________________
છે. શિવાજી ચરિત્ર
પ્રકરણ ૧ લું ૪. સુજનસિંહથી માલજી સુધી. દેવરાજજીથી માંડીને માલજી સુધીનો ઈતિહાસ પાછલા પ્રકરણમાં આપણે વાંચી ગયા. પાછલા પ્રકરણમાં જે હકીકત આપવામાં આવી છે તેથી બીજા કેટલાક ઇતિહાસકારે શું જણાવે છે તે બહુ જ ટુંકમાં અમે આ પ્રકરણમાં આપીએ છીએ, કેટલાક ઈતિહાસ રસિકેએ શિવાજી મહારાજના સંબંધમાં લખતાં જણાવ્યું છે કે એમના વડવાઓ તે બીજા મરાઠાઓના જેવા જમીન ખેડી ખાનારા ખેડૂતો હતા. ધબુદ્ધિના ઇતિહાસકારનું આ લખવું કેટલે દરજે સાચું છે તે આપણે તપાસીશું.
પાછલા પ્રકરણમાં દેવરાજ ઈ. સ. ૧૪૧૫ માં દક્ષિણ આવ્યાનું આપણે જાણી ગયા છીએ. બીજા ઈતિહાસકારોને એ બાબતમાં મતભેદ છે. કોલ્હાપુરની રાજારામ કોલેજના પ્રિન્સિપાલ ડો. બાળકૃષ્ણ શિવાજી મહારાજના જીવન ચરિત્રને માટે પુષ્કળ શોધખોળ કરીને, અનેક દફતરે તપાસી મહત્વની સનદ વગેરે દસ્તાવેજી પુરાવા મેળવીને ઘણી મહત્વની બાબતે અજવાળામાં આણી છે. સુજનસિંહથી માજી સુધીની હકીકત હવે જે બહાર આવી છે તે અમે આ પ્રકરણમાં વાચકોની સેવામાં રજૂ કરીશું.
મેવાડના અજયસિંહના સુત્ર રાણા સુજનસિંહજી ઈ. સ. ૧૩૨૦ ની સાલમાં રજપૂતાને છોડીને દક્ષિણ તરફ આવ્યા. દક્ષિણમાં આવીને એમણે હસનગંગુ નામના સરદારની પાસે લશ્કરી નોકરી સ્વીકારી.
બ્રાહ્મણી વંશના સ્થાપનાર તરીકે ઈતિહાસપ્રસિદ્ધ થયો તે આ જ હસનગંગુ હતો. મહમદ તઘલખે જ્યારે દક્ષિણ ઉપર ચડાઈ કરી ત્યારે હસનગંગુ તરફથી રાણું સુજનસિંહજી અને એના પુત્ર દિલીપસિંહજીએ હિંમતથી લડાઈ લડીને ભારે પરાક્રમે કર્યા હતાં. ઈ. સ. ૧૩૪૭ માં બ્રાહ્મણ વંશની રાજગાદી સ્થપાયા પછી અલાઉદ્દીન હસનગંગુ બ્રાહ્મણુએ રાણું સુજનસિંહજી અને દિલીપસિંહજીને દેવગિરિ પ્રાન્તના મીરત પરગણામાં કેટલાક ગામેની જાગીર આપી.
ગુલબર્ગ અને વિજ્યનગરના રાજાઓની વચ્ચે જ્યારે યુદ્ધ ચાલ્યું ત્યારે દિલીપસિંહે સમરાંગણ ઉપર પોતાનું સમરકૌશલ્ય બતાવી સર્વેને છક કરી દીધા હતા. ઈ. સ. ૧૩૫ર માં અલાઉદ્દીન હસનગંગું બાદશાહે રાણું દિલીપસિંહજીને ૧૦ ગામ બક્ષિશ આપ્યાં હતાં, જે આજે પણ એમના વંશજ મુળના રાજા સાહેબના કબજામાં છે.
રાણા દિલીપસિંહજીના પુત્ર રાણું સિધજીએ પણ બ્રાહ્મણી રાજાઓની પૂરેપુરી વફાદારીથી નોકરી કરી હતી. ઈ. સ. ૧૩૮૮ માં આ બહાદુર રાણે રાજા તરફથી દુમન સામે લડતાં રણમાં પડ્યો. એનો પુત્ર રાણા ભરવજી પણ બહુ બહાદૂર અને પરાક્રમી હતે. ફિરોઝશાહને ગાદી અપાવવા માટે આ બન્ને બાપ બેટાએ આકાશપાતાળ એક કરી નાંખ્યાં હતાં. એમને અનેક વખતે જિંદગી જોખમમાં ઉતારવી પડી હતી. લડાઈમાં પણ બન્નેએ ખરું શૌર્ય દાખવ્યું હતું. ફિરોજશાહને જ્યારે ગાદી મળી ત્યારે તેણે રાણું ભૈરવજી અને મરહૂમ બાપની સેવાની કદર કરી હતી. એને ઈ. સ. ૧૯૩૮ માં મુળ અને તેની આજુબાજુનાં ૮૪ ગામે ઇનામમાં આપ્યાં હતાં. આ જાગીર આપવાના સંબંધમાં બ્રાહ્મણી બાદશાહ ફિરોઝનું ફરમાન બહુ મહત્ત્વનું છે તે આ નીચે ડો. બાળકૃષ્ણના “ શાહજી: પુસ્તકમાંથી આપીએ છીએ.
“ફિરોજશાહ બ્રાહ્મણીએ રાણા ભૈરવજીને ૧૩૯૮ માં આપેલું ફરમાન.”
“રાજાના અજ્ઞાનને લીધે અને અમીરની ટૂંકી બુદ્ધિથી ઉભી થયેલી રાજ્યની અવ્યવસ્થાને કારણે સામ્રાજ્યના કેટલાક તાબેદારેએ પોતાના કર્તવ્યનું ભાન ભૂલી સરકારના તંત્ર સામે રાજ્યદ્રોહનાં બી
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com