________________
૧૬
છે. શિવાજી ચરિત્ર
[ પ્રકરણ ૯ અં
વેપાર વધારવાના એમના વિચાર હતા. સુરતમાં ડચ લેાકેાની કાઠી હતી, અંગ્રેજોની હતી અને ૧૬૪ર માં ફ્રેન્ચ લોકોએ પણ સુરતમાં કાઠી ધાલી, સુરત એ મુગલ શહેનશાહતનું અતિ ધનવાન શહેર ગણાતું. મુગલાના વખતમાં સુરત શહેરના વેપાર ધમાકાર ચાલતા હતા. સુરત શહેરની એકલી જકાતની આવક વર્ષના ૧૨ લાખ રૂપિયા હતી ( ચેવેનેટ ). આ બંદરે થઈ તે હિંદના મુસલમાના મકકે હજ કરવા માટે જતા. એ વખતે આ શહેરનું ક્ષેત્રફળ આશરે ચાર ચારસ માઈલનુ હતું અને શહેરની વસ્તી આશરે બે લાખ માણસાની હતી. રસ્તાઓ સાંકડા હતા, ગલીએ નાની હતી. શ્રીમંત લેાકેાનાં ધરા બહુ મેટાં અને ભવ્ય હતાં. માતબર લકાએ મેટે ભાગે પોતાનાં મકાને તાપી નદીને કિનારે બંધાવ્યાં હતાં.
આવા માતબર સુરત શહેરની વીગતવાર હકીકત જાસૂસ અહિરજી જાધવ નાયકે શિવાજી મહારાજને લાવી આપી અને જણાવ્યું કે સુરત શહેર એ તે મુગલ ક્રૂ'સરી નીચે દખાએલી પ્રભુની લીલી વાડી છે, સુરત શહેર અંતા કુબેરના ભંડાર છે, સુરત શહેર એ તે મુગલ શહેનશાહતની શોભા છે અને સુરત શહેર એ દિલ્હીના બાદશાહનું નાક છે. સુરત શહેર આખાદ છે. સુરત રૂપી નાક ખાવવામાં આવે તા મુગલાનું માં ખુલ્લું થયા વગર રહેજ નહિ. મુગલાની સત્તા ઢીલી કરવા માટે મરાઠાઓને અનેક સગ્રામા ખેલવા પડશે અને પૈસાનું પાણી કરવું પડશે. સુરત ઉપર ચડાઈ કર્યાથી મહારાજને હાથ અખૂટ ધન આવે એમ છે. મુગલ મુલકને પૈસેજ મુગલાઈને સીધી કરવી જોઈ એ.
શિવાજી મહારાજે વિચાર કર્યાં સુરત જેવા મુગલના માતબર શહેર ઉપર ચડાઈ કરી, એને લૂંટવામાં આવે તે, મુગલ સત્તાને હલાવવા માટે લડાઈઓ વગેરે કરવી પડશે તે માટે લશ્કરી ખ સારૂં નાણાંની ભીડ વેઠવી પડશે નહિ અને મુગલાએ મરાઠાના મુલકામાં જે નુકસાન કર્યું છે, તે ભરપાઈ થઈ જશે. ખીજાં સુરત જેવા શહેરની દુર્દશા થયાથી મુગલાઈ અમલદારનું ધ્યાન, તે તરફ્ ખેંચાય અને મરાઠાના મુલકને મુગલ અધિકારીઓએ જે મગરચૂડ ભેરવી છે, તે જરા ઢીલી પણ પડે. સુરત ઉપર ચડાઈ કર્યાથી મુગલ અધિકારીઓના કાંકા જરા નરમ પડે. સુરત ઉપર ચડાઈ કરવામાં આવે અને એ ચડાઈમાં જીત થાય તેા મરાઠા મુલકની પ્રજામાં હિંમત આવે અને મુગલાંનાં નાક દાબવાની શક્તિ હજી મરાઠાઓમાં છે, એનું એમને ભાન થાય. સુરત ઉપર ચડાઈ કરવામાં આવે તે નબળા ચા મુગલ અમલદારા શિવાજીને છંછેડતાં વિચાર કરે. સુરત ઉપર ને ચડાઈ કરવામાં આવે તે મુગલ વ્યવસ્થા, મુગલ વહીવટ અને મુગલ કુનેહની બરાબર કસાટી થાય અને જે ચડાઈહમંદ નીવડે તેા મુગલાના ખળનું માપ પણ નીકળી જાય.
*
મુગલાની સામે ઝુંબેશ ઉઠાવ્યા સિવાય, હિંદવી સ્વરાજ્યની યેાજના ફળીભૂત થવામાં અનેક પ્રકારની અડચણા આડે આવતી હતી અને એ જામેલી સત્તા સામે બાથ ભીડવા માટે ભારે લશ્કરની તથા લડાઈનાં સાધનાની શિવાજી મહારાજને જરુર હતી. મુગલાની સામે મરાઠા મંડી પડ્યા હતા, પણ એ સત્તાને ચકવવા માટે મરાઠાઓ પાસે પૂરતું લશ્કર અને સાધના નહતાં. નાણાંને અભાવે જે હતું તેમાં મરાઠાઓ નિભાવી રહ્યા હતા પણ પૂરતું લશ્કર નહાય તા થાકી જવાના સ ́ભવ હતો, એટલે નાણાંની જોગવાઈના વિચારમાં મહારાજ હતા એટલામાં અહિરજી નાયક વીગતવાર માહિતી લઈને આવ્યા. બહિરજી પાસેથી વીગતવાર હકીકત જાણ્યા પછી મહારાજે સુરત ઉપર ચડાઈ કરવાના નિશ્ચય કર્યાં. મુગલાઈના સોગા મહારાજે ઝીણવટથી તપાસ્યા અને એમની ખાતરી થઈ કે જે તાકીદે ચડાઈ કરવામાં આવે તેા ફળીભૂત થવાને પૂરેપુરા સંભવ છે. મહારાજની એ પણ ખાતરી થઈ ગઈ કે સુરત ઉપર અચાનક હલ્લા લઈ જવામાં આવે તેાજ બાજી પેશ જાય. આખરે મહારાજે સુરત ઉપર ચડાઈ કરવાના મનમાં નિશ્ચય કર્યાં અને તે માટે છૂપી તૈયારી કરવા માંડી
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com