________________
પ્રકરણ છે મેં 1
૭. શિવાજી ચરિત્ર
૨૩
સરકારના મુલક મહારાજ કબજે કરી રહ્યા હતા. કર્ણાટકમાં અશાંતિ ચાલુ હતી. આદિલશાહીમાં ઠેરઠેર અર્સતેષ અને અશાંતિ દેખાઈ રહ્યાં હતાં. પ્રજાને વ્યાજબી અસંતષ જીલ્મી સત્તાને ઉડાવનારા મુગા પણ જાલીમ દારૂગોળા હેાય છે. પ્રજામાં ફેલાયેલા અસંતાષને મુત્સદ્દી રાજની પડતીનાં ચિહ્નો માટે છે. આદિલશાહીમાં અસંતેાષ વધતા જતા હતા. આદિલશાહી સરદારામાંના ધણા આ સ્થિતિના લાભ લઈ સ્વતંત્ર થઈ જવાની તૈયારી કરી રહ્યા હતા. બાદશાહની ઈજ્જતની ઘેાડાને જ પડી હતી. સુધાળના ખાજી ધરપડે બિજાપુર સરકારની સત્તા વધારવા તથા ઈજ્જત સાચવવા પોતાથી બનતું કરે એવા હતા તેને શિવાજી મહારાજે નાશ કર્યાં. બાદશાહતની ઈજ્જત ઉપર આફત આવે ત્યારે અથવા એવું કાઈ સંકટ ઊભું થાય ત્યારે સંકટ સામે બાથ ભીડવા હવે અલી આદિલશાહ પાસે સમખાવા માટે ફક્ત એક જ નામીચા સરદાર રહ્યો હતા, જેણે શિવાજી મહારાજને નમાવવા માટે અનેક વખતે ભગીરથ પ્રયત્ન કર્યા હતા. તે વાડીને સાવંત હતા. જ્યારે જ્યારે શિવાજી મહારાજને દબાવવાને વખત આવતા ત્યારે ત્યારે બિજાપુર બાદશાહ વાડીના સાંતા તરફ નજર નાખતા. સાવંતને મદદ આપવાનું કબૂલ કરી પાછળથી બિજાપુર સરકાર મદદ ન આપી શકી એટલે સાવતા હારી ગયા અને લાચાર અન્યા અને મહારાજને તાબે થયા. આ વખતે જો બિજાપુર સરકારે સાવતાની મદદ માટે માલેલું લશ્કર પાછું ન ખેાલાવી લીધું હાત તે યુદ્ધની બાજી બદલાઈ જાત. પૂરેપુરી ન બદલાત તે। જે સ્થિતિ સાવતાની થઈ તે તેા નજ થાત. બિજાપુર સરકારને અણી વખતે કામ લાગે એવા દમવાળા અને શક્તિવાળા આ વાડીના સાવંતેાજ હતા. એમને પણ આખરે બિજાપુર દરબારે ખાયા. બિજાપુર સરકાર તરફથી કુમક ન મળી તેથી જ સાવતા લૂંટાયા.
સાવાને શિવાજી મહારાજે સર કર્યાની ખબર બિજાપુર ગઈ ત્યારે બિજાપુર દરબારમાં ભારે ગ્લાનિ ફેલાઈ. કાંકણપટ્ટીમાં અણી વખતે શિવાજીની સામે ઊભા કરવા માટે સરદાર સાત જ હતા તે પણ શિવાજીએ જીતી લીધા એટલે હવે કાંકણપટ્ટીમાં શિવાજી પાતાનાં મૂળ ઊંડા ધાલી રહ્યો હતા, તેને અટકાવનારૂં કાઈ શક્તિવાળુ રહ્યું નહિ. શિવાજી નિવિઘ્ને પોતાનું કામ કાંકમાં કરે જ જશે તે કાંકણપટ્ટીના એણે જીતેલા મુલક પાછા લેવાની આશા છેાડવી પડશે વગેરે અનેક વિચારાથી બાદશાહી સરદારાને મનમાં ખૂબ લાગી આવ્યું. જંજીરાના સીદીએ બિજાપુર સરકારનું પેત અનેક પ્રસંગે પારખી લીધું હતું એટલે એ આદિલશાહીને બિલકુલ ધરાવતા જ નહિ. શિવાજી મહારાજની વધતી જતી સત્તાથી બિજાપુર બાદશાહત ડાલવા લાગી.
કાંકણપટ્ટીમાં બિજાપુર સરકારના જીતેલા મુલક કબજે રાખીને મહારાજને સતાષ થવાના નથી, એ એટલેથી જ અટકવાના નથી, એની આદિલશાહી મુત્સદ્દીને ખબર હતી. શિવાજી મહારાજનું વધતું જતું જોર કાઈ પણ રીતે જો અટકાવવામાં નહિ આવે તા ભારે અનર્થ થશે, બાદશાહતના પાયાને પણ ધક્કો લાગશે અને આલિશાહીને જમીનદોસ્ત પણ કરી દેશે એવી બિજાપુર દરબારના મુત્સદ્દીઓને બીક હતી. ધણા વર્ષોથી આદિલશાહીની અંદરની સ્થિતિ બહુજ ખરાબ થઇ ગઈ હતી. માંહેામાંહેના ઝધડાને લીધે સલ્તનતના પાયાને ઉધાઈ લાગી હતી અને શિવાજી જેવા કાબેલ મુત્સદ્દી આ ભેદ કળી ગયા હતા. તે પેાતાની સત્તા વધારવામાં આદિલશાહીની નબળાઈના લાભ લેવા ચૂકતા નહિ. આદિલશાહીની સ્થિતિ બાર ભૈયા અને તેર ચૉકા ” જેવી થઈ હતી. દરબારના સરદારામાં ઘણા પક્ષેા પડી ગયા હતા. પક્ષામાં પણ નાના પક્ષ અને તેમાં પણ ભેદ ઊભા થયા હતા. એક પક્ષ એવા હતા કે તેના સરદારા પેાતાની ઉન્નતિ બાદશાહની કૃપા સપાહ્ન કરીને જ કરી શકતા હતા. આ રાજનિષ્ઠ પક્ષમાં સરદાર મહીલાલખાન, સ. ઈબ્રાહીમખાન, સ. મૌલવી અહમદ, સ. શહાસાહેબ વગેરેને મૂકી શકાય. બીજો પક્ષ એવા હતા કે જેમા સરદારા પેાતાના ખુળથી કીર્તિ મેળવી પેાતાની સત્તા જમાવતા. આ પક્ષના સરારા વખત માવે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com