________________
૩૪૮
છે. શિવાજી ચરિત્ર
[ગણું ૧૦ મું અંતઃકરણમાં ભારે ધમાલ મચાવી રહ્યા હતા. રાજા જયસિંહ પેાતાની મગજશક્તિની પૂરેપુરી પરીક્ષા કરી લા હતા.
રાજા જયસિંહ દિલ્હીથી નીકળ્યા ત્યારથીજ શિવાજી સામે કૈવી બાજી ગેાઠવવી તેને વિચાર કરી રહ્યા હતા. દક્ષિણના નકશા, પ્રજાની સ્થિતિ અને મહારાષ્ટ્રની રાજકીય સ્થિતિની તૈયાર કરાવેલી નોંધા નજર સામે રાખી મહારાજ જયસિંહે અનેક દૃષ્ટિથી સ્થિતિ તપાસી. મુગલ અમલદારાની નગરચર્ચાની નાંધે, છૂપા જાસૂસેાએ વર્ણવેલી વાતો, પ્રશ્નના માણસો સાથેના સંવાદ, વગેરે ઉપર વિચાર કરતાં રાજા જયસિંહની ખાતરી થઈ કે મુગલ સત્તા મહારાષ્ટ્રમાં જરાપણ લોકપ્રિય નથી. બિજાપુર કે ગેાવળકાંડા દિલ્હીની સત્તા વધે તેથી નારાજ છે. બિજાપુર, ગાવળકાંડા, મુગલ અને શિવાજી એ ચાર સત્તા પાત પેાતાનું ધાડું આગળ ધપાવવા મહારાષ્ટ્રમાં ધમાલ મચાવી રહ્યા હતા. શિવાજી મહારાજ આ ચારેમાં સૌથી વધારે મુત્સદ્દી હતા, એમ જયસિંહ માનતા હતા. મુગલેાની સત્તા મહારાષ્ટ્રમાંથી તાડવા માટે બિજાપુર અને ગેાવળકાંડાને એમના કાયદાની અને દ્વિતની ખાતરી કરી આપી શિવાજી પાતા તરફ વાળી લે તેા મુગલાને વિજય મેળવવા મુશ્કેલ જ થઈ પડે. આ ત્રણે સત્તાને ભેગી ન થવા દેવાની રાજા જયસિંહની મુખ્ય ફરજ થઈ પડી. કાઈ પણ સંજોગામાં આ ત્રણ સત્તા ભેગી ન થઈ જાય, તે માટે જયિસંહે બાજી ગોઠવવા માંડી. શિવાજી અને બિજાપુર એક બીજાની સાથે મળી જઈ, એક બીજાને મદદ ન કરે, તે માટે રાજા જયસિંહૈ પેાતાને મુકામ શિવાજી અને બિજાપુરની વચ્ચે જ રાખ્યા. શિવાજીની લેાકપ્રિયતાના જયિસંહને ભારે ભય હતા. શિવાજી મહારાજના જેટલા શત્રુ હતા, તે બધાને પોતપોતાનું વેર વસુલ કરી લેવાની તક આપવાને બહાને પોતાની કુમકે ખેલાવવાના જયસિંહૈ નિશ્ચય કર્યાં, ભેદનીતિના લાભ લેવા માટે મહારાજના સરદારા અને અમલદારાને લાંચ રુશ્વત આપી, ફાડવાના નિશ્ચય કરી, જ્યસિ'હે એ દિશામાં કામ પણ શરૂ કરી દીધું, દિલ્હીથી નીકળતી વખતે તળ ક્રાંકણુ ઉપર ચડાઈ કરીને શિવાજીને દબાવવાની સૂચના શહેનશાહ ઔરંગઝેબે રાજા જયસિંહને કરી હતી, પશુ દિક્ષણના સંજોગા ધ્યાનમાં લેતાં તેમાં જો ફેરફાર કરવા પડે તે તે કરવાનું જયસિંહે નક્કી કર્યું. મહારાજને ચારે તરફથી સંકટમાં ઘેરી લીધા સિવાય ચડાઈ અસરકારક નિવડશે નહિ, એવી જયસિ’હની ખાતરી થવાથી એણે તેવા કાર્યક્રમ રચ્યા. દરિયામાગે પણ શિવાજીના મુલકને ઉપદ્રવ પહાંચાડવા સિંહૈ ગોઠવણ કરી. મહારાજના દરિયા કિનારાના મુલકમાં લૂંટ ચલાવવા માટે વહાણુ અને અરમારની ગોઠવણુ કરવામાં આવી. ફ્રાન્સિસ માઈલ, અને ડિક માઈલ, એ બે યુરાપિયન ગૃહસ્થાને જયસિંહૈ પત્રા આપી ગાવા, સુરત અને મુંબઈના યુરેપિયન વેપારીઓ સાથે કુમક માટે ગોઠવણુ કરવા રવાના કર્યા. એ યુરેપિયન વેપારીઓની અરમારની જયિસંહને જરુર હતી.
તળકાંકણુ ઉપર મુગલા ચડાઈ કરે તા શિવાજીના મર્મસ્થાન ઉપર બ્રા થશે, એવી ઔરગઝેખની માન્યતા હતી, તેથી તેમ કરવા ખાદશાહે સિંહને માગ્રહપૂર્વક સૂચના કરી હતી. સંજોગા જોતાં આ સૂચના લાભકારક નિવડે એમ નથી અને એમ કરવામાં આવે તે બિજાપુર અને શિવાજીને ભેગા મળી જવાની તક આપવા જેવું થશે એવું રાજા જયસિંહને લાગ્યું તેથી એણે ૧૬૬૫ ના મા` માસમાં નીચેની મતલબને એક પત્ર શહેનશાહ ઔર'ગઝેબને લખ્યા. “ તળ કાંકણુમાં થઈને છાવણી નાખવાને સ્થાને જવાના વિચાર હું કરતા હતા પરંતુ આ પ્રાંતમાં આવ્યા પછી મને ખબર મળી કે બિજાપુરવાળા અને શિવાજી અંદરખાનેથી એક બીજાને મળી ગયા છે. તળ કાંકણુને રસ્તે જો હું જાઉં તો બિજાપુરવાળાના મુલકથી બહુ દૂર મારે જવું પડે અને હું તેમ કરું તે તેને લાભ લઈ, બન્નેનાં લશ્કરી બેગાં મળી જાય અને તેમ થાય તો જે જે સાવચેતીનાં પગલાં અમે લીધાં છે, તે બધાં નિરુપયોગી નિવડે. આવા સંજોગા હેાવાથી લશ્કરના પડાવ સાસવડ મુકામે રાખવાનું અમે નક્કી કર્યું છે. શિવાજીને
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com