________________
૧૦
૭. શિવાજી ચરિત્ર
[ પ્રકરણ ૯ મું
મને રૂબરૂમાં મળવું અને તેમ કરવામાં નહિ આવે તે આખા શહેરને બાળી ભસ્મ કરીશ તથા તલવાર ચલાવીશ ” સર જદુનાથ સરનાર ). આ પત્રને જવાબ સરદાર ઈનાયતખાતે વાળ્યા જ નહિ. રૈયતને રખડતી રવડતી મૂકી, આ નાલાયક સૂબેદાર પાતાના જાન બચાવવા કિલ્લામાં ભરાઈ ગયા હતા તે બહાર નીકળતાં જ ડરતા હતા.
બુધવાર તા. ૬-૧-૧૬૬૪ ને રાજ સવારના ૧૧ વાગે શિવાજી મહારાજ પાતાના લશ્કર સાથે સુરત આવી પહોંચ્યા અને એમણે બરાનપૂર ભાગોળે એક બગીચામાં મુકામ કર્યું. સુરત આવતાંની સાથેજ મહારાજે જાહેર કર્યું કેઃ— હું કાઇ વહેપારી, અંગ્રેજ કે કાઇ બીજાને અગત નુકશાન કરવાના હેતુથી અહીં આવ્યા નથી પણ ઔરગઝેબે એટલે મુગલેએ મારા મુલક ઉપર ચડાઈ કરી, મારી પ્રજાને અનેક રીતે પીડી છે અને મારાં કેટલાંક સગાંને પણ એમણે નાશ કર્યાં છે. એ બધાંનું વેર લેવા હુ* આવ્યે છું. ” આગલી રાત્રે મુગલ સુબેદાર કે શહેરના મશહુર શેડીઆએ મળવા ગયા નહિ. પછી મહારાજે સુરત લૂંટવાનેા પેાતાના લશ્કરને હુકમ કર્યાં. લૂટની શરૂઆત સરકારી જકાતી માલની વખારા ( Custom House ) થી કરી. મહારાજે લશ્કરની બંદૂકવાળાઓની એક ટુકડીને ભરેલી બંદૂકો કિલ્લા સામે તાકીને ઉભી રાખી. આમ કરવાના હેતુ કિલ્લા જીતવાના હતા, પણુ કિલ્લામાંથી માણસો નીકળીને શહેરમાં લૂંટ કરનારાઓ ઉપર હલ્લા ન કરે તે માટે આ અગમચેતીનાં પગલાં તરીકે ગોઠવણુ કરવામાં આવી હતી. સુરતના કિલ્લામાંથી દાગેળા છેડવામાં આવ્યા, પણ તેથી શિવાજી મહારાજના લશ્કરનાં માણુસેને નુકસાન ન થયું. બુધ, ગુરુ, શુÝ અને શનિવાર એ ચાર દિવસ સુધી શિવાજીના લશ્કરે સુરતની લૂંટ ચલાવી હતી. શહેરમાં આગ પણુ લગાડી હતી. સુરત કિલ્લા ઉપરથી શહેરના શત્રુના નાશ માટે છેડવામાં આવેલી તાપોથી શહેરનાં કેટલાંક મકાનોના પશુ નાશ થયા હતા. ગુરુ અને શુવારે રાત્રે સુરતમાં આગે ભારે નુકસાન કર્યું હતું. ડચ કાઠીની નજીકમાં જ રોઠે ખહારજી વહેારાનું ભવ્ય અને આલિશાન મકાન હતું. આ માલદાર શેઠનું મકાન કાઈ રાજાના રાજમહેલને પણ ટપી જાય એવું હતું. મરાઠાઓએ આ મકાન લૂંટયુ અને તેના નાશ કર્યાં. આ એકજ મકાનમાંથી મરાઠાઓને ૨૮ શેર મેટાં, પાણીદાર, ભારે કિંમતનાં મેાતી મળ્યાં. આ મેાતી ઉપરાંત હીરા, માણેક, પન્ના વગેરે ખૌ કીમતી ઝવેરાત અને રેકડ નાણું મરાઠાઓને હાથ લાગ્યું. અંગ્રેજ વેપારીઓની કાઢી નજીક શેડ ાસૈયદ એગ નામના બીજા નામીચા મુસલમાન વેપારીનું ભવ્ય મકાન હતું. શિવાજી સુરત ઉપર આવે છે, એ ખબર સાંભળી હાજી સૈયદ એગે ભેદારનાં ગજવાં ગરમ કરી તેની સાથે ગાઠવણ કરી અને પોતાનાં બાળબચ્ચાં કુટુંબ કબીલા સાથે સહીસલામતી માટે કિલ્લામાં આશ્રય લીધે. આ મકાનમાં શેડની માલમિલકત, કીમતી ચીજો, ઝવેરાત અને રીકડ નાણું વગેરે હતાં. વખારામાં પણ કીમતી માલ ભરેલો હતો. મરાઠાઓએ આ મકાન અને વખારે! લૂટી. મહારાજને ખાર મળી કે કાન્ટિનેપલને ઝવેરાતના એક યાહુદી વેપારી સુરતમાં આવ્યા છે અને ઔરગઝેબને ખતાવવા
માટે ભારેમાં ભારે ઝવેરાત સાથે લાવ્યેા છે. મહારાજે તરતજ એ વેપારીને પકડી મંગાવ્યા અને ઔરગઝેબ માટે આણેલું ઝવેરાત બતાવવા કહ્યું. એણે એ વાત કબૂલ કરી નહિ તેથી એને ત્રણવાર ભોંય ઉપર પટકી તેની ગરદન ઉપર તલવાર મૂકી એને મારી નાંખવાની ખીક બતાવી. યાહુદી જરા પણ ડગ્યા નહિ અને ઝવેરાત બતાવ્યુ નહિ. બુધવારને રાજ લૂંટ ચાલી રહી હતી. તે દરમિયાન શિવાજી મહારાજે શહેરના શ્રીમ તાને અને લૂંટ માટે માહિતી આપી શકે એવા માણસને પકડી કેદ કર્યાં.
૨. શિવાજી મહારાજના ખૂનની કેશિશ
મુગલ સૂબેદાર સરદાર ઇનાયતખાન મંગળવાર સાંજથી જ કિલ્લામાં ભરાઈ ગયા હતા. શહેર ઉપર અને શહેરી ઉપર આાવી ભારે આત આવી પહોંચી છતાં તે એમનુ રક્ષણ કરવા માટે ક્ર
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com