________________
૨૮૪ છે. શિવાજી ચરિત્ર
[ પ્રકરણ ૭ મું અને જરૂર જણાય તો બાદશાહી અમલદારોને પણ વિરોધ કરવા ચૂકતા નહિ. આ પક્ષમાં સરદાર રુસ્તમ ઝમાનશાહ, સ. સિંહા રાજા ભોંસલે, સ. સરજાખાન વગેરેને મૂકી શકાય. ત્રીજો પક્ષ એ હતો કે તેના સરદાર બાદશાહી સત્તા જરા પણ નબળી પડેલી દેખે તે મુખ્ય સત્તા સામે બંડ કરી સ્વતંત્ર થઈ જવાના પ્રયત્નો કરતા. આ પક્ષમાં કર્તાલના નવાબ સીદી જોહર, તારગલના કિલ્લેદાર સીદી યાત વગેરેને મૂકી શકાય. બાદશાહત જ્યારે આવી દુર્દશામાં આવી પડે છે ત્યારે તેના વફાદાર વછરની સ્થિતિ બહુ જ કઢંગી થાય છે. જુદા જુદા પક્ષના સરદારોનાં દિલ સાચવીને બાદથોડને ખુશ રાખી, સલ્તનતની ઈજ્જત રાખી પ્રજાના હિતમાં રાજ્ય ચલાવવું એ તે કાબેલમાં કાબેલ વજીરની ૫ણું કસોટી કરી નાખે એવું કામ છે. આ વખતે આદિલશાહીમાં અબદુલ મહમદ નામને મુત્સદ્દી વજીરમદે
તે. આ વજીર બહાળાદિલને, ખાનદાન અને દીર્ધદષ્ટિવાળા હતા. એણે આદિલશાહીમાં ચારે તરફ નજર કરીને જોયું કે એને માલમ પડયું કે શિવાજીનો સામનો કરે એને એક પણ વિશ્વાસ અને પાણીવાળે સરદાર ન હતા. આદિલશાહીમાં તે વખતે સિહાજી રાજા ભોંસલે એકલાજ પાણીવાળા. હિંમતવાન અને ચતુર સરદાર હતા, પણ તે શિવાજી મહારાજના પિતા હતા એટલે શિવાજી ઉપર ચડાઈ લઈ જવા માટે કામ લાગે એવા ન હતા. બિજાપુર દરબારની દશા બહુ જ દયામણી થઈ ગઈ હતી. ગમે તે શરતે પણ જે શિવાજીને સંતોષ આપવામાં ન આવે તે બાદશાહતનું આવી બન્યું છે એમ એમને લાગ્યું. ચારે તરફનો વિચાર કરીને બાદશાહતના ભલા માટે આખરે એણે શિવાજી સાથે ગુપ્ત સલાહ કરવાનો વિચાર કર્યો. આ વખતની શિવાજી મહારાજ સાથેની સલાહ ગુપ્ત રાખવાની અબદુલ મહમદને ફરજ પડી હતી. કારણ કે જે દરબારના સરદારને શિવાજી સાથે સલાહ કરવી છે, એ વાતની ખબર પડે તે બધા ભેગા થઈ અબ્દુલ મહમદ વજીરની સામે થઈ જાય. સરદાર એટલા બધા ચડી ગયા હતા કે અબદુલ મહમદ ઉપર બાદશાહને બદસલાહ આપવાને આરોપ મૂકીને સખતમાં સખત સજા પણ કરે. આવી મુશ્કેલીમાંથી વછરને પસાર થવાનું હતું. જે બનવાનું હશે તે બનશે એમ માનીને કંઈ કર્યા સિવાય, બેસી રહેવું કે બાદશાહતના બચાવ માટે પિતાને જે ખરો લાગે તે રસ્તે લઈ તેમ કરવા માટે માથે આફત આવે તે સહન કરવી. એ બે વચ્ચે વછરને પસંદગી કરવાની રહી. વજીરને પિતાની ફરજનું ભાન હતું. બાદશાહતનું લુણ ખાધું છે તે તેની સાચી સેવા બજાવવા જતાં કોઈને પણ રોષ માથે આવી પડે છે તે સહન કરવું, પણ બહુ વેઠવું પડશે, એ વિચાર કરી જવાબદારીથી ભાગવું નહિ, એ વજીરે નિશ્ચય કર્યો. બિજાપુર બાદશાહતને ટકાવવા માટે, આદિલશાહીની ઇજ્જત રાખવા માટે વજીર અબદુલ મહમદે શિવાજી મહારાજ સાથે ગુપ્ત સલાહ કરી. એ ગુપ્ત તહનામાની સરતે નીચે મુજબની હતી – તહનામાની શરતે. ૧. શિવાજી મહારાજે બિજાપુર સરકારના છત્તેલા પ્રાંત તેમની પાસે જ રહેવા દેવા. ૨. શિવાજી મહારાજે છતેલ મુલક પાછો મેળવવા માટે બિજાપુર બાદશાહને કોઈપણ પ્રકારનાં
પગલાં ભરવાં નહિ. ૩. શિવાજી મહારાજે જીતેલા મુલક ઉપરાંત બીજ પણ કેટલાક મુલક મહારાજને બિજાપુર સરકારે
આપવો. ૪. શિવાજી મહારાજ બિજાપુરને ખંડિયે કે એના તાબાને છે, એમ બિજાપુર બાદશાહે આજથી
માનવું નહિ. ૫ શિલજી મહારાજને બિજાપુર સરકારે દરવર્ષે ૭ લાખ હેન ખંડણી તરીકે આપવી. . શિવાજી મહારાજે આદિલશાહીને અને આદિલશાહીએ શિવાજી મહારાજને સંકટ વખતે સહાય કરવી.
Shree Sudharmaswami Gyanbhandar-Umara Surat
www.umaragyanbhandar.com