________________
કપટ છે. શિવાજી ચરિત્ર
પ્રકરણ ૧૧ મેં માટે જયાંસહે સરદાર દાઉદખાન અને સરદાર કુતુબુદ્દીનખાનને પાછા બેલાવી લીધા. આ બંને સરદારને ઘટિત સૂચનાઓ આપી, સેનાપતિએ શિવાજી મહારાજ ઉપર મેકલ્યા.
૪. લેહગઢની લડાઈ જયસિંહ રાજાની સૂચના મુજબ બને મુગલ સરદારે પિતાના લશ્કર સાથે નીકળ્યા અને લેહગઢ નજીક આવી પહોંચ્યા. મુગલ સરદારોને કિલ્લા ઉપર ચડી આવતા જોઈ મરાઠાઓ પણ તૈયાર થઈ ગયા. મુગલનું લશ્કર બહુ જબરું હતું, સંખ્યા પણ બહુ મોટી હતી. છતાં ૫૦૦ મરાઠા જોડેસ્વાર અને ૧૦૦૦ પાયદળનું લશ્કર મુગલેને સામનો કરવા આગળ આવ્યું. મુગલ અને મરાઠાઓ વચ્ચે ચકમક શરૂ થઈ. મુગલોના સખત મારા આગળ મરાઠાઓ મરણિયા થઈને લડવા લાગ્યા. શિવાજીના સેવકે રંગે ચડીને જંગ ખેલી રહ્યા હતા. જબરી કાપાકાપી થઈ. મુગલેની સંખ્યા બહુ મોટી હોવાથી મરાઠાઓ લેહગઢની લડાઈમાં હારી ગયા. કિલ્લા નજીકનાં ઘરોને મુગલોએ આગ લગાડી. ઘણા ખેડુતોનાં ઢોરઢાંકર રાચરચીલું વગેરે મુગલેએ લુંટી લીધું. ઘણાઓને મુગલેએ કેદ પકડ્યા. લેહગઢ, વિસાપુર, તીકેના અને તંગાઈ એ ચાર કિલ્લાની આજુબાજુનાં ગામડાંઓ મુગલેએ તારાજ કરી નાંખ્યાં આવી રીતે મુગલની આ લડાઈમાં જીત થઈ
૫. શિવાજી મહારાજને મિરઝારાજાને પત્ર, મુગલે મહારાજના મુલકમાં અત્યાચાર અને જુલમ ગુજારી રહ્યા હતા, ત્યારે શિવાજી મહારાજના મરાઠા સરદારે શું કરતા હતા એ પ્રશ્ન ઉભો થાય છે. મહારાજના સરદારે મુગલોના જુલમ અને અત્યાચાર મુગે મેં બેઠા બેઠા જોઈ નહેતા રહ્યા. સરદાર નેતાજી પાલકરે પાડા ઉપર છાપે માર્યો. સૂપાથી મુગલ લશ્કર પારેંડાની કુમકે જઈ પહોંચ્યું. ભારે દળવાળા મુગલોને ખડેખાડે લડાઈ નહિ આપતા. અનેક રીતે સતામણી કરીને એમને હેરાન કરવાની પદ્ધતિ મહારાજના સરદારોએ સ્વીકારી હતી. સામસામી લડાઈમાં મરાઠાઓ મુગલો સામે ફાવે તેમ હતા જ નહિ. પરંડાની મદદ સપાથી આવતું મુગલ લશ્કર જોઈ, મરાઠા સરદારેએ રસ્તે માપી જવાનું શરૂ કર્યું. મુગલોના પ્રચંડ લશ્કરને વારંવાર સતાવી હેરાન કરવામાં મરાઠાઓએ બાકી ન રાખી. પ્રચંડ લશ્કર અને ભારે બળ તથા લડાઈનાં પૂરેપુરાં સાધને અને યુદ્ધની અખૂટ સામગ્રી સાથે આવેલા જયસિંહના લશ્કરને મરાઠાએએ હેરાન કરવાની એક તક જવા દીધી નહિ. મરાઠાઓએ છૂટા છવાયા જે હુમલાએ મુગલો ઉપર જ્યાં, તેની વિગતેમાં ન ઉતરતાં એટલું જ જણાવવું બસ થશે કે જયસિંહ પિતે પણ પિતાના પત્રમાં કાલ કરે છે કે – “કેટલીક વખતે અમે દુશ્મનોની હિલચાલને અટકાવી શક્યા નહતા.” આ સંબંધમાં કાફીખાન કહે છે કે – “ દુશ્મનના અચાનક હુમલાઓ, અંધારી રાતના છૂ૫ છાપાઓ, રસ્તાઓ રોકી બાદશાહી લશ્કર માટે નીરુપયોગી બનાવવાની તેમની યુક્તિ, અનેક ઠેકાણે તેમણે કરેલી ઝપાઝપી વગેરે કૃત્યોએ બાદશાહી લશ્કરને માટે બહુ અઘરી પરિસ્થિતિ ઉભી કરી હતી. દુશ્મનોએ આ રીતે મુગલોનાં ઘણાં માણસો અને ઘેડા વગેરે પશુઓને નાશ કર્યો.” મરાઠાઓ પિતાની યુક્તિ અને શક્તિ મુજબ મુગલોને સામને કરી રહ્યા હતા પણ મુગલોનું સંખ્યાબળ બહુ હેવાથી મરાઠાઓ. ધારી અસર પાડી શકતા ન હતા. એ પ્રયત્નો તે ખૂબ કરતા પણ એમને ગજ વાગતે જ નહિ.
પરિસ્થિતિ ઉપર વિચાર કરી, શિવાજી મહારાજ જયસિંહ રાજાને એક અસરકારક પત્ર લખવાને વિચાર કર્યો અને ધર્મરક્ષણાર્થે એમણે માંડેલા જંગમાં એક શક્તિવાન અને પ્રભાવશાળી હદુ તરીકે
જયસિંહે શિવાજી સામે ઉગામેલાં શસ્ત્રથી હિંદુત્વને હાનિ પહોંચવાનો સંભવ છે, એ બીના જયસિંહ રાજના ધ્યાન ઉપર લાવવાનું નક્કી કર્યું. મુસલમાની સત્તા હિંદુત્વને હણી રહી છે, તે સત્તાને હિંદુત્વ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com