________________
પ્રભુ ૧૨ મું]
છે. શિવાજી ચરિત્ર
થઈ ત્યારે મિરઝારાજાએ જણુાવ્યું કે “ શિવાજી રાજ ! તમારે માટે મતે અંતઃકરણમાં મારા પુત્ર રામસિંહ જેટલા જ હું તમારા ઉપર પ્રેમ રાખું' છું. મારામાં તમને જો વિશ્વાસ તમે મારું માને અને મુગલ સમ્રાટ જોડે સલાહ કરી બાદશાહને મળવા જવા કબૂલ થાઓ. તમારા કિલ્લાઓ તમે બાદશાહ સલામતને સ્વાધીન કરેા એટલે બાદશાહ સલામત ગઈ ગુજરી ભૂલી જઈ તમારા ઉપર મીઠી નજર રાખશે, તમે નાચત રહેા. સર્વે સારાં વાનાં થશે. '' શિવાજી મહારાજ ખેાલ્યા ક
k
પ
જ્ઞાન છે.
હોય તે
મુગલ બાદશાહતની સાથે મેં વેર બાંધ્યું એ માટે મને દિલગીરી થાય છે, પણ જો બાદશાહ મારા કૃત્યા જતાં કરે તે ભૂલ્યા ત્યાંથી ફરીથી ગણવા અને પુર'દર તથા ખીજા કિલ્લાએ આપવા તૈયાર છું. હું બાદશાહી લશ્કરને મદદ કરવા પણ તૈયાર છું. પુરંદર કિલ્લા હું જાતેજ આપને સ્વાધીન કરવા તૈયાર છું. તા, આપ કિલ્લા ઉપર ચાલી રહેલા મારા બધ કરાવા અને કિલ્લાનાં માણુસાને કાઈપણ જાતની હરકત સિવાય સહીસલામત જવા દેવાને હુકમ છેડે.” જયસિંહે તરતજ ગામેગ અને મિરતુજીક નામના બે સરદારને શિવાજી મહારાજના એક સરદાર સાથે દિલેરખાન તથા કિરતસિંહ તરક્ માકલી લડાઈ બંધ કરવાના હુકમ કર્યાં અને કિલ્લાનાં માણુસાને સહીસલામત જવા દેવા સૂચના કરી. મહારાજના સરદાર કિલ્લામાં ગયા અને કિલ્લા ખાલી કરી આપવાના મહારાજના સદેશા કિલ્લાના અમલદારાને સભળાવ્યા. કિલ્લા ખાલી કરવા માટે અધરાતની મુક્ત મુગલા પાસે માગવામાં આવી, જે મુગલેએ આપી.
મિરઝારાજાના સંદેશા સાંભળતાં જ દિલેરખાનને બહુ ગુસ્સા ચડ્યો. શિવાજી ખારાબાર જયસિંહને મળ્યો એની એને ઈર્ષ્યા થઈ. પુરંદર હાથમાં આવવાની અણી ઉપર હતા એટલામાં લડાઈ બંધ કરાવી તેથી દિલેરના દિલમાં દિલગીરી થઈ અને એને ગુસ્સા પણ ચઢયો. જયાંસહરાજાએ દિલેરખાનને ઠા પાડ્યો. રાત્રે જયસિંહ રાજાના તખ઼ુમાં જ શિવાજી મહારાજ એમના મહેમાન તરીકે રહ્યા. સવારે યાસહે રાયસિંહજી, મામા સુભાનસિંહજી, દિકરા હિરતસિંહજીને સાથે આપી શિવાજી મહારાજને દિલેરખાનને મળવા માટે તેની છાવણીમાં મેાકલ્યા. મહારાજ ખાનની છાવણીમાં ગયા અને એમની સાથે બહુ વિવેક અને મર્યાદાથી વાત કરી. પેાતાની વકતૃત્વ શક્તિથી મહારાજે દિલેરખાનને ઠંડાગાર કરી દીધા. ખાતે શિવાજી મહારાજને એ ઘેાડા, તલવાર, રત્નજડિત ખજર અને જરિયાનનાં વઓનું નજરાણું કર્યું. મહારાજની વાતચીતથી દિલેર રાજી રાજી થઈ ગયા અને શિવાજી મહારાજની સાથે પેાતે મિરઝારાજાને મુકામે આવ્યો અને પાતેજ મહારાજને હાથ જયસિંહ રાજાના હાથમાં મૂકયેા. મિરઝારાજાએ પણ શિવાજી મહારાજને ધાડે!, હાથી તલવાર વગેરે ચીજોનું નજરાણું કર્યું. પુરંદર કિલ્લામાંથી શિવાજી મહારાજના હુકમથી મરાઠાએ નીકળી ગયા અને કિલ્લા ખાલી કરી મુગલાના તાખામાં આપવામાં આવ્યા. કિલ્લા ઉપરની તેાપા, દારૂગોળા, વગેરે સવ* ચીજો મુગલાએ કબજે કરી.
૪. પુરંદરનું તહનામું, મુગલ મરાઠાના મેળ, આદિલશાહી ઉપર ચડાઈ.
''
શિવાજી મહારાજ, બિજાપુર અને ગેાવળકાંડાની સત્તા દુખાવી દેવા માટે દિલ્હીપતિએ મિરઝારાજા જયસિંહને ભારે લશ્કર લઈ ને મેાકલ્યેા હતેા અને મિરઝારાજાએ શિવાજી મહારાજને દબાવવાનું કામ પહેલું હાથ ધર્યું હતું. આખરે મરાઠા અને મુગલા વચ્ચે સલાહુ થઈ, તે સલાહ “ પુરંદરનું તહનામું ” એ નામથી ઇતિહાસમાં પ્રસિદ્ધ છે. પાછળ જણાવી ગયા પ્રમાણે શિવાજી મહારાજે પુરદરના કિલ્લા મુગલાને સ્વાધીન કરી દીધા અને જયસિંહ રાજા તથા શિવાજી મહારાજ તહેનામાં સબંધી વિચાર કરવા બેઠા. ચર્ચા અને વાદિવવાદ પછી સલાહની નીચે પ્રમાણેની શરતા નક્કી કરવામાં આવી. મુગલાના હાથ ઉ ંચા હતા એટલે ધારી શરતેા મહારાજ પાસે કબૂલ કરાવી. મહારાજ તે ખરાખર સક ંજામાં સપડાઈ ગયા હતા, એટલે બની શકે તેટલું ખેચ્યું અને આખરે નીચેની શરતા કબૂલ કરી.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com