________________
પ્રકરણ ૮ મું ]
છે. શિવાજી ચરિત્ર ૭. શિવાજી મહારાજના વકીલ તરીકે શામળ નાયક નામના મુત્સદ્દીને બિજાપુર દરબારમાં કબૂલ રાખો.
(કેળુસ્કર.) ઉપર પ્રમાણેની શરતોથી શિવાજી મહારાજ સાથે આદિલશાહી સરકારે તહનામું કર્યું. મહારાજે બિજાપુર સરકારના પ્રાંતમાં હવે પછી કોઈપણ પ્રકારને ઉપદ્રવ નહિ કરવાનું નક્કી કર્યું.
પ્રકરણ ૮ મું
૧. બાપટાને ભેટો.
[ ૩. મધ્ય રાત્રે સુમલ છાવણ ઉપર છાપે. ૨. ૧૪૧૨ સુધીમાં મહારાજને રાજ્ય વિસ્તાર. | ૪. ખાનને અમલ ખતમ.
૧. બાપ બેટાને લેટ, આ પ્રકરણની શરૂઆતમાં જ મહત્ત્વના બે પ્રશ્નોને ખુલાસે થવાની જરૂર છે એ બે પ્રશ્નોના
છે ખુલાસો થયા પછી વાંચકોને આ પ્રકરણમાં રસ પડશે. પહેલે પ્રશ્ન એ છે કે હિંદવી સ્વરાજ્ય સ્થાપવાની મહારાજની યોજનામાં તેમના પિતાની તેમને મદદ હતી કે નહિ? બીજો પ્રશ્ન એ છે કે શિવાજી મહારાજને તેમના પિતા સાથે મેળ હતું કે નહિ ? આ પ્રશ્નોના જવાબ આખું પ્રકરણ વાંચતાં વાંચકોને મળી જશે.
શિવાજી મહારાજની હિંદવી સ્વરાજ્ય સ્થાપવાની યોજનામાં સિંહાજી રાજા ભેસલેએ શે ભાગ ભજવ્યો, એ જાણવા માટે વાંચકે આતુર બને એ સ્વાભાવિક છે. મહારાજે હાથ ધરેલા કામમાં દૂર રહીને, ગુપ્ત રીતે પિતા પુત્રને, જેટલી અને જેવી મદદ કરી શકે, તેટલી અને તેની મદદ સિંહાછરાજા ભોંસલેએ પિતાના પુત્ર શિવાજીને કરી હતી. બિજાપુર દરબારમાં પોતાનો હો સિંહાજીને ટકાવી રાખવો હતો. શિવાજી મહારાજને ખુલ્લી મદદ કરી કર્ણાટકમાં જમાવેલી ભારે જાગીરનો ભોગ આપવા સિંહા રાજા તૈયાર ન હતા, તેથી તેમણે આખર સુધી મહારાજને જાહેર રીતે મદદ નથી કરી. બાપદીકરાને બનતું નથી, શિવાજી બાપનું જરાપણું માનતા નથી અને સિંહાએ તે પિતાની પત્ની જીજાબાઈ અને પુત્ર શિવાજી એ બંનેનો ત્યાગ કર્યો છે, એ જ માન્યતામાં બિજાપુર બાદશાહને રાખવામાં સિતાજીને તેમજ શિવાજીને લાભ હતો. સિંહાએ દીકરા સાથે એવી કુશળતાથી કામ લીધું હતું કે આખર સુધી બિજાપુર બાદશાહની તે માન્યતા કાયમ રહી. દીકરાની સાથે પત્રવ્યવહારમાં પણ સિંહાજી કેવળ મુત્સદ્દી જ રહ્યા, તેનું કારણ એ હતું કે બિજાપુર બાદશાહની માન્યતા સિંહાજી મક્કમ કરવા ઈચ્છતા હતા.
શિવાજી મહારાજની ઉમર ૧૦-૧૨ વર્ષની હતી ત્યારે તેમના વિચારે પિતા સિંહાજીને ન ગમ્યા અને એ વિચારો પ્રમાણે કરો વર્તન કરશે તે સરદારી અને જાગીર બંને ખાવાનો વખત આવશે અને છોકરાનાં ઉછાંછળાં કૃત્યોને લીધે ખેદાનમેદાન થઈ જવું પડશે, એ બીકથી સિંહાએ શિવાજી મહારાજને જક્કી છોકરી પણ પિતાથી દૂર કર્યો હતો, એ વાત આપણે શરૂઆતમાં વાંચી ગયા છીએ. શિવાજીના વિચારે, એનું ધર્માભિમાન તથા સ્વદેશાભિમાન ઊંચા પ્રકારનું છે, છતાં જો શિવાજી પોતાના વિચારો આચારમાં મૂકશે તે આખા કુટુમ્બનો ઘાત થશે, એવી સિંહાની પ્રામાણિક માન્યતા હતી. એ ઊંચા વિચારો માટે તથા ઉચ્ચ હેતુ હાંસલ કરવા માટે સર્વસ્વને ભોગ આપવા, સિંહાજી તૈયાર ન હતા, તેથી એણે શિવાજીને પિતાની પાસે ન રાખતાં દૂર જાગીર ઉપર પૂરે રાખે.. શિવાજી.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com