________________
પ્રકરણું ૧ લું.]
છે. શિવાજી ચરિત્ર લક્ષ્મણસિંહ તથા ભીમસિંહે કુમાર અજયસિંહને વિધવિધ રીતે સમજાવ્યો. દાખલા અને દલીલેની અવધિ કરી, આખરે એ વડીલેએ એને વીનવ્યો અને શરમાવ્યો. “સિસોદિયા કુળનાં મૂળ ટકાવી રાખવામાં રજપૂતોનું કલ્યાણ છે, હિંદુ ધર્મની સેવા છે અને તે અજયસિંહ હયાત હશે તો જ બની શકશે. સિસોદિયા કુળનું ભૂષણ અને ગૌરવ હવે તારા જ હાથમાં છે, અને આવી સ્થિતિમાં, આવા સંજોગોમાં તારે અમારું માનવું જ જોઈએ” આવી રીતનું દબાણ કરી પિતાએ પુત્રને મનાવ્યું. આખરે અજયસિંહે પિતાનું માનીને અરવલ્લીના ડુંગરમાં જઈ કૈલવાડે આશરે લેવાનું કબુલ કર્યું. બહુ જ ખિન્ન હૃદયે પુત્રે પિતાનું માન્યું.
પિતાશ્રી લક્ષ્મણસિંહ અને દાદા ભીમસિંહજીની રૂબરૂ કબુલ કર્યા મુજબ અજયસિંહ ચિતડથી નીકળી અરવલ્લીના પહાડમાં ભરાયો. રાણુછ તથા તેમના પટાવો અને સામે કેસરિયાં કરી દુશ્મનદળ ઉપર તૂટી પડ્યાં. શત્રુને ખૂબ સંહાર કર્યો પણ બાદશાહના લશ્કરની મેટી સંખ્યા સામે રજપૂત ટકી શક્યા નહિ. આખરે રજપૂત હાર્યા અને કિલે મુસલમાનોને હાથ ગયે. ચિતેડની ભવ્ય અને નામીચી નેબત અને પંચરસી દરવાજા બાદશાહ ઉઠાવી ગયે. પંચરસી દરવાજા આગ્રા અથવા અકબરાબાદમાં બાદશાહી મકાનમાં વાપર્યા અને ચિતોડગઢની એ નામીચી નાબત અજમેરના પીરને બાદશાહે નજર કરી. - ' સિદિયા વંશને વાઘ અજયસિંહ અરવલ્લીના ડુંગરાઓમાં જ હતો. એ ડુંગરમાં હતું ત્યારે તેને સુજનસિંહ અને અજીતસિંહ એવા બે પુત્ર થયા. થોડા દિવસ વીત્યા પછી રાણું લક્ષ્મણસિંહના પૌત્ર હમીરસિંહ જે પિતાના કાકા અજયસિંહ સાથે અરવલ્લીના પહાડમાં આવ્યો હતો તે મેટ થયો ત્યારે તેણે પિતાનો ખોયેલે મુલક પાછું મેળવવાનો પ્રયત્ન શરૂ કર્યો. હમીરસિંહે લડીને દુશમનના હાથમાંથી છેડે મુલક પાછો લીધો. એક પ્રસંગ એવો બન્યો હતો કે અજયસિંહે પિતાના દીકરાઓને, એક બહારવટિયાએ બળવો કર્યો હતો તેને હરાવવા માટે મેકલ્યા. આ છોકરાએ આ કામ કરી શક્યા નહિ. પણ પિતાના કાકાની ઈચ્છા પ્રમાણે હમીરસિંહ પણ આ બંડખરનો નાશ કરવા માટે ગયો હતો. એણે બહુ હિંમત અને બહાદુરીથી બંડખરને માર્યો અને તેનું માથું લાવીને કાકાને ચરણે મૂકયું. આથી અજયસિંહ હમીરસિંહ ઉપર બહુ જ પ્રસન્ન થઈ ગયે. અજયસિંહને પિતાના આ ભત્રીજા ઉપર બહુ ચાર હતો તેથી એણે મેળવેલી છતથી રાજી થઈને તેણે જીતેલા મુલકની ગાદી ઉપર પોતાના આ ભત્રીજાને બેસાડ્યો અને પોતે રાજકારભાર જેવા લાગ્યો. આવી રીતે કારભાર ચાલી રહ્યો હતો તેવામાં અજયસિંહ મરણ પામ્યું. કાકા ભત્રીજાની વચ્ચેનો સંબંધ બહુ મીઠે અને ધડે લેવાલાયક હતો. સિસોદની ગાદીએ અજયસિંહની જગ્યાએ હમીરસિંહ આવ્યો. ગાદીએ આવ્યા પછી થોડા જ વરસમાં એણે માલદેવ ચૌહાણ જે દિલ્હીના અલાઉદ્દીન ખૂનીના પ્રતિનિધિ તરીકે ચિતોડમાં રાજ્ય કરતા હતા તેને, ચિતોડમાંથી કાઢી મૂક્યું. માલદેવને હાંકી કાઢયા પછી, ચિડ એણે પોતાના કબજામાં લીધું અને ત્યારથી ચિતોડના રાણુઓ સિસોદિયા રાણા કહેવાયા.
અજયસિંહના મરણ પછી તેના દીકરા સુજનસિંહ (સજ્જનસિંહ)ને લાગ્યું કે રાજ્યમાં ભાગ પડાવવાના પ્રશ્નથી કુટુંબકલેશ થશે અને અંદરઅંદરના ફ્લેશથી દુશ્મનને રાજી થવાની તક આપવી અને બહારનાઓને ઘરમાં પેસી જવાની જગ્યા કરી આપવી તેના કરતાં ગાદી ઉપરના રાણું પિત્રાઈ ભાઈની સાથે મીઠો સંબંધ રાખી બીજે સ્થળે જઈ રાજ્ય સંપાદન કરવું એ વધારે સારું છે. આવી રીતને વિચાર કરી સુજનસિંહ મેવાડમાં આવેલા સીંધવાડા મુકામે આવીને રહ્યો. સેંધવાડામાં સુજનસિંહ, પછી દિલીપસિંહ, પછી શિવજી પછી ભેસાજી અને પછી દેવરાજજી થયા.
- ઈ. સ. ૧૪૧૫ માં દેવરાજજી નર્મદા નદી ઊતરીને દક્ષિણમાં આવ્યા (૧. સર દેસાઈ મ. રિ. પા. ૧૩૮ ). શ્રી મહાર રામરાવ ચીટણીસ પિતાની બખરમાં નીચે પ્રમાણે વંશ બતાવે છે –
-
2
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com