતો. તે વખતે રધુનાથપંત વકીલ એની પાસે જઈ પહોંચ્યા અને જણાવ્યું કે – “શિવાજી મહારાજ આપને મળવા માટે નજીક આવી પહોંચ્યા છે. રાજા જયસિંહે તરતજ પિતાના કારભારી ઉદયરાજ અને ઉગ્રસેન કછવાને શિવાજી મહારાજ પાસે મોકલ્યા. બંનેએ જઈને મહારાજને જણાવ્યું કે મિરઝારાજાનું કહેવું છે કે શિવાજી મહારાજ પોતાના કિલ્લાઓ એમને આપવા તૈયાર હોય તે જ મુલાકાતને કાંઈ અર્થ છે.” મહારાજે આ સાંભળ્યું અને “મિરઝારાજાની ઈચ્છા મુજબ થશે” એમ કહી આગળ વધ્યા. તંબુના દરવાજા આગળ મિરઝારાજાના પગાર કરનાર અમલદાર જાનીએગે શિવાજી મહારાજને માન આપ્યું અને એમને અંદર દાખલ કર્યા. જયસિંહ રાજા શિવાજી મહારાજને લેવા માટે પિતાની જગ્યા ઉપરથી ઉઠી થોડાં પગલાં આગળ આવ્યા અને મહારાજને ભેટયા. વિશ્વાસ
ત કે કંઈ કાવવું ન થાય તે માટે મિરઝારાજાના અંગરક્ષકે શ સાથે ઉભા હતા. મિરઝારાજાએ શિવાજી મહારાજને પિતાની ગાદી ઉપર પિતાની પાસે બેસાડવા. બંનેએ એકબીજાને ક્ષેમકુશળ પૂછા. મિરઝારાજાએ શિવાજી મહારાજને પોતાની પાસે જ ઉતારે આપે. મહારાજ સાથે મિરઝારાજાએ બહુ જ માયાળ વર્તન રાખ્યું હતું. મિરઝારાજાને પણ મરાઠા બળને બરાબર ખ્યાલ આવી ગયે હતે. શિવાજી મહારાજની સ્થિતિ આ વખતે નબળી હતી એની મિરઝારાજાને પૂરેપુરી ખબર હતી અને મહારાજને એક એક કિલ્લો લેતાં મુગલ સરદારને નાકે દમ આવી જાય એમ છે એનું પણ જયસિંહ રાજાને પૂરેપુરું ભાન હતું. આ સંજોગોમાં તહનામું કરી વિપ્રહ બંધ કરવા મુગલે ૫ણું રાજ હતા. જ્યાંસહ રાજાએ શિવાજી મહારાજ સાથે ખાનગીમાં ઘણી વાતો કરી. સુલેહની બાબતમાં વાત શરૂ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com