________________
કંકરણ ૯ મું]
૭. શિવાજી ચરિત્ર
શાળ
શિવાજી મહારાજના જીવનના અનેક અનાવા તપાસી જોતાં વાંચક જોઈ શકશે કે મહારાજ શિસ્ત ( discipline ) પાલન કરવામાં અને કરાવવામાં બહુ કડક હતા. એમના જીવનના ઉદ્દયના અનેક કારણેામાં એમનું કડક શિસ્ત એ પણ એક મુખ્ય કારણ હતું. પેાતાના મન ઉપર, મગજ ઉપર, હૃદય ઉપર અને જીભ ઉપર મહારાજ અજબ કાણુ ધરાવતા હતા. આથીજ એ કડક શિસ્ત પાળીને પળાવી શકતા હતા. પોતાના વિચારા, તૈયારીએ, યેાજના અને ગાઠવા ગુપ્ત રાખવાની શક્તિ જેનામાં નથી હાતી તે માણસ રાજદારી ક્ષેત્રમાં નિષ્ફળ નિવડે છે. કેટલીક વખતે રાજદ્વારી ક્ષેત્રના પુરુષો અમુક પી વાત કે છૂપી યેાજના તેના અમલ થતાં સુધી ગુપ્ત રાખી શકે છે પણ એ અમલમાં મુકાઈ ગયા પછી કે તેને ઘણાં વર્ષો વીતી ગયા પછી તે વાત અથવા યેાજના સંબધી છૂટથી વાત કરે છે. એવા માણસા પણ રાજદ્વારી ક્ષેત્રમાં કાચા જ ગણાય. શિવાજી મહારાજ સમજતા હતા કે યાજનાના અમલ થઈ ગયા પછી અથવા અમુક ચેાજનામાં કુત્તેહ પામ્યા પછી પણ યેાજનાની વ્યવસ્થા અથવા ગોઠવણુ સંબંધી જ્યાં જ્યાં છૂટથી ખેલવામાં સામા પક્ષવાળા ચતુર અને ચાલાક હાય તા ભેદ પામી જાય અને ખીજી વખતે જ્યારે જરુર પડે ત્યારે એ અથવા એવી બીજી યેાજના કામ કાઢી લેવા માટે ચેાજવામાં આવે તે તે નિષ્ફળ નિવડે. મહત્ત્વની અને મુદ્દાની બાબતમાં બનતાં સુધી મૌન રાખવાની ટેવ કસાએલા રાજદ્વારીએમાં જોવામાં આવે છે. શિવાજી મહારાજ પોતાની યેાજનાએ અને ગોઠવણી આખર સુધી ગુપ્ત રાખી શક્તા. દુશ્મનના કિલ્લા ઉપર અચાનક હલ્લા કરવા હોય અથવા શત્રુની છાવણી ઉપર અકસ્માત છાપા મારવા હાય, તેા તે સંબધી સ` તૈયારીઓ પૂરી થઈ જાય ત્યાં સુધી શિવાજી મહારાજના સરદારા સુદ્ધાં કેટલીક વખતે પૂરેપુરુ નહેાતા જાણતા કે કયા કિલ્લા માટે કે છાવણી માટે તૈયારી થઇ રહી છે. રાજદ્વારી ક્ષેત્રમાં અને ત્યાં સુધી યાજનાએ અને તૈયારીએ ગુપ્ત રાખવી એ મુત્સદ્દીઓના નિયમ જ હાય છે, એ ગુપ્ત રાખવામાં પેાતાનાં માણસો ઉપર વિશ્વાસ નથી કે ભરાંસા નથી એ પ્રશ્ન નથી હા, પણ એ પ્રશ્ન શિસ્તને હાય છે. ઘણી વખતે વિશ્વાસપાત્ર માણુસને માંએથી અજાણે અને હેતુવગર મુદ્દાની વાત નીકળી જાય છે અને તેનાં માઠાં પરિણામ જનસમાજને ભોગવવાં પડે છે. શિવાજી મહારાજ પાકા મુત્સદ્દી હાવાથી એ પાતાનેા કાર્યક્રમ અને યેાજના જરુર જેટલા પ્રમાણુમાં, જરુર જણાય ત્યારે જ બહાર પાડતા. સુરત ઉપર ચડાઇ કરી સુરત લૂંટવાના એમણે નિશ્ચય કર્યાં પણ સુરત જઈ પહેાંચતાં સુધી મહારાજ પોતાના કાર્યક્રમ તદ્દન ગુપ્ત રાખવા ઈચ્છતા હતા અને તે તેમણે બહુ ખુબીથી ગુપ્ત રાખ્યા, તેથી સુરતને મુગલ અમલદાર બહારની કુમક માટે તજવીજ ન કરી શક્યા અને સામનેા કરવાની તૈયારી પણ એનાથી થઈ નહિ. સુરત જવાને કાર્યક્રમ મહારાજે તદ્દન ગુપ્ત રાખ્યા હતા, તેથી જ એ સુરત ઉપરની ચડાઈમાં યશસ્વી નીવડથા અને એમની ઉમેદ બર આવી.
હિરજી જાધવ નાયકને સુરતની માહિતી મેળવવા માઢ્યા તે પહેલાંથી જ એમણે ચડાઈની તૈયારી કરવા માંડી હતી. મહારાજના પેાતાના સરદારાને પણ ખબર ન હતી કે મહારાજ સુરત ઉપર ચડાઈ લઈ જવાની તૈયારી કરી રહ્યા છે. મહારાજ પોતાના જાસૂસા દુશ્મનની છાવણીમાં જઈ ગુપ્તમાં ગુપ્ત ખાતમી લઈ આવતા, એટલે મહારાજ એ અનુભવથી ચેતી ગયા હતા અને પોતાના મહત્ત્વને કાર્યક્રમ અતિ ગુપ્ત રાખતા. એક લશ્કર ઈંડા રાજપુરી આગળ અને બીજું લશ્કર કલ્યાણુ આગળ એમ છે લશ્કર મહારાજે તૈયાર રાખ્યાં હતાં. આ તૈયાર કરેલા લશ્કરના સંબંધમાં લૉકા કલ્પનાના ઘોડા ન દોડાવે તે માટે વાત બહાર મૂકવામાં આવી કે એ લશ્કા પોર્ટુગીઝને અને જંજીરાના સીદીને દાખી દેવા માટે તૈયાર કરવામાં આવ્યાં છે. વસઈ અને ચૌલના ક્ગીઓએ માથું ઉંચું કર્યું છે એટલે એમની ખબર લીધા સિવાય છૂટકા નથી અને જંજીરાને સીદી વારવાર હેરાન કર્યા કરે છે અને તામે નથી થતા માટે સીદ્દીની સાન ઠેકાણે લાવવામાં ઢીલ થાય તે દુશ્મનને અનુકૂળતા આપ્યા
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com