________________
૭૭૨ છે. શિવાજી ચરિત્ર
[ પ્રકરણ ૧૩ મું સમરાંગણ ઉપર મોકલ્યા. મુગલેએ આ વખતે જીવની આશા મૂકી દઈ મરાઠાઓ ઉપર મરણિયો કર્યો. મરાઠા અને મુગલે વચ્ચે યુદ્ધ જામ્યું. દિલેરખાન પાસે જબરું લશ્કર હતું, એટલે મરાઠાઓ થાક્યા અને જીતવાની આશા મૂકી દઈ આખરનો હલે કર્યો. સરદાર મુરારબાજીએ પિતાના ચૂંટી કાઢેલા ૬૦ યોદ્ધાઓ સાથે લીધા અને એ વીર દિલેરખાન ઉપર તૂટી પડ્યો. આ વખતે મુરારબાજીમાં અજબ વીરશ્રીએ સંચાર કર્યો હતો. કોઈ દૈવી શક્તિ જાણે એનામાં ઘૂમી રહી હોય એવી રીતે અસાધારણું બળ અને ચપળતાથી એણે કામ લેવા માંડયું. ઘણુ મુગલ અને પઠાણુ વીરેને એણે રણભૂમિ ઉપર સૂવાડવા. આવી રીતે શત્રુને કાપતો કાપતે વીર મુરારબાજી દિલેરખાનની તદન નજીક ખાવી પહોંચ્યા. મુરારબાજીનાં પરાક્રમ જોઈ દિલેરના અંતઃકરણમાં એને માટે ભારે માન ઉત્પન્ન થયું. મુરારબાજી દિલેરખાન ઉપર ધસીને જતા હતા, એટલે એના ઉપર મુગલ દ્ધાઓએ જબરો મારો ચલાવ્યું. ભારે ચપળતાથી એ પોતાની તલવાર વીંઝી રહ્યો હતો. ભારે વેગથી આગળ ધસવા જતાં, મુગલ દળને કોઈ શૂર દ્ધાએ એના ઉપર ઘા કર્યો. મુરારબાજીએ ચપળતાથી શરીર બચાવ્યું, પણ એના હાથમાંની ઢાલ પડી ગઈ. મુરારબાજીએ બહુ સફાઈથી અને ચાલાકીથી તલવારને પટે ચાલુ રાખી બીજે હાથે કમરનું સેલું કાઢી હાથ ઉપર લપેટી દીધું અને એના ઉપર એ દુશ્મનના ઘા ઝીલવા લાગે. આ તેની હિંમત, શૌર્ય અને સ્વામીભક્તિ જોઈ, દિલેરખાનને લાગ્યું કે આવા વીર પુરષને અપનાવી લેવામાં લાભ છે, એટલે મુરારબાજી કતલ કરતે કરતે તદ્દન નજીક આવી પહોંચે ત્યારે દિલેરખાને કહ્યું:-“ સરદાર મુરારબાજી, તું સાચે વીર છે, તું જબરે યોદ્ધો છે. આજે તારું શૌર્ય અને શૈર્ય જોઈ હું ચકિત થઈ ગયો . તારા જેવા વીર તે મુગલ સમ્રાટના સૈન્યમાં શોભે. હું તને અભય આપું છું, તું મારે સ્વાધીન થઈ જા. તારા શૌર્યની મુગલાઈમાં સાચી કદર થશે.” દિલેરના શબ્દો સાંભળી, ઘવાયેલ અને રણે ચઢેલે વિકાળ સિહ સરદાર મુરારબાજી બે-“હું તે શિવાજી મહારાજના સરદાર છું. મારા શૌર્યની કદર કરનાર મારો સ્વામી સમર્થ છે. મુગલ સમ્રાટને શોભાવવા
અને તેની જામી સત્તાને મજબૂત કરવા માટે આ મુરારબાજી તારે સ્વાધીન કદી પણ થશે નહિ. શિવાજી મહારાજને સાચો સેવક તાર અભયની દરકાર ન કરે. મહારાજની સેવામાં મરણ મળે, એજ મારા મેક્ષ છે. હિંદુત્વના એ તારણહાર સિવાય મુરારબાજીને હવે બીજે સ્વામી ન હોઈ શકે. તારે જેવાનું રક્ષણ હું નથી ઈચ્છતા. શિવાજી મહારાજને સાચા સરદાર પ્રસંગ પડે આનંદથી મરણને શરણ થશે, પણ દુશ્મન સરદારને આશ્રય તે નહિ જ લે.” એમ બેલી મુરારબાજીએ શત્રુ સૈન્ય ઉપર સમશેર ચલાવી. આગળ વધતાં વધતાં ઠેઠ દિલેર ખાનની સામે મુરારબાજી જઈ પહોંચ્યો અને સરદાર દિલેરખાન ઉપર તલવારના ઘા . ખાને ચપળતાથી પિતાનું શરીર બચાવી, ઘવાયેલા મુરારબાજી ઉપર તીર છોડયું. મુગલ સરદારે છોડેલું આ ઝેરી તીર શિવાજી મહારાજના સ્વામીનિષ્ઠ સરદારના શરીરમાં પે. હિંદુત્વ રક્ષણ માટે ઝઝુમી રહેલા વીર મુરારબાજીને ધવાયેલા શરીરને તીરે વધી નાંખ્યું. આ તીરે મુરારબાજીને સખત ઘાયલ કર્યો. તીર બનીને આવેલા આ કાળે હિંદુત્વ માટે પિતાના પ્રાણુ પાથરનાર સરદાર મુરારબાજીના પ્રાણ લીધા. મુરારબાજી પડ્યો અને મરાઠા લશ્કરમાં હાહાકાર થઈ ગયો. પિતાના શુરા સરદારને રણુમાં પડેલે જઈ મરણિયા થઈ લડતા મરાઠાઓએ લડાઈની રીત બદલી. મરાઠાઓ લડતા લડતા ધીમે ધીમે પાછા કિલ્લા તરફ હઠતા ગયા અને આખરે કિલ્લામાં પેસી દરવાજા બંધ કરી દીધા. મુરારબાજીની સ્ત્રીએ પતિ રણમાં પડ્યાના માઠા સમાચાર સાંભળ્યા. સતીને ભારે દુખ થયું પણ એ પતિવ્રતા સ્ત્રી પિતાને શેક દર્શાવવા માટે મેં વાળવા ખૂણામાં ભરાઈ બેઠી ન હતી. ખૂણે પેસીને પતિના ગુણ યાદ કરીને વિલાપ કરવા મંડી પડી નહિ, પણ એણે એના પતિના, એના ધર્મના અને એના દેશના શત્રુ સામે ઝઝૂમવા માટે તરત જ કમર કસી. આ સતી શાસ્ત્રો સજીને રણમેદાને પડી. બાઈની આંખોમાંથી અશ્રુઓ ટપકી રહ્યાં હતાં, એનું ધ્યાન પતિચરણે લાગી રહ્યું હતું. બાઈએ હાથમાં તલવાર પકડી અને માવળા લશ્કરની પુરંદરના કિલ્લામાં કવાયત લીધી. *
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com