________________
પ્રકરણ ૧૧ મું] છે. શિવાજી ચરિત્ર
3MALS મુલકના ઉત્તર દિશાનાં ગામો ઉજ્જડ કરવાની જવાબદારી સરદાર કતુબુદ્દીનખાન અને સરદાર લેદીખાનને શિરે નાંખી.
તા. ૨૫ મી એપ્રિલ ૧૯૬૫ને રાજ દાઉદખાન પિતાને મદદગાર મળતિયા સરદારો અને ૬૦૦૦ નું લશ્કર લઈ શિવાજીને મુલક ઉજડ કરી પ્રજાને પાયમાલ કરવા નીકળ્યો, તે તારીખ ૨૭ મીએ રહેડીના ગાળામાં આવી પહો . કુલેલી ફાલેલી ફળદ્રુપ વાડી ઉપર અથવા લીલાછમ ખેતર ઉપર તીડનાં ટોળાં ઉતરી પડે તેવી રીતે મુગલે મહારાજના મુલકમાં વાવાઝોડાની માફક ઉતારી પડયો. લકાનાં ખેતરમાં જ્યાં પાક જોયો ત્યાં કાપી નાંખ્યો. ઢોરઢાંકરને માટે સાચવી રાખેલી ધાસની ગંજીઓ સળગાવી દીધી. બગીચાઓ અને વાડીઓનો નાશ કરવામાં આવ્યો. ખેડુતોનાં ઘરો બાળીને ભસ્મ કરી નાંખ્યાં. ગામે લૂંટાય તેટલાં લૂંટવાં અને બાકી રહેલી દાણાદૂણી ઉપર અંગાર મુકવામાં આવ્યું. મહારાજના મુલકમાં ખેડુતો સુખી હતા. એમની ખેતીની મહારાજે આબાદી કરાવી હતી. રાજ્યના અધિકારીઓનો ત્રાસ દુર થવાથી મહારાજના ખેડુતે મન મૂકીને ખેતી કરી શકતા હતા. ખેડુતે સુખી થતાં ખેતીમાં સુધારો થયો હતો અને એમની આર્થિક સ્થિતિ પણ સુધરવા લાગી હતી. આવી રીતે ખાતાપીતા થએલા ખેડુતે મુગલોના જુલમ અને ત્રાસથી જોતજોતામાં જમીનદોસ્ત થઈ ગયા. આવી રીતે મુગલેએ જુલમ અને ત્રાસ વર્તાવીને મહારાજનાં આશરે ૫૦ ગામે તારાજ કરી દીધાં. ચાર મોટાં આબાદ ગામે ડુંગરીઓની વચમાં હતાં અને ડુંગરીઓ એ ગામનું રક્ષણ કરતી હતી એટલે દુશ્મનોનાં નાશકારક, વિધ્વંશક પગલાંનો સ્પર્શ સારે નસીબે હમણું સુધી એ ગામને થયું ન હતું. તેવાં આબાદ ગામોને પણ આ વખતે મુગલેએ જમીનદોસ્ત કરી નાંખ્યાં. આ ગામમાંથી મુગલેને બહુ સારી લૂંટ મળી. આ ગામમાંથી ઘણુઓને મુગલે કેદ કરીને લઈ ગયા. દાઊદખાને અને તેનાં માણસોએ મહારાજના મુલકમાં ભારે ત્રાસ વર્તાવ્યું. આ માસથી મુસલમાની સત્તા તરફનો પ્રજાને અસંતેષ વળે અને એટલે દરજે મુસલમાને તરફ અણગમે અને અસંતોષ પ્રજાનાં વધતાં જતાં તેટલે દરજજે તે પ્રમાણમાં કુદરતી રીતે મહારાજ માટે પ્રજામાં પ્રેમ વધે જ. લેકેને દિલમાં ઠસી ગયું કે મુસલમાની સત્તા પ્રજાને ત્રાસદાયક છે, ગરીબેને દુખદાયક છે, હિંદુઓને નુકસાનકર્તા છે અને ખેડુતોની પાયમાલી કરનારી છે. મહારાજના મલકનો રહીડા ગાળે આવી રીતે ઉજડ કરી મુગલ લશ્કર રાજગઢના ગાળામાં પેઠું. રસ્તામાં ગામ લૂંટવામાં આવ્યાં અને ધણું ગામો તે બાળીને ભસ્મ કર્યા. રહીડા કિલ્લાની આજુબાજુનાં ગામોને મુગલેએ નાશ કર્યો. કિલ્લા ઉપર હલે કરવાની તૈયારી ન હતી એટલે જેમણે કિલ્લા ઉપર ચડાઈ કરી નહિ. પિતાની ઇચ્છા પ્રમાણે મહારાજના આ ગાળાના ગામોનો નાશ કરી મુગલો શિવાપુર થઈને સિહગઢના ગાળામાં પેઠા અને ત્યાં લૂંટ અને આગને ત્રાસ વર્તાવી દાઉદખાન જયસિંહ રાજા પાસે પાછો આવી ગયા. જ્યારે સરદાર દાઉદખાન મહારાજના મુલકને નાશ કરવામાં ગૂંથાયો હતો ત્યારે સરદાર કુતબુદીન પણ મહારાજના મુલકના બીજા ભાગને સતાવી રહ્યો હતો. સરદાર દાઉદખાન અને કુતુબુદ્દીનખાનને મિરઝારાજાએ પાછા બોલાવી લીધાથી બંને જણ તાકીદે પૂના આવી પહોંચ્યા.
મુગલ મહારાજના મુલકને ધૂળધાણી કરી રહ્યા છે તે વખતે શિવાજી મહારાજ પિતાને જીવ બચાવવા કઈ કિલ્લામાં ભરાઈ બેઠા ન હતા, પણ એ મુગલેને સામને કરવા માટે લશ્કર વગેરેની
ટલી કુમક મેળવવાની તજવીજ કરી રહ્યા હતા. જયસિંહ રાજાને ખબર મળી કે શિવાજીએ મુગલેને સામને કરવા માટે લેહગઢ આગળ જબરું લશ્કર ભેગું કરવા માંડયું છે. જયસિંહ રાજાને લાગ્યું કે જે મહારાજને તૈયારી કરવાનો વખત આપવામાં આવશે તો એ મુગલ લશ્કરને ઘાણ કાઢી નાંખશે એટલે શિવાજી મહારાજના ભેગા થતા લશ્કરને તોડી પાડવા
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com