________________
પ્રકરણ ૧૨ મું] છે. શિવાજી ચરિત્ર
૩૦ એમને શર ચઢાવવા કહ્યું -આપણું વહાલા ધર્મના રક્ષણ માટે શિવાજી મહારાજે જે જંગ માં છે તેમાં મારા પતિએ પ્રાણની આહૂતિ આપી છે. તમે જે શૌર્ય અને હિંમત બતાવ્યાં તે જોઈ દુશ્મન પણ ચકિત થઈ ગયું છે. ધર્મના રક્ષણ માટે, સ્ત્રીઓ અને અબલાઓના રક્ષણ માટે રણે ચડેલા શિવાજી મહારાજની સેવામાં તમારો સરદાર રણમાં પડ્યો છે. એમનું અધુરું કામ આપણે બધાં મળીને પૂરું કરીશું. તમે જરા પણ હિંમત હારતા નહિ. મારા નાથ ગયા, તમારા સરદાર ગયા અને તેજ રસ્તે આજે નહિ તે કાલે આપણે બધાને જવાનું છે. બહાદુર યોદ્ધાઓ! પથારીએ પડી નાઈલાજે લાચારીથી મરણને શરણ થવા કરતાં શત્રુને સંહાર કરતાં મરણને ભેટવું એજ વીરને શોભે. તમારા સરદારની ગેરહાજરીમાં હું તમારી સરદારી સ્વીકારું છું. મરવું તે એક ફેરા છે જ, તે પછી વીરના મરણે કેમ ન મરવું? શુરા સૈનિકે ! ગમે તેવાં સંકટો આવે તે પણ હિંમત હારતા નહિ. પુરંદરનું રક્ષણ કરતાંજ રણમાં પડવાને તમે નિશ્ચય કરે. મારા વહાલા પતિએ જે પુરંદરના રક્ષણ માટે પ્રાણું બેયા તેજ પુરંદરના રક્ષણમાં હું ખપી જવા માટે તૈયાર થઈ છું. બહાદુર સૈનિકે ! દુશમનનું દળ બહુ મોટું છેતેથી જરા પણ ગભરાતા નહિ. આખરે જય આપણાજ છે, એ વાત નિર્વિવાદ છે. આપણી સંખ્યા નાની છે, પણ આપણે જગતને બતાવી આપીશું કે મૂઠીભર મરણિયાઓ હજારેને ભારે પડે છે. હિંદુ ધર્મના દુશ્મનને નાશ કર્યા સિવાય હિંદુઓ જપીને બેસી જ ન શકે. આ સ્થિતિમાં આરામ આપણને હરામ છે.” ઉપર પ્રમાણે બાઈ એ લશ્કરને શૂર ચઢાવ્યું. બાઈએ બખ્તર પહેર્યું અને હાથમાં નાગી તલવાર લઈ પુરંદરનાં બુરજ ઉપર ઉભી રહી અને ત્યાં રહીને એણે ઘેર ઘાલીને પડેલા દુશ્મનના લશ્કર ઉપર તેને મારો ચલાવવાને હુકમ કર્યો. પિતાના સરદારની સ્ત્રીએ સરકારી લીધેલી જોઈ મરાઠાઓને શૂર ચઢયું. મુગલ છાવણી ઉપર મરાઠાઓને મારો શરૂ થયો. મરાઠાઓએ આ બાઈની સરદારી નીચે મરણુપર્યત ગઢ સાચવવાને નિશ્ચય કર્યો. બાઈએ ગઢ પરિની તેને સરબત્તી આપવાનો હુકમ કર્યો. તેને આ વખતને માર ભારે હતા. બંને લશ્કરે લડતાં હતાં એવામાં શિવાજી મહારાજે પુરંદરની મદદે લશ્કરની એક ટુકડી એકલી હતી તે આવી પહોંચી. આ ટુકડીએ મગલ લશ્કર ઉપર હુમલો કર્યો. આવી રીતે કિલ્લાની અંદરથી અને બહારથી એમ બંને બાજુએથી મારે થતાં મુગલેનાં ઘણાં માણસે માર્યા ગયાં પણ મુગલેએ ગમે તેટલું નુકસાન થાય તે ૫ણ ગઢ કબજે કર્યા સિવાય પાછા ફરવું નહિ એ નિશ્ચય કર્યો હતો તેથી મુગલો પાછા ફર્યા નહિ. મરાઠા સરદારનું શૌર્ય, માવળાઓનાં પરાક્રમ, શિવાજી મહારાજની કુનેહ વગેરે જોઈ દિલેરખાન મનમાં શરમાય અને એણે પિતાને માથેથી પાઘડી કાઢી નાંખી પુરંદર કબજે કર્યા સિવાય પાઘડી નહિ પહેરવાની પ્રતિજ્ઞા લીધી. પુરંદર આગળ તે મુગલ અને મરાઠાઓ બંને જીદ્દે ચડ્યા હતા. આ વખતે શિવાજી મહારાજની ખરી કસોટી થઈ રહી હતી. આ વખતે મહારાજનાં શૌર્ય અને હિંમત કરતાં કુનેહ અને મુત્સદ્દાપણાની પરીક્ષા થવાને વખત આવી પહોંચ્યા હતા.
મુગલ લશ્કરની ટુકડીઓએ શિવાજી મહારાજના મુલકને વેરાન કરી મૂક્યો હતો. મુગલેએ મહારાજની પ્રજાને ખૂબ હેરાન કરી હતી. મહારાજના મુલકના જુદા જુદા ભાગને સતાવવા માટે મુગલ લકરની ટુકડીઓ મોકલવામાં આવી હતી. શિવાજી મહારાજને ચારે તરફથી હેરાન કરી દાબી દેવાનેઘાટ ઘડવામાં આવ્યો હતો. અનેક અડચણો અને આફતોની ચિંતામાં મહારાજ હતા. એવામાં સરદાર મુરારબાજી પુરંદરના કિલ્લાનું રક્ષણ કરતાં રણમાં પડવાના માઠા સમાચાર મહારાજને મળ્યા. પિતાના આ નિમકહલાલ અને સ્વામીનિછ સરદારનું મરણ સાંભળીને મહારાજના દિલને આંચકે લાગ્યા. મરારબાજીનું શૌર્ય, તેની હિંમત, તેની પતિવ્રતા સ્ત્રીએ બતાવેલી બહાદુરી, મરાઠાઓએ કરેલાં પરાક્રમ વગેરે સાંભળી મહારાજના મનનું સહેજ સમાધાન થયું. મુગલેની ઉશ્કેરણીથી બિજાપુરવાળાએ પણ શિવાજી મહારાજના મુલકની સતામણી શરૂ કરી. આદિલશાહી સરદારને એક વાર સાથે શિવાજી -
Shree Sudhammaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com