________________
પ્રકરણ ૧૦ મું] છે. શિવાજી ચરિત્ર
જાય મુગલનું થોડું લશ્કર દક્ષિણમાંથી દૂર ગયું છે ત્યારે એમણે તરતજ અહમદનગર ઉપર ચડાઈ કરીને તે શહેર લૂંટી લીધું અને આગળ વધતાં વધતાં મહારાજ ઠેઠ ઔરંગાબાદની ભાગળ સુધી જઈ પહેચા. એવી રીતે મહારાજ બિજાપુર અને મુગલ એ બે સત્તાની સામે બહુ યુક્તિ, સાવધાનતા અને સાવચેતીથી સમર ખેલી રહ્યા હતા. ઘડીમાં બિજાપુરના લશ્કર ઉપર મહારાજ ચડાઈ કરતા તો ઘડીમાં મૂગલાના મુલકમાં લુંટ કરતા. આ વખતે મહારાજે બન્ને જામેલી સત્તાને થકવવા માટે ભારે ચતુરાઈ ચાલાકી અને અણધાર્યા વેગથી કામ લીધું હતું. મહારાજની આ વખતની ચાલાકી વેગ અને દીર્ધદષ્ટિ જોઈને પરદેશી કેઠીવાળાઓ પણ તાજીબ બન્યા હતા.
પ્રકરણ ૧૩ મું ૧. શિવાજી મહારાજ અને મિયારાજા જયસિંહ. ( ૪. રાયગઢમાં દરબાર. ૨. મિરઝારાજ જયસિંહ,
૫. રાજા જયસિંહની મનોદશા. ૩. મિરઝારાજાનું દક્ષિણ તરફ પ્રયાણ. | ૬. મહારાજ ઉપર આફત.
૧. શિવાજી મહારાજ અને મિરઝારાજા જયસિંહ
iા વાજી મહારાજની નાની માટી, છૂપી બધી હિલચાલ મેળવવા માટે ઔરંગઝેબે વિધવિધ
પ્રકારની ગોઠવણ કરી હતી અને મુગલાઈન કાબેલ જાસૂસ મારફતે ઔરંગઝેબને મહારાજની હિલચાલની ઘણીખરી ખબર મળતી પણ ખરી. ઔરંગઝેબ બહુ ઊંડે, અનુભવી ઝીણી નજરથી જોનાર અને અજબ કલ્પનાશક્તિવાળા મુત્સદી હતા. એટલે એને જે જે ખબર મળતી તે ઉપરથી તે દમનને માપી લેત. બિજાપુર બાદશાહતને શિવાજી મહારાજ નરમ કરી રહ્યા હતા, એ ખબર સાંભળી ઔરંગઝેબને આનંદ થતો પણ દિવસે દિવસે મહારાજ વધારેને વધારે બળવાન બનતા જાય છે એ જોઈ ઔરંગઝેબને આનંદ ઓસરતો ગયો. શિવાજી મહારાજને ઉદય ઔરંગઝેબની આંખમાં ખટક્યા જ કરતો હતો. બિજાપુર સલ્તનતને શિવાજી હેરાન કરે, પજવે, સતાવે તો તે સાંભળી મુગલપતિને આનંદ થતો, પણ શિવાજી એ માર્ગે બળવાન બનતો જાય છે એને ખ્યાલ એને તરતજ આવી જતો, એટલે એના પેટમાં તેલ રેડાતું. શિવાજીનાં પગલાં એણે પારખી લીધાં હતાં. ચારે તરફ નજર ફેરવતાં મુગલ સમ્રાટને જણાયું હતું કે તે જમાનામાં મુગલાઈ સત્તાને જો કોઈ હલાવી શકે એમ હોય તો તે શિવાજી જ છે. શિવાજી મહારાજને વધારે બળવાન થવા દેવામાં મુગલ સત્તાને હતું, એ ઔરંગઝેબ સારી રીતે સમજી ગયો હતો. મુગલાઈના સંજોગે અને દક્ષિણની પરિસ્થિતિ બહુ ઝીણવટથી તપાસતાં ઔરંગઝેબને જણાયું કે જે શિવાજીને હવે જમીનદોસ્ત કરવામાં નહિ આવે તો એ મુગલ સત્તાને નુક્સાનકર્તા નીવડશે એટલું જ નહિ પણ એ નવી બળવાન હિંદુ સત્તા સ્થાપી દેશે. શિવાજીની કરેડ જે ભાગવામાં નહિ આવે તો એ અનેક મુસલમાન સત્તાનાં હાડકાં ઢીલાં કરશે.
ઔરંગઝેબ એ પણ જાણતા હતા કે શિવાજી પિતાનાં મૂળ બરાબર જમાવી દે તે એને અનેક કુમકે મળે એવી ગોઠવણ કરવાની એની શક્તિ છે. એક ફેરો હિંદુત્વ રક્ષણના નામે પવન ફૂંકાય તે મુગલાઈને ભારે થઈ પડે, માટે એ ચેપી રોગને દાબવા શિવાજીને ય ભેગો કરે જ છૂટકે છે એવું ઔરંગઝેબને લાગ્યા જ કરતું હતું. પિતાના મામા શાહિસ્તખાનની મહારાજે કરેલી દુર્શથી ઔરંગઝેબ
Shree Sudharmaswami Gyanbhandar-Umara Surat
www.umaragyanbhandar.com