________________
૩૩૪
૭. શિવાજી ચરિત્ર
[ પ્રકરણ ૯ મું
પહેાંચ્યું છે અને તપાસ કરતાં એ લોકો જણાવે છે કે બિજાપુર બાદશાહના હુકમથી ચૌલ સુધીને શિવાજીના અધા મુલક જીતવા માટે એમને મેાકલવામાં આવ્યા છે. ’ ઉત્તર કાંકણના ભાગ જીતવાની જવાબદારી મુગલાની હતી એમ માની લઈ બિજાપુરના બાદશાહે ચૌલ સુધીના મુલક જીતવા માટે લશ્કર મેાકલ્યું હતું. બિજાપુર ખાદશાહે લખમ સાવંતને શિવાજી સામે મદદ કરવા માટે ફરમાન પણુ મેાકલ્યું હતું. લખમ સાવંત પણ માહારાજ સાથેનું તહનામું તેાડીને બિજાપુર બાદશાહને મળી ગયા. એવી રીતે સાવંત અને બિજાપુર ભેગા મળીને શિવાજીનું ખળ તેાડવાને પ્રયત્ન કરવા લાગ્યા. મહારાજને ખબર પડતાં જ વીજળીવેગે બિજાપુર અને સાવંતના ભેગા દળ ઉપર હલ્લા કરવા આવી પહેાંચ્યા. અને દળ વચ્ચે જબરી લડાઈ થઈ. મહારાજના લશ્કરે બિજાપુર લશ્કરના કચ્ચરઘાણ વાળ્યેા. આશરે ૬૦૦૦ બિજાપુર સિપાહીઓની મહારાજના લશ્કરે કતલ કરી.
૬. શિવાજીના હલ્લા સામે ગાવાની તૈયારી.
બિજાપુરના લશ્કરને સખત હાર્ ખવડાવી મહારાજની નજર ગાવા તરફ ગઈ. ૧૬ મી ફેબ્રુઆરી ૧૬૬૪ને રાજ નીચેની મતલબને કાગળ કારવારના અંગ્રેજ કોઠીવાળાઓએ સુરતની કાઠીના અધિકારીને લખ્યો હતો.
“ થાડા દિવસ પહેલાં શિવાજીએ પેાતાના વકીલ મારફતે ગાવાના વાઈસરોયને કહેવડાવ્યું કે ‘મુગલાની સાથે જંગ જામ્યા છે અને તેથી મને નાણાંની ભીડ છે માટે નાણાં મોકલશો. ' શિવાજીને આ સંદેશ સાંભળી વાઈસરૉય બહુ જ ગુસ્સે થયા અને એમણે શિવાજીના વકીલને ૩–૪ દિવસ સુધી કેદમાં રાખ્યા. આખરે લોકોએ જ્યારે એના છૂટકારાની વિનંતિ કરી ત્યારે એને બંધનમુક્ત કર્યાં, શિવાજીના વકીલને કેદ કરવામાં આવ્યા હતા, તેથી ગુસ્સે થઈ તે શિવાજી ગાવાને ઘેરા બ્રાલશે એમ વાત ચાલી રહી છે. ધેરા ધાલવામાં આવે તે તેને પહેાંચી વળવા માટે ગાવાવાળા પણ પોતાની તૈયારી કરી રહ્યા છે. શિવાજી અમારી તરફ પણુ આવશે એવી લોકોમાં અફવા ચાલી રહી છે. જો શિવાજી આ તરફ આવે તા આપણા માલના રક્ષણુ માટે શાં પગલાં લેવાં તેની સૂચનાએ માકલશે. રાણી ( બિજાપુરની બેગમ સાહેબા ) ખસરા માર્ગે બગદાદ નજીક કાઈ ધાર્મિક ક્ષેત્રમાં યાત્રા કરવા જવાના ઈરાદો રાખે છે, તે તેને પાસ આપવા માટે આશરે ૫-૬ ક્વિસથી અત્રેના સૂબા સાહેબ અમારી પાછળ મંડ્યા છે. “ સુલ્તાન સાહેબનું ફરમાન અતાવ્યા પછી ઘટિત કરીશું ” એવા જ્વાબ આપી હાલમાં તો એ વાત ઉપર પડદો પાડ્યો છે. ( પત્રના નં. વૅતુ. ૨. પાન ૨૫૫ ). ” ઉપરના પત્રથી આપણે જોઈ શકીએ છીએ કે મહારાજ ગાવા ઉપર આવવાના છે તે સાંભળી ગાવાના અધિકારીગ્માએ તૈયારી કરવા માંડી હતી.
"
૭. વેગુલાંને આગ.
વે'ગુ†માં શિવાજી મહારાજના ચાલુદાર રહેતા હતા. તેના ઉપર વે’ગુર્લાના લેાકાએ હુમલા કર્યાં. મહારાજને આ વાતની ખબર પડી એટલે એમણે વેગુર્લાના લોકોની સાન ઠેકાણે લાવવા તથા મહારાજની સત્તા સામે થઈ ચાલુદાર ઉપર હલ્લા કરનાર રૈયતને સજા કરવાના નિશ્ચય કરી મહારાજે વે‘ગુર્જા' ઉપર ચડાઈ કરી. શત્રુનાં માણસાને પરાજય કરી સામે થયેલાઓને સા કરવા મહારાજે વેબુલ્યું શહેર બાળી ભસ્મ કર્યું.
મહારાજ બિજાપુર સરફ઼ારની સત્તા સામે જંગ ખેલી રહ્યા હતા પશુ મુગલે કઈ એમની નજરથી દૂર ખસ્યા ન હતા. મુગલાના લશ્કર તરફ્ મહારાજની પૂરેપુરી નજર હતી. મુગલાના બળના સાપ મરે એ નજર રાખ્યા જ કરતા હતા અને તક પણ શાધી રહ્યા હતા, એમણે જ્યારે જોયું કે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com