________________
je
છ. શિવાજી ચત્રિ
[ પ્રણ ૯
જેવું થાય એમ છે, વગેરે વાતા સરદારામાં અને અમલદારામાં થવા લાગી. મહારાજે પ્રયાણ માટે દિવસ નક્કી કરી તે દિવસે ભેગા કરેલા લશ્કરમાંથી ૧૦૦૦૦ માણુસાને સાથે લીધા અને સરદાર મેારા ત્રીમળ પીગળે, સરદાર પ્રતાપરાવ ગુજર, સ. વ્યંકાળપત, સ. મકાજી આનંદરાવ, સ. નીપેપત, સ. અણ્ણાળપત, સ. દત્તાજીપત, સ. માનસિંહ મેરે, સ, રૂપાજી ભાંસલે વગેરે સરદારા સહિત કૂચ કરી. કૂચ કરતી વખતે મહારાજે જણાવ્યું કે નાસીક જઈ ગાદાવરીનું સ્નાન કરવું છે અને સ. મારાપતે એક કિલ્લે એ બાજુમાં સર કર્યાં છે, તે જોઈ તપાસી તેની વ્યવસ્થા કરવાની છે. મહારાજ નાસીક આવી પહેાંચ્યા અને ત્યાં છાવણી નાખી. નક્કી કરેલે દિવસે મહારાજે સાથે આણેલા ૧૦૦૦૪ માણસામાંથી ૪૦૦૦ ધોડેસ્વાર ચૂંટી કાઢયા. આ ચૂંટી કાઢેલા ધોડેસવાર લઈને શિવાજી મહારાજ સુરત જવા માટે નીકળ્યા. નલદુ, માહુલી, કાહજ થઈને ઝવાર અને રામનગરને રસ્તે સુરત તરફ્ કૂચ કરી. રસ્તામાં એ રાજાએ મહારાજની સાથે સુરત ઉપર ચડાઈ માટે પોતાનાં માણસા લઈ તે જોડાયા. રસ્તામાં જરૂર કરતાં વધારે ન થાલતાં મહારાજ વીજળીવેગે લશ્કર સાથે સુરત તરફ વધતા જ હતા. આ વખતે મહારાજનું પોતાનું તથા સાથે આવેલાનું મળી આશરે ૧૦૦૦૦ માણુસોનું લશ્કર હતું ( પ્રા. સર જદુનાથ ). ઈ. સ. ૧૬૬૪ ના જાનેવારીની ૫ મી તારીખે સુરતમાં ખબર આવી કે શિવાજી સુરત ઉપર આવે છે. પહેલાં તે આ વાત ધણા લેાકાએ માની નહિ. કેટલાક ભણેલાગણેલા લેકે તે આ ખબર સાંભળી વિચારમાં પડવા અને ગણત્રી કરવા લાગ્યા કે ૧૦૦૦૦, માણુસના લશ્કર સાથે મુગલ અમલદાર શિવાજીના મુલકમાં મુકામ નાખીને પડયો છે. શિવાજીના પોતાના મુલક જ મુગલો વેરાન કરી રહ્યા છે તે, એ આવા સંજોગામાં મુગલાને છંછેડવાની જરા પણ હિંમત ધરે ખરા ? એને એની જ પડી હરો । સુરત ઉપર શી રીતે આવે ? શિવાજીના કિલ્લા ઉપર મુગલે હલ્લે કરી રહ્યા છે અને શિવાજી મુગલ છાવણી ઉપર છાપા મારી રહ્યો છે, એ રાંગણની રમતા મહારાષ્ટ્રમાં મુગલા અને મરાઠાઓ ખેલી રહ્યા છે, એવે વખતે શિવાજીને સુરતનું સ્વપ્નું સરખુંએ આવે ખરું ? મહા મહેનતે મેળવેલા મુલક, મુગલ જેવા બળવાન દુશ્મન દરવાજે આવ્યા હેાય ત્યારે, છેડીને શિવાજી ઘડીવાર પણ દૂર થાય ખરા ? શિવાજી સુરત તરફ ચડી આવે છે એ વાત ગણતરીબાજ લેાકાએ એમ માની નહિ. ત્યાં ખબર આવી કે શિવાજી ભારે લશ્કર સાથે ગણદેવી સુધી આવી પહોંચ્યા છે. બધા ચોંક્યા, ચમક્યા અને ભારે ગભરાટમાં પડ્યા. હજુ કેટલાક દીસૂત્રી માણુસા હતા તે વિચાર કરવા લાગ્યા કે ભારે લશ્કર સાથે શિવાજી નીકળ્યા તા તેની કઈ જ ખબર પણ ન પડી અને ડેડ સુધી આવી પહોંચ્યા ત્યાં સુધી કાઇએ જાણ્યું પણુ નહિ એ કેવું? આખરે આ વાત બધાએ માની અને સુરતના શહેરી ભારે ગભરાટમાં પડયા. આ પહેલાં સુરત ચાર ફેરા લૂંટાયું હતું અને ધરડાઓ વાત કરે તે ઉપરથી લૂંટનાં દુખાની સુરતના લેકા કલ્પના કરી શકતા હતા એટલે એમની નજર આંગણે ધરડાએએ વધુ વેલા ત્રાસ ઉભા થયા. દુશ્મન તા તદ્દન નજદીક આવી પહોંચ્યા. હવે શું કરવું અને ક્યાં જવું એને વિચાર કરવાને પણુ વખત ન હતા. આખા શહેરની રૈયત ભારે ગાયટમાં પડી ગઈ.
નાસીકથી લશ્કર સાથે ગણદેવી આવતાં રસ્તામાં લેાકો પૂછપરછ કરતા ત્યારે તેમને ગમે તે જવાબ આપવામાં આવતા, કારણ, જવાબ આપવામાં ન આવે તે લોકો વહેમાય અને અનેક તર્કવિતર્થંક કરી વાત લાંખી ચર્ચે. આ બધું ટાળવા માટે શિવાજી મહારાજના લશ્કરના માણસોની પાસે એક જ જવાબ હતા. ચાહો, સૈનિક, સિપાહી કે સરદાર ગમે તેને પૂછવામાં આવે તેા જવાબ એક જ મળતા કે “ બાદશાહી કામને માટે સરદારને અમદાવાદ એાલાવ્યા છે તેથી અમે અમદાવાદ જઈ એ છીએ.”
પૂછતાંની સાથે જ બધાંને જવાબ મળી જતા અને તે એક જ જવાબ મળતા એટલે શાંકા ઉભી થતી નહિ. એવી રીતે મુક્તિ વાપરી - શિવાજી મહારાજ ગુણુદેવી સુધી ગુપ્ત રીતે આવી પચ્યા.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com