________________
રણુ ૯ મું]
૭. શિવાજી ચત્રિ
સુરતથી ૨૯ માઈલ દૂર આવેલા ગણદેવી ગામે તા. ૫ મી જાન્યુઆરીને રાજ પહોંચ્યા અને ત્યાં વિસામા માટે થેાભ્યા. તા. ૫ મીને રેાજ બપોરે તા સુરતના દરેક શહેરીને ખબર પડી ગઈ કે શિવાજી સુરત ઉપર ચડાઈ કરવા આવે છે અને ગણદેવી સુધી આવી પહેાંચ્યા છે. ગામના શ્રીમંતા ભેગા થઈ ને સુગલ સૂબેદાર સરદાર ઈનાયતખાનની પાસે દાડ્યા. શહેરનું રક્ષણ કરવા માટે તાકીદે પગલાં લેવાની પ્રજાએ સૂબેદારને વિનંતિ કરી. સુરતના શહેરીઓના જાનમાલના રક્ષણની જવાબદારી સખેદાર સરદાર ઈનાયતખાનને શિરે હતી એટલે આ લાકાએ આ અમલદારને ઘેર જવા માંડયું. સરદાર ઈનાયતખાને ડચ અને અંગ્રેજ કાઢીવાળાઓને ખેલાવ્યા અને શહેરના રક્ષણ સંબંધી એમને વાત કરી. આ બંને કાઠીવાળાઓએ સાફ સાફ વાત કરી દીધી કેઃ– અમે। અમારો બચાવ કરી લઈશું, તે સિવાય અમારાથી ખીજું કંઈપણ થવાનું નથી. ” કાઢીવાળાએતા આ જવાબ સાંભળી ગભરાએલે મેદાર નિરાશ થયા. સરદાર ઈનાયતખાન અપ્રમાણિક અને લાંચિયા હતા. સુરતના લોકોએ જોયું કે સૂમેદાર શહેરનું રક્ષણુ કરી શકે એમ નથી ત્યારે લેકામાં ગભરાટ વધ્યા અને શહેરીઓના મોટા ભાગ પોતાનું ધન, દોલત, માલમિલ્કત, રાચરચીલું બધું મૂકીને બાળબચ્ચાંને લઈને હાડીમાં બેસી સુરત છેડી ચાલ્યા ગયા. કેટલાક શ્રીમંત લાકોએ સરદાર ઈનાયતખાનની ખુશામત કરવા માંડી.
,,
સુરતના કિલ્લા બહુ મજબૂત હતા, તેમાં ઈનાયતખાને પોતાના કુટુંબકબીલાને માકલી દીધાં. કેટલાક શ્રીમંત માણસેાએ ઈનાયતખાનને ભારે લાંચ આપીને કિલ્લામાં આશ્રય મેળળ્યેા. ઈનાયતખાન નખળા, નમાલા, લાંચિયા અને અપ્રમાણિક હતા. સુરત શહેરના રક્ષણ માટે લશ્કર રાયા વગર ૫૦૦ સિપાહીઓના પગાર ખર્ચે પાડીને મુગલ તિજોરીમાંથી દરમાસે સૂબેદાર પોતે લઈ તે પોતાનાં ખિસ્સાં ભરતા. આવા નામ અધિકારીની નામર્દાઈ જોઈ, રૈયતના હાશકાશ ઊડી ગયા. રૈયતના રક્ષણની કાઈપણ તજવીજ એણે કરી નહિ અને પોતાના જાન બચાવવા કિલ્લામાં ભરાયા અને ત્યાંથી સુલેહના સંદેશા લઈ તે પોતાના માણસ શિવાજી મહારાજ પાસે ગણદેવી મેાકલ્યો. શિવાજી મહારાજે એ માણસને રોકી જ રાખ્યો. આ વખતે સુરતના શ્રીમંત વર્ગોમાં પૈસાના પૂજક વેપારીએ, પરસેવા ઉતારીને પૈસે પેદા કરનાર કારીગર વર્ગ, ચૂસ્ત અગ્નિપૂજક પારસીએ અને પાચા હૈયાના જૈનેાની ગણના થતી હતી. આ ઉપરાંત મુસલમાન વેપારીએ તે લક્ષાધીશો હતા. તે જમાનામાં આખી દુનિયામાં સૌથી વધારે ધનવાન વેપારીએ સુરતમાં હતા. શેઠે બહારજી વહેારાનું નામ જાણીતું હતું. તેની મિલકતના અડસટ્ટો ૮૦ લાખ રૂપિયાના કરવામાં આવ્યો હતા. તે શેઠે સુરતના જ વતની હતા. તે જમાનાની વેપારી આલમમાં પ્રસિદ્ધિ પામેલા ધનવાન વેપારી શેઠ હાજી સૈયદ્બેગ અને શેઠ હાજીકાસમ એ બંને ધનવાના પણ સુરત શહેરના જ વતની હતા. એક હિંદુ વેપારીની મિલકત આઠ કરોડ રૂપિયાની લેાકા આંકતા હતા. સુરતની લૂટ વખતે એક હિંદુ વેપારીને ઘેરથી ૨૨ શેર વજનની મેતીની માળા મહારાજને મળી હતી.
તા. ૫મીએ સાંજે સુરતમાં ખબર આવી કે શિવાજી મહારાજ પોતાના લશ્કર સાથે ગણુદેવીથી સુરત આવવા નીકળી ગયા છે. આ ખબર આવ્યા પછી ગભરાટ વધારે ફેલાયા. લાર્કાએ જાન બચાવવા માટે નાસવા માંડયું. રાત્રે શહેરમાં ખબર આવી કે શિવાજી સુરતથી દૂર ૪-૫ માઈલ આવી ગયા છે અને એણે ત્યાં મુકામ કર્યાં છે. સુરતના ડચ વેપારીએએ પેાતાના એ માણસાને શિવાજી મહારાજની હિલચાલ તપાસવા માકલ્યા હતા. તેમને મહારાજે કી લીધા અને તેજ દિવસે સાંજે ખેડી દીધા. તે સુરત આવી પહોંચ્યા હતા. તા. ૫ મીએ સાંજે સુરતથી ૪-૫ માઈલ દૂર મહારાજે મુકામ કર્યાં અને ત્યાંથી પાતાના એ માણસેાને એક પત્ર લઈ, સૂબેદાર સરદાર ઈનાયતખાન પાસે માકલ્યા. સૂબેદાર ઉપરના એ પત્રમાં એમણે જણાવ્યું હતુ કે “ તમે, શેઠ હાજી સૈયદમેગ, શેઠે બહારજી વહેારા અને રોઠ હાજી કાસમ એ ચારે જણે સુરત શહેરની સલામતી માટે શરતા નક્કી કરવા આ ચિઠ્ઠી દેખતાં
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com