________________
૩૩૬
છે. શિવાજી ચરિત્ર
[ પ્રકરણ ૧૦ સુ
અતિશય ક્રાધે ભરાયા હતા. ત્યાર પછી સુરતની લૂંટ, ખાસિલેારની દુર્દશા, વેગુર્લાને આગ વગેરે વગેરે શિવાજી મહારાજનાં પરાક્રમાની વાતો સાંભળી મહારાજ ઉપરના ભડકે બળી રહેલા ઔર'ગઝેબના ક્રોધાગ્નિમાં તેલ રેડાયું. શાહિસ્તખાન ઉપર નારાજ થઈ તેને પાછા ખેલાવી લીધા પછી પેાતાના દીકરા મુઆઝીમ અને જશવંતસિંહને બાદશાહે દક્ષિણમાં મેાકલ્યા, પણ આ જોડીએ દક્ષિણમાં કાઈ પણ જાતનાં પરાક્રમે ન કર્યાં. બાદશાહે પેાતાના પુત્રને દક્ષિણમાં મુગલ સત્તા મજબૂત કરવા અને આદિલશાહી તથા શિવાજીની સત્તા તેડવા માટે મેાકલ્યા હતો. જે કામ માટે ખાસ શાહજાદાને બાદશાહે દક્ષિણમાં માલ્યા તે કામ એનાથી થયાં જ નહિ. શિવાજી મહારાજ હવે પોતાને “ રાજા '' કહેવડાવવા લાગ્યા છે, એ ખબર જ્યારે બાદશાહને મળી ત્યારે તો એના હૈયાની હાળી ભડકે બળવા લાગી. શિવાજી મહારાજના ઉત્કર્ષ ને લીધે ઔરગઝેબનું અંતઃકરણ વેદનાગ્રસ્ત થઈ ગયું હતું. ઔરગઝેબના હૃદયની વેદના હજુ પૂરી સીમાએ પહેાંચી ન હતી. એને પૂરી સીમાએ પહોંચાડવા માટે બીજી એ ખમરા બાદશાહને મળી. શિવાજી મહારાજની હિલચાલની ખારા બાદશાહને મળી ત્યારે અતિ દિલગીરી અને ખેથી બાદશાહે જાણ્યું કેઃ— ( ૧ ) શિવાજી મહારાજે પેાતાના નામના સિક્કા શરૂ કરી દીધા છે અને (૨) મહારાજે મકે જતા મુસલમાન યાત્રાળુઓને પકડી એમની પાસેથી નાણાં પડાવ્યાં છે. આ છે ખબરે। બાદશાહને અસહ્ય થઇ પડી. હવે આ શયતાનને – કારને શી રીતે પૂરા કરવા એ ચિંતામાં મુગલપતિ પાડ્યો. ઔરંગઝેબમાં ઘણા ગુણ હતા એની ના ન પડાય, પણ એના વહેમી સ્વભાવને લીધે એણે મુગલાઈનાં મૂળ ઢીલાં કરી નાખ્યાં. સાધારણ માણુસના દુર્ગુણા અને ખરાબ સ્વભાવથી એને અતે બહુ થાય તે એના કુટુમ્બને નુકસાન થાય, પણુ મેટામેનાબાદશાહેાના—રાજાઓના દુર્ગુ ́ા અને દુષ્કૃત્યાનાં માઠાં ફળે! એમને ચાખવાં પડે છે, એટલુંજ નિહ પણુ આખી પ્રજાને કાઈ પણ જાતના વાંક વગર ચાખવાં પડે છે. ઔરંગઝેબની બાબતમાં પણુ એમ જ બન્યું શિવાજી મહારાજને કચડવા માટે એક મોટુ લશ્કર મુઆઝીમ તરફ્ દક્ષિણમાં માલવાના બાદશાહે વિચાર કર્યાં. જન્મદાતા પૂજ્ય પિતાને પેાતે દુખા દીધાં હતાં, તેમનું અપમાન કર્યું હતુ', કેદમાં નાખી હેરાન કર્યાં હતા, તેથી પેાતાના દીકરા બળવાન થએ પોતાને પગલે ચાલશે તે પેતાને દુખ વેઠવાં પડશે એ વિચારથી દીકરા તરફ મોટું લશ્કર મેાકલવાના વિચાર ઔર'ગઝેબે માંડી. વાળ્યા. ભારે ખળવાળા જમરા લશ્કરથી વસેલી છાવણીમાં પેસીને શાહિસ્તખાનનાં આંગળાં શિવાજી મહારાજે કાપી નાખ્યાની ખબર બાદશાહને મળી હતી અને જિન્નપુર તથા ગાવળકાંડાને નરમ કરવા માટે કયા સરદારને માકલવા એને વિચાર કરી રહ્યો હતો. નામીચા અને માનીતા એવા મુગલ દરબારના બધા સરદારાને બાદશાહે એક પછી એક વિચાર કરવા માંડયો. આ કામ માટે સરદાર ચૂંટી કાઢવાનું કામ અહુ ગૂંચવણભર્યું હતું. બાદશાહને વહેમી સ્વભાવ એટલે બધે દરજ્જો વહેમી બની ગયા હતા કે આખી શહેનશાહતના સંખ્યાબંધ ચમરબંધી સરદારામાં એક પણ સરદાર ઉપર એને પૂરેપુરા વિશ્વાસ ન હતા. પિતાને દીધેલા દગાને લીધે તથા ભાઈ ને કરેલા વિશ્વાસધાતને લીધે ઔરંગઝેબને સ્વભાવ આટલા બધા વહેમી બન્યા હતો એમ કહી શકાય. આખરે ઔરંગઝેબે દક્ષિણમાં શિવાજીને કચડી નવી ઊભી થતી હિંદુ સત્તાને જડમૂળથી ઉખેડી નાંખવા માટે અને બિજાપુરને જીતી મુગલાઈમાં જોડી દેવા માટે શહેનશાહી લશ્કર લઈ તે દક્ષિણમાં જવા એક નામીચા અને અનુભવી સરદારને ચૂંટી કાઢયો. દક્ષિણમાં મુસલમાની સત્તાને હેરાન કરી હિંદુનું બળ જમાવવા માટે અને આખરે એક હિંદુ સત્તા સ્થાપવા માટે કરમાં શિર લઈ ને અનેક વખતે શક્તિ અને યુક્તિથી જામેલી મુસલમાની સત્તાને હંફાવનાર શિવાજી ઉપર ચડાઈ કરવા માટે દક્ષિણમાં ખાદશાહી દળ લઈ જવા પંકાયેલા, કસાયેલા અને અનુભવ મેળવેલા, મિરઝારાન જયસિંહ ઉપર ઔરગઝેબનો નજર પડી. દક્ષિણના સંજોગો અને દુશ્મનનું બળ વગેરેને વિચાર કરી ઔરંગઝેબે ખરાબર લાયક પુરુષની પસંદગી કરી હતી, પણ એના વહેમી સ્વભાવને લીધે લાયક સરદારની ચૂંટણી થઈ હતી છતાં
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com