________________
પ્રકરણ ૧ લું. ]
છે. શિવાજી ચરિત્ર અને સપા મહાલ એટલા મલક આપ્યા. આ બન્ને ભાઈએ બહુ ચાલાક અને હોશિયાર હોવા ઉપરાંત વખતને બરાબર પારખનાર હોવાથી બાદશાહના બહુ માનીતા થઈ પડ્યો. તેમના ઉપર બાદશાહની પ્રીતિ એટલે સુધી ઊતરી કે બાદશાહ આ બંને ભાઈઓને પોતાની પાસે જ રાખવા લાગ્યા. એક વખત એક લડાઈમાં બાદશાહે આ બન્ને ભાઈઓને સાથે રાખ્યા હતા, તે વખતે દુશ્મન સાથે લડતાં લડતાં ખેલકર્ણછ રણમાં પડ્યો. ખેલકર્ણજીના રણમાં પડ્યા પછી બાદશાહ મલકર્ણને એકલાને જ સાથે રાખીને ફરવા લાગ્યા. મલકર્ણજીએ બાદશાહની પૂરેપુરી મહેરબાની મેળવી હતી. એક દિવસે બાદશાહનો મુકામ ચાકણુ ચર્યાશી પરગણામાં ચાસકમાણ કરીને ગામ છે ત્યાં હતા. આ ગામે સરોવરમાં સ્નાન કરતાં મલકર્ણજી પાણીમાં ડૂબીને મરણ પામ્યા. મલકર્ણને શકે ૧૪૫૫ માં એટલે ઈ. સ. ૧૫૩૩ માં બાબાજી રાજે ભોંસલે નામનો પુત્ર થયું હતું. મલકર્ણજીના મરણ વખતે આ છોકરે હતા. છોકરાની સગીર સ્થિતિમાં નોકર, ચાકર, મુનીમ, ગુમાસ્તાઓ મલકર્ણજીની માલમત્તા ઉડાવી ન જાય તે માટે અહમદશાહ બાદશાહે બાબાજી રાજેને સગીર ગણી એનો સરંજામ સરકારમાં અનામત ૨ખાવ્યો. આ સગીર બાળક બાબાજી રાજે ભોંસલેને લઈને એની મા દોલતાબાદથી પાંચ ગાઉ દર વેરળ ઘુમેશ્વર મુકામે ગઈ. ત્યાર પછી બાબાજી રાજેનું લગ્ન થયું. બાબાજી રાજે મોટા થયા પછી તેણે ભીમા નદીના કાંઠા ઉપરના કેટલાક ગામની પટલાઈ ખરીદી. આવી રીતે આ ભોંસલે કુટુંબના હાથમાં હિંગણું, બેરડી, દઉળગાંવ વગેરે ગામની પટલાઈ આવી હતી (૧. સર દેસાઈ મ. રિ. ૧ઋ). - મેવાડથી દક્ષિણમાં આવ્યા પછી પણ ભોંસલે વંશનાં માણસ પોતાની કુળદેવી તરીકે ચિતોડની દેવીને માનતા અને મેવાડના એકલિંગજી મહાદેવને પિતાના કુળસ્વામી ગણીને તેની આરાધના કરતા. સારા નરસા પ્રસંગે કુલદેવી અને કુલસ્વામીના દર્શન માટે આ ભોંસલે કુટુંબના માણસોને દક્ષિણથી મેવાડ જવું પડતું. બાધા રાખવી, બાધા મૂકવી. લગ્ન પછી વરવધૂને પગે લગાડવા વગેરે માટે આ ભેંસલે કુટુંબને દક્ષિણથી ઠેઠ ચિતોડ જવું પડતું. દિવસે દિવસે યવનોની સત્તા દેશમાં વધવા લાગી અને હિંદુઓની સલામતી હિંદુસ્થાનમાં વધારે અને વધારે જોખમમાં આવવા લાગી. મુસલમાનોની મુસલમાન તરીકેની જાહેરજલાલીના તે જમાનામાં હિંદુ સ્ત્રીઓની ઈજજતને પ્રશ્ન અતિ નાજુક થઈ પડ્યો હતો. મલેચ્છોની સત્તા અને બળ ચારે તરફથી વધવા માંડયાં હતા. તેવા જમાનામાં દક્ષિણથી બૈરાં છોકરાને લઈને મેવાડ જવું એ અતિ કઠણ, અડચણ ભરેલું, અને જોખમકારક હતું. આવી અડચણોને લીધે ભોંસલે કુટુંબના માણસે સિંધણાપુરના મહાદેવને એકલિંગજી કુલસ્વામી ગણીને અને શ્રી. તુળજા ભવાનીને ચિતોડની દેવી ગણીને કુલદેવી માનીને પૂજન અર્ચન કરવા લાગ્યા. ચિતડથી દેવરાજજી દક્ષિણમાં આવ્યા પછી દિવસે દિવસે ભેંસલે વંશની વૃદ્ધિ થતી ગઈ. એ વિશે દક્ષિણમાં ઠેકઠેકાણે ને જુદે જુદે ગામે વતન વસાવ્યાં. જોતજોતામાં દક્ષિણમાં મનરથ, નિદગુડી, કળસ, વાળી, મુંગીપૈઠણુ, નાનજવ, છતીખાનવટ, બનસેંદ્ર વગેરે ઠેકાણે ભોંસલે વંશ પથરાય. (૧, સર દેસાઈ. મ. રિ. ૧૩૯ હિંગણીબેરડી-દેઉળગાંવ-ખાનવટ-જીતી-એ ગામ દંડ નજીક તા. પાટસમાં આવ્યા છે. કળસ તાલુકા ઇંદાપુર જિ. પૂના, વાળી તા. સિજર જિ. નાશક, મુંગી પૈઠણ જિ. અહમદનગર, બનસંક વેરળની ઉત્તરે, નાનજવ જિ. અહમદનગર.)
બાબાજી ભોંસલે વેરૂળ રહીને પોતાના વતનનો કારભાર ચલાવતા હતા. બાબાજી ભેસલેની સ્ત્રીએ પત્ર માટે મહારીની બાધા રાખી હતી અને મહારી ઉપર એની ભક્તિ હોવાથી મહારીનું પૂજનઅર્ચન બહુ ઠાઠમાઠથી થતું. બાબાજીને આશરે ૧૭ મે વરસે ઈ. સ. ૧૫૫૦-શકે ૧૪૭૨ (૨. રાધા માધવ વિ. ચં પાનું ૪૦ ) માં પુત્ર થયો. મલ્હારીને પ્રસાદ માનીને તેનું નામ “માલ” પાડયું (૩. સર દેસાઈ મ. રિ. ૧૩૯ ). ઈ. સ. ૧૫૫૩ માં બાબાજીને બીજો છોકરે થયો તેનું નામ “વિઠ” રાખવામાં આવ્યું. થોડા દિવસ પછી શ્રી. બાબાજી રાજે ભોંસલે પિતાના કુટુંબકબીલા સાથે વેરૂળથી દેવળગાંવ આવીને રહ્યા અને ત્યાં જ ગુજરી ગયા.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com