________________
પ્રકરણ ૧૨ સું]
છ. શિવાજી રિત્ર
૩૧
ગાલ્યું તે એળે નથી ગયું. શું મારી સલામતી સાચવવા માટે શત્રુના હાથમાં પ્યારાપુર દર કિલ્લાની ચાવીએ અપાય ? નાથ એ બને જ કેમ ? શિવાજી મહારાજનું નાક આપણે બંને મળીને સાચવીશું. મહારાજની તેખ, મહારાષ્ટ્રની આબરૂ, હિંદુઓની ઈજ્જત આજે જોખમમાં છે. આવા સજોગામાં તા મરણુને જ ભેટવાનું હાય. નાથ ! હું મારા બચાવ કરીશ એટલું જ નહિ પણ્ પુરંદર કિલ્લાના બચાવ મરતાં સુધી કરવાની હિ'મત રાખું છું. યવનેને નમતુ તે અપાય જ કેમ ? પુરંદર કિલ્લે યવનેને સ્વાધીન કરવામાં આપણી અપકીર્તિ છે. જમાના સુધી દુનિયામાં આપણુા નામ ઉપર કલંક રહેશે. દુનિયામાં વાતા થશે, સ્ત્રીએ અને બાળકા આપણી હાંસી કરશે. શું દુનિયામાં એમ ખેલાશે કે શિવાજી મહારાજના સરદારે મહારાજની આજ્ઞા સિવાય પુરંદરગઢ દુશ્મનને હવાલે કર્યો અને મહારાજની ઈજ્જતને ડાધ લગાડયો. મારી ચિંતા આપ જરાએ ન કરે. મારું અને કિલ્લાનું રક્ષણુ કરવા મે* કમર કસી છે અને આપના ચરણુ ઉપર હાથ મૂકી પ્રતિજ્ઞા લીધી છે. મારા પડતા ખેાલ આજ સુધી આપે ઝીલ્યેા છે, મારા અનેક કાડ પૂર્યાં છે, મને સતાષવામાં આપે ઉણપ નથી રાખી, મારી આજે આપને ચરણે એક જ વિનંતિ છે. આ દાસીની આજે આટલી માગણી છે કે પાછળની ચિંતા મૂકી દો અને દરવાજે આવેલા દુશ્મનને પાછા કાઢે. ઈશ્વર ભક્તની કસોટી કરી રહ્યો છે. આપણી સ્વામીનિષ્ઠા અને ધર્મપ્રેમ આજે તવાય છે. નાથ, દુશ્મન ઉપર છાપે મારી, હલેા કરી એને નીચેના કાટમાંથી હાંકી કાઢવા માટે હવે તૈયારી કરવી જોઈ એ. મારી ચિંતા મૂકી દે. સ્વામીની સેવા અને ધર્મના ઉદ્ધારના કામમાં સગાંવહાલાંના સવાલને ગૌણુ બનાવવા જ પડે છે. ''
મુરારબાજીઃ~~~ “ તારી હિ'મત, ધ`પ્રેમ અને આત્મરક્ષણની તૈયારી જોઈ મારી ચિંતા દૂર થઈ છે. તારી ધીરજ અને ધર્માભિમાન માટે હું મગરુર છું. વહાલી, તારા જેવી પવિત્ર અને શૂર પત્ની જેતે મળી હાય, તે પુરુષ ધન્ય છે. તારા જેવી આર્યાએ આર્યાવમાં જન્મે છે અને જીવે છે ત્યાં સુધી હિંદુત્વના નાશ યવના કદી પણ કરી શકવાના નથી, એની મને હવે ખાતરી થાય છે. બસ, મારે। નિર્ધાર થયા. યવના ઉપર હું મારા ચુનંદા માવળા લઈને તૂટી પડીશ. હવે મને કાઈપણ જાતની ચિંતા નથી. ’’
પેાતાની વહાલી પત્ની તરફથી સારે ઉત્સાહ મળતાં મુરારબાજી ચિંતા તજી સજ્જ થયા. ૭૦૦ સુનંદા માવળાએ લઈ એણે કેસરિયાં કર્યા. દિલેરખાન પાતાના ૫૦૦ સુના પડાણા અને બીજું લશ્કર લઈ કિલ્લા ઉપર ચઢતા હતા, તેના ઉપર સરદાર મુરારખાજીએ હલ્લા કર્યાં. મુગલ અને મરાઠા વચ્ચે ખૂનખાર લડાઈ થઈ. મરાઠાઓએ મુગલાના આસરે ૫૦૦ પઠાણુ અને ખીજા સિપાહીએ મળી આશરે ૨૦૦૦ માણસા કાપી નાખ્યાં (કેળુસ્કર ). મરાઠાના આ મરિણયા ધસારા મુગલને બહુ ભારે થઈ પડયો. માવળાઓએ હદ વાળી નાંખી. મુરારબાજી તે મરિયા થયા હતા, પણ એના જેટલુંજ એનું લશ્કર પણ મરણિયું થયું હતું. આખરે મરાઠા લશ્કરે મુગલાને પુરંદરના નીચેના કાટમાંથી હાંકી કાઢયા. મુગલ લશ્કરનાં ઘણાં માણસાની ખરાખી થઈ. તળેટીમાં શ્રી નારાયણના મંદિર નજીક દિલેરખાન હતા. એણે પેાતાના નાસતા લશ્કરને અટકાવ્યું અને સરદાર મુરારબાજી સાથે લડાઈ ચાલુ રાખી. ખાનને જોઈ, મુરારબાજીને પણ શૌય ચઢયું. મુગલ લશ્કર કાપતા કાપતા અને દુશ્મનને પાછો હઠાવતા હડાવતા મુરારબાજી દિલેરખાનની તદ્દન નજીક આવી પહોંચ્યા. મુરારબાજીનેા ધસારા, તેની ચપળતા અને શૌ` જોઈ, દુશ્મને પણ હેરત પામી ગયા. મુરારબાજીની સમશેરના પ્રભાવ જોઈ સુગલ અને પઠાણા પણુ પાતાના પહેાંચા કરડવા મંડી પડયા. આ લડાઈમાં મુરારબાજીનાં ઘણાં માણસા મરાયાં. આખરે એ જીવનની આશા છોડીને સમરાંગણમાં ધૂમવા લાગ્યા. એના માવળા વીરાએ પશુ મુગલાની કતલ કરવામાં બાકી રાખી નિહ. જોત જોતામાં મુગલામાં ભંગાણુ પડવા માંડયું, પણ દિલેરખાન તથા ખીજા જવાબદાર મુગલ અમલદારાએ નાસતા લશ્કરને અટકાવ્યું. સિપાહીઓને પાશ્
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com