________________
પ્રકરણું હું શું ]
૭. શિવાજી ચત્રિ
છુ
દેખાવા કદી પણ થયા ન હતા ત્યારે શિવાજીના ચારિત્રની નૈતિક શ્રેષ્ઠતા આપણી નજર સમક્ષ ખડી થાય છે. લડાઈ કે લૂટ દરમિયાન કાઈના ઉપર નકામેા ત્રાસ ગુજારવામાં આવ્યા ન હતા, તેમજ કાઈ ને મારી નાખવામાં આવ્યા નહતા, એટલું જ નહિ પણ તેણે અથવા તેના માણુસાએ પાશવી વાસના કે પૈસાના લાભને લઈને કાઈ પણ સ્ત્રીને કે ધર્માં પુરુષને હાથ લગાડયો નહતા. શિવાજીના હુકમા બહુ સખત હતા અને એના માણસા ઉપર એના કાણુ અજબ હતેા. સુરતની લૂંટને નજરે જોનાર ડચ અનેઅંગ્રેજોના તે અંગેના વીગતવાર કાગળામાંથી મરાઠાઓએ કાઈ સ્ત્રીને પકડવાનેા કે કાઈ ઉપર અત્યાચાર કર્યાના ઉલ્લેખ મળતા નથી. ઝાંસીની લૂંટ અને નિર્દોષ માણસાની કતલ વખતે અંગ્રેજોએ પેાતાના સૈનિકોને સખત હુકમ કર્યાં હતા કે કાપણુ સ્ત્રીને હાથ અડકાડવા નહિ. આ માટે તે માનને પાત્ર છે. પશુ આ તે સુધરેલા જમાનાના પ્રસંગ હતા. ઉપર જણુાવ્યા મુજબ ૧૬ મી સદીમાં યુરેાપીઅનેએ અને ૧૭ મી સદીમાં મુસલમાનેએ સ્ત્રીએ ઉપર અત્યાચાર ગુજાર્યાં હતા અને સાધુપુરુષા ઉપર ત્રાસ વૉબ્યા હતા. આની સરખામણીમાં મહાભારતના શાંતિપર્વમાં રજુ કરેલી નીતિ મુજબ શિવાજી અને તેના માણસા સ્ત્રીઓ અને સાધુપુરુષાથી વ્યવસ્થિત રીતે દૂર રહ્યા તે માટે શિવાજીના ચારિત્ર્યની પ્રશસા કરવી જોઈએ અને એની મહાનુભાવતા સ્વીકારવી જોઈ એ.
*
જાના કાળમાં ગ્રીક અને રામનેાએ પણ વિજીત પ્રજાની સ્ત્રીએ ઉપર અકચનીય જીલમા ગુજાર્યાં હતા, જૂના કાળમાં હિન્દમાં આવેલા આ લાકોએ ( ઈન્ડા આર્યન ) કોઈ દિવસ લડાઈમાં નહિ જોડાયેલા લાકોને માર્યા નથી, સ્ત્રીઓને પકડી તેમના પર અત્યાચાર ગુજાર્યો નથી તેમજ સાધુપુરુષો ઉપર જીલમ ગુજાર્યું નથી. પૂર્વજોના આ ઉમદા શિક્ષણનું અને નીતિનું શિવાજીએ બરાબર પાલન કર્યું હતું '
अयुध्यमानस्य वधोः दारामर्षः कृतघ्नता । ब्रह्मवित्तस्य चादानं निःशेषकरणं तथा । स्त्रियामोषः पतिः स्थानं दस्युष्वेतद्धि बर्हितम् ॥
૫. શિવાજી મહારાજની ચડતી.
સુરતની લૂંટ પછી મહારાજ જરા પણ જપીને બેઠા નહિ. મહારાજની સૂચના મુજબ સર સેનાપતિ નેતાજી પાલકરે મુગલ મુલકા લૂટવાને અને મુગલ સત્તા તાડવાના સપાટા ચલાવ્યા હતા. મુસલમાન જાત્રાળુએથી ભરેલાં મુગલાનાં જહાજ અરબસ્તાન જતાં હતાં તે જહાજો પકડી, શિવાજી મહારાજનાં દરિયાઈ લશ્કરનાં માણુસે તેમાંના યાત્રાળુઓ પાસેથી ખંડણી લઈ પછી છોડતા. એવી રીતે મહારાજનાં માણસા, સરદારા અને લશ્કરી અમલદારા ચારે તરફ મુગલ સત્તા તાઢવા માટે પ્રયત્ના કરવા મંડી પડયા હતા.
મહારાજનું જોર વધતું જતું જોઈ ઔર'ગઝેબ ક્રોધે ભરાયા. એણે એક જબરું લશ્કર કસાયેલા સરદારના હાથ નીચે શિવાજીને કચડવા માટે મેાકલવાની તૈયારી કરવા માંડી અને શિવાજી મહારાજ ઉપર ચડાઈ કરવા માટે ઔરગઝેબે બિજાપુર દરબારને લખ્યું. ઔરંગઝેબનું દબાણુ સહન કરવા જેટલી શક્તિ બિજાપુરમાં ન હતી, એટલે એણે કરેલા કરાર તેાડી મહારાજ સામે લશ્કર માકહ્યું. કારવારના અંગ્રેજ કોઠીવાળાએ આ સંબંધમાં ઈ. સ. ૧૬૬૪ ના મે માસમાં નીચેની મતલબનેા પત્ર સુરત કોઠીવાળાઓ ઉપર લખ્યા હતા તે ઉપરથી આદિલશાહની હિલચાલ જાણી શકાય છે. “ હયદળ અને પાયદળ મળીને આશરે ૪૦૦૦ માણસેાનું લશ્કર શિવાજી ઉપર આદિલશાહે રવાના લશ્કર ગાવાથી બે દિવસના પ્રવાસે પહોંચી શકાય એટલે દૂર આવેલા કડાલી ગામ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com