________________
છે. શિવાજી ચરિત્ર
પ્રારણ ૮ મુ મહારાજના આચરણ સાથે સિંહા સંમત ન હોવાથી તેણે તેને દૂર કર્યો, એ વાત જે ખરી હોય તો મહારાજે હાથ ધરેલાં કામમાં બની તેટલી મદદ સિંહાજીએ કરી, એ શી રીતે બન્યું એ પ્રશ્ન ઉભો થાય છે.
આ પ્રશ્નો ઉકેલ કરવા માટે આપણે આપણા જમાના તરફ જરા નજર કરવી પડશે. આપણી જાણમાં અને સાંભળવામાં કેટલાયે પિતા એવા હશે કે પુત્રના વિચાર અને વર્તન એમને ગમતાં નહિ હાય, પણ પુત્ર પોતાના વર્તનમાં મક્કમ હોય છે તે ધીમે ધીમે પિતા પુત્ર તરફ ખેંચાય છે. પિતાના વર્તનમાં વખતે પરિવર્તન ન થાય તે પણ પુત્રના વર્તન માટે શરૂઆતમાં જે અણગમો હોય છે, તે ઢીલ થતો થતે તદ્દન નાબૂદ થઈ જાય છે. સેંકડે ૯૦ ટકા દાખલા આપણને એવા જડી આવશે કે પુત્રના નવા વિચાર તરફ પિતાને અથવા વડિલોને સૂગ નથી હોતી. એ વિચારોની મહત્તા તેઓ સમજે છે, પણ એ વિચારે આચારમાં મૂકતી વખતે જે ભોગ આપવા પડે તે માટે પિતા યા વડિલ તૈયાર નથી હતા, તેને જ વિરોધ જુદી જુદી રીતે વડિલે તરફથી દર્શાવવામાં આવે છે. પુત્રના વિચારે નીચ યા હલકા નથી, કટુમ્બની કીર્તિને ઝાંખપ લગાડનાર નથી, એની ખાતરી થયા પછી પુત્રનું વર્તન પિતાને ન ગમતું હોય છતાં જ્યારે પુત્ર એક કામ મકમ વિચારને થઈ લઈ બેસે છે ત્યારે મને કે કમને છોકરી નથી માનતા અને કામ લઈ જ બેઠે છે તે તેને યશ મળે એવી મદદ આપણે કરવી. એ આપણો ધર્મ છે” એમ કહી પુત્રને સીધી રીતે અથવા આડકતરી રીતે મદદ કરનાર પિતાએ આ જમાનામાં પણ ઘણાએ જોયા હશે. જેમણે જોયો નહિ હોય તેમણે એવા પિતાઓની વાતો સાંભળી હશે.
જમાને જ્યારે ફરવા લાગે છે, ક્રાંતિને યુગ જ્યારે શરૂ થાય છે, દેશના સામાન્ય વિચારમાં જયારે પરિવર્તન થાય છે, ત્યારે નવા લેહીના, તાજા જુસ્સાના પુત્રના પ્રગતિકારક નવા વિચારો વ્યવહાડ, ડાહ્યા, મુત્સદ્દી અને અનુભવી પિતાને પણ અવ્યવહાર અશક્ય, અધરા, અમલમાં નહિ મૂકી શકાય એવા, હસી કાઢવા જેવા, હાનિકારક અને ઘેલછા ભરેલા લાગે છે. પિતાનું ચાલે ત્યાં સુધી પુત્રન વાળવાનો પ્રયત્ન કરી જૂની ઘરડમાં એને ઘાલવામાં આવે છે. સમજાવીને ન માને તો ધમકાવવામાં આવે અને તેથી પણ નમતું ન આપે એવો પુત્ર હોય તો, છેલ્લો ઉપાય એને દૂર કરવાનો કેટલાક પિતાઓ અજમાવે છે. પુત્ર પોતાના વિચારમાં અડગ અને મક્કમ હોય તે હાથમાં લીધેલું કામ આગળ ધપાવે જ જાય છે અને જ્યારે પિતા જુએ છે કે સઘળા અખતરા અજમાવ્યા છતાં કંઈ વળતું નથી, એક પણ માત્રા લાગુ પડતી નથી એટલે ધીમે ધીમે પોતાની જાત સાચવીને આડકતરી રીતે પુત્રના કામને વખોડવાનું બંધ કરે છે અને એમ આગળ વધતાં વધતાં જાત સાચવીને પુત્રને છૂપી અને આડકતરી અથવા સીધી મદદ આપવા મંડી પડે છે અને તે પછી તો કેટલાક પિતાઓ એટલે સુધી આગળ વધે છે કે પુત્રને યશ મળે, વિજય મળે તે માટે પોતાથી બનતું બધું કરે છે. પોતાના પુત્ર જિંદગીમાં યશસ્વી નીવડે એવી ઈચ્છા દરેક માબાપની હોય છે. પણ જે કામ પુત્ર હાથમાં લે છે તેમાં એ યશસ્વી નીવડવાનો નથી એની જ્યારે પિતાને ખાતરી થાય છે અને પુત્રના છાંટા પોતાને પણ નવાના છે એવું કામ પુત્ર હાથમાં લે તો કામ ગમે તેટલું સારું હોય તો પણું ઉત્તમ કામ માટે ફના થઈ જવા હજાર બાપમાંથી કેટલા બાપ તૈયાર થશે એનો અડસટ્ટો વાંચકોએ જ કરી લેવો.
સિંહાને શિવાજીના ધર્માભિમાન અને દેશાભિમાનના વિચારો અવ્યવહાર અને હાનિકારક લાગ્યા અને શિવાજી પોતાના વિચારમાં અડગ અને મક્કમ હતા એટલે એમને જક્કી ગણી બાપે દૂર કર્યા પણ જ્યારે સિંહાજીની ખાતરી થઈ કે શિવાજીએ ધર્મરક્ષાનું કામ જીવને જોખમે હાથમાં લીધું છે, એને પ્રાણ જાય તે પણ એ કામ મૂકવાને નથી ત્યારે એમણે શિવાજીને વિરોધ બંધ કર્યો. શિવાજી પ્રત્યે લાગણી બતાવતાં બતાવતાં સલાહ આપવા લાગ્યા અને આખરે મદદ કરવા મંડી પડવ્યા. એવી રીતે સિંહા પડદા પાછળ રહીને મહારાજને બહુ ઉપયોગી અને મદદગાર નીવડ્યા હતા. આદિલશાહીમાં
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com