________________
૩૫૦ છે. શિવાજી ચરિત્ર
[ પ્રકરણ ૧૦મું પક્ષમાં જોડી દીધા. ચંદ્રરાવના માણસને જાવળીનું વેર શિવાજી મહારાજ ઉપર લેવા માટે જયસિંહ ખૂબ ઉશ્કેર્યા હતા.
પ્રતાપગઢ આગળ શિવાજી મહારાજે અફઝલખાનને માર્યો હતો, તેથી તેને પુત્ર ફજલખાન શિવાજી મહારાજ ઉપર બળી રહ્યો હતો. ફાજલખાન બાપનું વેર હજી નથી વસૂલ કરી શક્યા એની ખબર જયસિંહને હતી, એટલે એણે એને પોતાની પાસે બોલાવી પિતાને મારનારનું વેર લેવા ખૂબ ઉશ્કેર્યો અને શિવાજી ઉપરનું વેર વસૂલ કરવા માટે મુગલપક્ષમાં આ વખતે ભળી જવા સમજાવ્યું. કાજલખાનને જયસિંહે ખૂબ પાણી ચઢાવ્યું અને અંતે ફાજલખાન મુગલ પક્ષમાં જોડાઈ ગયા. ફાજલખાનને મુગલ લશ્કરમાં એક અમલદારની જગ્યા આપી.
શિવાજીને દાબી દેવા માટે જયસિંહ જે તૈયારી કરતાં તેની ખબર એ બાદશાહને મોકલતો. શહેનશાહ ઔરંગઝેબને રાજા જયસિંહે શરૂઆતમાં નીચેની મતલબને પત્ર લખ્યો હતોઃ- “ જાવળીના જાને જમીનદાર ચંદ્રરાવ અને તેના ભાઈને મેં બોલાવ્યા છે. તેમને મેં વચન આપીને ઘટિત કર્યું છે. અંબાજી, ખારકલી મેરે અને તેમના બે ભાઈ, એ બધાને પુરંદર ઉપર તોપખાનામાં શિવાજીએ રાખ્યા છે અને તેમને ત્રણ હજારની મનસબદારી આપી છે. તેમની પાસે પણ મેં માણસે મેકલ્યાં છે. અફઝલખાનના દીકરા ફાજલખાનને મેં પત્ર લખી જણાવ્યું છે કે તારા બાપનું વેર વસૂલ કરવા તું મુગલ લશ્કરમાં આવી દાખલ થઈ જા. શિવાજીને કેટલાક મળતિયાએ પણ આપણા પક્ષમાં આવી જવાનો સંભવ છે. આ લેકીને મનસબ અને જાગીર આપવી પડશે; તે સંબંધમાં બાદશાહ સલામતનો શે અભિપ્રાય છે તે જણાવવા કૃપા કરશો.”
મિરઝારાજાએ આ બધી રચના રચી પણ રચેલી બાજી પિશ ઉતારવામાં એને એક અડચણ વારંવાર નડતી હતી. એ અડચણ દૂર કર્યા સિવાય જયસિંહની જેલી યેજના ફળિભૂત થવામાં ઘણાં વિને નડે એમ હતાં. એ અડચણ દક્ષિણમાં ચાલી આવેલી મુગલ રાજ્યપદ્ધતિને અંગે હતી. તે અડચણ
એ હતી કે મુગલાઈના કાયદા મુજબ સેનાપતિના હાથમાં ફક્ત લડાઈનાં જ સૂત્રો આપવામાં આવતાં. સિપાહી, સેનાપતિ, લશ્કરી અમલદાર અને અધિકારી, વગેરેની બહાલી, બરતરફીને અધિકાર તે મલકના સૂબાના હાથમાં રહેતો હતો. આ પદ્ધતિ હોવાથી સેનાપતિને ભારે અડચણ પડતી. પિતાના મનમાં હોય તેને ધાર્યા મુજબ બહાલી સેનાપતિ આપી શકતા નહિ અને તેથી સેનાપતિ કરતાં સબાની સત્તા તરફ લેકોનું ધ્યાન વધારે ખેંચાતું. જયસિંહને તે શિવાજી જેવો બળિયો શત્રુ છતો હતો એટલે એને તે કેટલાએ સરદારોને ખુશ કરવા હતા. ઘણી બાબતે એને ગોઠવવાની હતી. હાથમાં પૂર્ણ સત્તા જામેલી ન હોય ત્યાંસુધી ધારી બાજી નથી ગોઠવાતી એ જયસિહે અનુભવથી જાણ્યું હતું. જે સેનાપતિના હાથમાં પૂરેપુરી સત્તા ન હોય તેનું પૂરેપુરું વજન પણ નથી પડતું અને તેથી મુખ્ય કામમાં પણ ખામી આવી નડે છે એ મિરઝારાજાને અનુભવ હતા. જયસિંહે આ બાબત ઉપર ખૂબ વિચાર કર્યો. મુગલ સત્તાની આબરૂ રાખવા માટે, મુગલ સત્તા મહારાષ્ટ્રમાં મજબૂત કરી વધારવા માટે, તે આ બધું ગોઠવી રહ્યો હતો પણ પૂર્ણ સત્તા તેના હાથમાં નહિ હોવાથી નાજુક સમયે બાજી બગડી પણ જાય એ ચિંતા જયસિંહના દિલમાં ઉભી થઈ અને એણે શહેનશાહને આ સંબંધમાં પત્ર લખી નડતી અડચણ દૂર કરવાને વિચાર કર્યો. આ સંબંધમાં મિરઝારાજાએ શહેનશાહ ઔરંગઝેબને પત્ર લખ્યો હત—“લશ્કરના લેકેની બહાલી, બરતરફીની પૂરી સત્તા સેનાપતિના જ હાથમાં રહેવી જોઈએ. સરદાર સાહિસ્તખાન સરદારીનાં વસ્ત્રો પામ્યા ત્યારથી લશ્કરી માણસના પગાર, નિમણૂકે, ફેરબદલીઓ વગેરે બાબતે કારકોના હાથમાં ગયાથી સિપાહીઓને સમરાંગણ મૂકીને એમના તરફ દોડવું પડે છે. સિપાહીઓની હાજરી પૂરવાનું કામ ફક્ત સેનાપતિના હાથમાં રહ્યું છે. સિપાડીને ઈનામ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com