________________
છે. શિવાજી ચરિત્ર
[ પ્રકરણ ૧ લું. મહાદેવને બાપાએ પધરાવ્યા, અને એક સુંદર મંદિર બંધાવ્યું. એ ચિત્રકૂટ તે જ આજનું ચિતોડ અને મહાદેવ તે જ આજે એકલિંગજીના નામે ઓળખાતા મહાદેવ.
બાપ્પા રાવળે સ્થાપેલી ચિતેડની ગાદી ઉપર ઘણું શૂરવીર રાજાઓ થઈ ગયા. મેવાડના રજપૂતાનાં પરાક્રમની વાત આજે પણ નિ:સત્વ અને નિર્માલ્ય બનેલા હિંદુઓને પાણી ચડાવે એવી છે.
મેવાડના હિંદુ રાણાઓ અને દિલ્હીના મુસલમાન બાદશાહોની વચ્ચે થયેલી ખૂનખાર લડાઈઓનાં વર્ણનથી મેવાડને ઇતિહાસ ભરપૂર છે. મેવાડના રજપૂતે એટલે ટેકની મૂર્તિ, મેવાડના રજપૂતો એટલે હિંદુત્વની જાગતી ત, મેવાડના રજપૂતો એટલે સાહસિકપણું, મેવાડના રજપૂતો એટલે શૌર્યની પ્રતિમા, મેવાડના રજપૂતે એટલે સ્કૃતિને અખૂટ કરે અને મેવાડના રજપૂતો એટલે હિંમતને નમૂને. મેવાડના રાજપૂતોના શૌર્યની વાતો દુનિયાના ઇતિહાસમાં પણ અજોડ કહેવાય. આજે પણ એમનાં કૃત્યોને ઈતિહાસ હિંદુઓને સ્કૂર્તિ આપે છે.
મેવાડના રજપૂતોએ દિલ્હીના મુસલમાન બાદશાહે સામે ખૂબ ટક્કર ઝીલી હતી. અનુકુળ સાધન અને સંખ્યાબળને લીધે મુસલમાનોએ મેવાડની ઘણી ખરાબી કરી છતાં રજપૂતેએ પોતાનું ખરું ખમીર ખાયું ન હતું. . સ. ૧૨૭૫ ના અરસામાં ચિતોડની ગાદી ઉપર બાપા રાવળના વંશના રાણુ લમણસિંહજી રાજ્ય કરતા હતા. રાણી લક્ષ્મણસિંહના વખતમાં ચિતોડની ગાદીને કારભાર રાણાજીના કાકા ભીમસિંહજીના હાથમાં હતા. ભીમસિંહ સિંહલદ્વીપના રાજા હમીરસિંહ ગેહાણની અતિ ખૂબસૂરત રાજકન્યા પદ્મિની જોડે પરણ્યો હતો. તે જમાનામાં તે પદ્મિનીની ખૂબસૂરતી મુલકમશહૂર હતી. પવિનીના સંદર્યની વાત દિલ્હીના દરબારમાં ગઈ. દિલ્હીની ગાદી ઉપર તે વખતે ગુજરાતને મુસલમાની બંસરી નીચે ઘાલનાર ખિલજી વંશનો અલાઉદ્દીન ખૂની હતો. તેણે પદ્મિનીને મેળવવા માટે ચિતોડ ઉપર ચડાઈ કરી. રજપૂતે તે વખતે ગરદન બચાવળ નાક કપાવે એવા ન હતા. મેવાડપતિ સામે છે અને બાદશાહે ચિતોડને ઘેરે ઘાલ્યો. ઘેરે ઘણા દિવસ સુધી ચાલ્યું. શત્રુને શરણ જવું એ તે રજપૂતોને મરણ કરતાં પણ વધારે ભારે લાગતું. શરણ જવાનો વખત આવે તે રજપૂતે મરણને શરણ જતા, પણ શત્રને શરણ ને જતા. આ વખતે અલાઉદ્દીને ચિતડને ઘાલેલે ઘેર બહુ જબર હતા. રજપૂતોએ તે વિકટ સ્થિતિ જોઈ આખરનાં કેસરિયાં કરવાનો નિશ્ચય કર્યો. રાણું લક્ષ્મણસિંહ અને ભીમસિંહ ભેગા મળ્યા અને એમણે વિચાર કરી નક્કી કર્યું કે રજપૂતાની રીત મુજબ બાળબચ્ચાં તથા સ્ત્રીઓને જીવતી સળગાવી દઈ ઝૌહર કરી દુશ્મનો ઉપર તૂટી પડવું. ઝૌહર કરવાનું નક્કી કર્યું પણ સિસોદિયા કુળને નાશ તે ન થવા દે એવું એ બન્નેએ નક્કી કર્યું. સિસોદિયા કુળનું સાચું બીજ હયાત હશે તે તેને પ્રભાવ પ્રગટ થયા સિવાય રહેવાનો નથી એવું એ બન્નેને લાગ્યું અને તેથી સિસોદિયા વંશને એકાદ પુરુષ વંશની હયાતી માટે સાચવી રાખવાનો નિશ્ચય કર્યો. રાણી લક્ષ્મણસિંહ પિતાના દીકરા અજયસિંહને અરવલ્લીના પહાડમાં કેલવાડામાં જઈ જાન બચાવવા જણાવ્યું. અજયસિંહ બહુ બહાદુર અને બહેશ હતું. તેમાં વળી મેવાડના રજપૂત અને સિસોદિયા કુળને અને ચિતેડના રાણાજીનો કુંવર એ તે જાન બચાવવા નાસી જવાનું પસંદ કરે ખરો ? અજયસિંહને માથે તે આ ધર્મસંકટ આવી પડવું. આઝાધારક પુત્રને પિતાની આજ્ઞાનું ઉલ્લંધન એ તે મરણ કરતાં પણ વધારે સાલે. એક તરફ પિતાની આજ્ઞા અને બીજી તરફ ક્ષત્રિયની ટેક. એ વિચારમાં અજયસિંહનું મન
લાં ખાવા લાગ્યું. “કેસરિયાં કરવાનું નક્કી કર્યા પછી સાચા રજપૂતથી બીજો વિચાર થાય જ કેમ?” “કઈ પણ સંજોગોમાં પાછા ન હઠવું એ તે સાચા રાજપૂતનું ખમીર છે ”—એમ કુમાર અજયસિંહે બહુ વિનય અને નમ્રતાથી પોતાના પિતાને જણાવ્યું. એણે અરવલ્લીના ડુંગરોમાં નાસી જવાની ચેખી ના પાડી. “ દુશ્મનને મારતાં મારતાં મરવાને માર્ગ જ મને પસંદ છે.” એમ પિતાને એણે જણાવ્યું. આ નિશ્ચય બદલવા અજયસિંહને સમજાવે એ બહુ ભારે કામ હતું. આખરે રાણું
www.umaragyanbhandar.com
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat