________________
પ્રકરણ ૧૦ મું]
છે. શિવાજી ચરિત્ર પુરંદરગઢ અને બીજો મુલક આ મુકામથી નજીકમાં છે, એટલું જ નહિ પણ બિજાપુરવાળાને મુલક પણ આ મુકામથી દૂર નથી (પત્ર સાર સંગ્રહ ૧ નં. ૧૦૫૧).
આ પત્ર ઉપરથી જણાય છે કે શિવાજી અને બિજાપુરને જુદા રાખવાને ઘાટ જયસિંહ મૂળથીજ ઘડી રહ્યો હતો. રાજા જયસિંહને દક્ષિણ ઉપર ચડાઈ કરવાનો હેતુ શિવાજી અને બિજાપુર એ બંનેનાં હાડકાં ભાંગવાનો હતોપણ બંનેને એકી સાથે ઉશ્કેરવાની મૂર્ખાઈ જયસિંહ જે અનુભવી સેનાપતિ કરે એવું ન હતું. એટલે એણે પહેલાં શિવાળ ઉપર જ હાથ નાંખ્યો. શિવાજીને પતવી દીધા પછી
સિંહે બિજાપુરની ખબર લેવાનું નક્કી કર્યું હતું. શિવાજીનું બળ કેટલું છે, એને કેની કેની એાથ છે, એની મદદે કયા કયા સરદારો છે, કયા સરદારનું કેટલું બળ છે, દક્ષિણના કયા ભાગમાં કયા સરદારનું વજન પડે છે અને શિવાજીના સરદારોને ફડવાની ચાવી કયી છે, વગેરે વાતોની પૂરેપુરી તપાસ જયસિંહે કરાવી. મુગલ જાસૂસાએ આ બધી હકીકતો મેળવી જયસિહ આગળ રજૂ કરી. શિવાજી મહારાજની નોકરીમાં કેટલાક પોર્ટુગીઝ લેકે હતા, તે જયસિંહ રાજાની આંખમાં ખટકી રહ્યા હતા. આ સંબંધમાં એણે ગોવાના પોર્ટુગીઝ ગવર્નરને પત્ર લખી ઠપકે આપ્યો. પત્રમાં નીચેની મતલબનું લખાણ લખી મોકલ્યું હતું.
શિવાજી અમારો શત્રુ છે અને તેની સાથે તમે મીઠો સંબંધ રાખ્યો છે. તમે તમારા પોર્ટુગીઝ માણસને એની નોકરીમાં એકલી એને મદદ કરી રહ્યા છે. એ તમારું કૃત્ય અમને નુકસાનકર્તા છે, માટે તમે તમારાં માણસે એની નોકરીમાંથી પાછા બોલાવી લે.”
શિવાજી મહારાજે સુરત લૂંટયું ત્યારે વસાઈના પિર્ટુગીઝ લેકેની શિવાજી મહારાજને ઓથ હતી, અથવા શિવાજીની હિલચાલ તરફ પોર્ટુગીઝોએ આંખ આડા કાન કર્યા હતા, એવી હકીક્ત મેગલ અધિકારીઓને મળવાથી સેનાપતિ લોધીખાન પિર્ટુગીઝ મુલકે ઉપર ચડાઈ કરી, ગામ લૂંટી, કેટલાક માણસને પકડી ગયા હતા. આ કૃત્યથી ગાવાના વાઈસરૉયને મુગલ અધિકારીઓ ઉપર ગુસ્સે હતો. શિવાજીના રાજ્યમાં કેટલાક પોર્ટુગી નોકર છે. તેથી એને ઠપકો આપવામાં આવ્યો તેન ગોવાના વાઈસરોયે રાજા જયસિંહને તા. ૨૧ મી માર્ચને રોજ નીચેની મતલબનો પત્ર લખ્યો હતો. “પોર્ટુગલના રાજા અને શહેનશાહ ઔરંગઝેબ એ બંનેની વચ્ચેનો સંબંધ મીઠે છે, પણ ગયે વર્ષે મુગલ સેનાપતિ લોધીખાને એ મીઠા સંબંધમાં મીઠું નાંખ્યું છે. અમારા મુલકમાંથી શિવાજીને કાઈપણ દિવસ કોઈપણ પ્રકારની મદદ મળી નથી અને કોઈપણ જાતની સગવડ અમોએ શિવાજીને કરી આપી નથી. શિવાજીની નોકરીમાં કેટલાક પોર્ટુગીઝ લે છે, તેથી શિવાજીને અમારી મદદ છે, એમ કદી પણ કહી શકાય નહિ, કારણ કે મારી પરવાનગી વગર મુગલેના રાજ્યમાં, બિજાપુરના રાજ્યમાં, ગાવળકાંડાના રાજ્યમાં અને કાનડા મુલકમાં પણ ઘણું પોર્ટુગીઝે નોકરી માટે રહ્યા છે” (૫. સા. સં. ૧ નં. ૧૦૭).
શિવાજીના મુલકના સૂપા ગામના રામરાવ અને હનુમંતરાવ નામના બે સારા જમીનદારો જે શિવાજી મહારાજની મદદે હતા, તેમને જયસિંહે લાંચ આપીને ફડવ્યા અને પોતાના પક્ષમાં લઈ લીધા. " શિવાજી મહારાજની સામે કર્ણાટકના જમીનદારોને ઉભા કરવા રાજા જયસિંહે પોતાના વિશ્વાસુ બ્રાહ્મણ વકીલેને મેકલ્યા. ગમે તે પ્રશ્નારે જમીનદારને સમજાવી, શિવાજી વિરૂદ્ધ એમને ઉભા કરવાની કામગીરી આ વકીલને સંપી હતી.
જાવળીનું મોરે કુટુમ્બ શિવાજી મહારાજનું દુશ્મન હતું. તે કુટુમ્બના માણસને જ્યસિંહે પોતાની પાસે બોલાવ્યા અને શિવાજી મહારાજ વિરુદ્ધ મુગલોને મદદ કરવા માટે એમને. સમજાન્ના અને પોતાના
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com