________________
૨ટર છ, શિવાજી ચરિત્ર
[ પ્રકરણ ૭ મું ક્લબૂર્વા, આવસા, ઉદગીર વગેરે ગામે નેતાજીએ મહારાજની સત્તા નીચે આપ્યાં. નેતાજી આગળ વધતો વધતો ઠેઠ ઔરંગાબાદ સુધી જઈ પહોંચ્યો.
૫. નગરની લડાઈ. નેતાજી વિજય મેળવતે ઔરંગાબાદ જઈ પહોંચ્યો ત્યારે ત્યાં મહકુબસિંહ નામને મુગલ સૂબેદાર હતું. આ સૂબેદાર નેતાજીની સામે થયો. નગર આગળ જબરી લડાઈ થઈ. મહમુઅસિહ બહુ બહાદુરીથી લડ્યો, પણ નેતાજીના મારા આગળ એનું ચાલ્યું નહિ. મહકુબસિહ હાર્યો અને તેના કબજામાંને લડાઈને સામાન નેતાજીને હાથ લાગે. નેતાજીએ મુગલ મુકેમાંથી ભારે લૂંટ કરી ધન તથા યુદ્ધને માટે ઉપયોગી એ સામાન મહારાજ તરફ રવાના કર્યો.
૬. પ્રબળગઢની છત. આ વખતે પ્રબળગઢ નામને કિલ્લો મુગલેના કબજામાં હતું તેના ઉપર મહારાજની નજર પડી. એ કિલ્લે લેવા માટે મહારાજે પ્રયત્ન કરવા માંડ્યા. કિલ્લાને રજપૂત કિલ્લેદાર બહુ બહાદુરીથી કિલ્લાનો બચાવ કરતા હતા. આવા બહાદુર નરને પિતાના પક્ષમાં લઈ, કિલ્લે કબજે કરવાને મહારાજને વિચાર હતા, પણ તેમાં મહારાજ ફાવ્યા નહિ. રજપૂત નરવીરની સાથે બને ત્યાં સુધી સુલેહથી કામ લેવાની મહારાજની પદ્ધતિ હતી. રજપૂત સરદારને સામને કરવો પડે તે બની શકે ત્યાં સુધી એને સમજાવીને પતાવટ કરવાને મહારાજ પ્રયત્ન કરતા. પણ નાઈલાજે સામને કર પડે તે તે લાચારીથી કરતા. પ્રબળગઢનો રજપૂત કિલ્લેદાર કેસરીસિંહ બહુ મક્કમ વિચારને હતેા. એણે મહારાજનું માન્યું નહિ, એટલે મહારાજને એની સામે હથિયાર ઉચકવાં પડવાં. કેસરીસિંહ બહુ બળવાન અને બહાદુર હતો. એ કિલ્લા ઉપર મહારાજે પોતે હલ્લે કર્યો. કેસરીસિંહે બહુ બહાદુરીથી એ કિલ્લે સાચવ્યું. ઘણા દિવસ સુધી લડાઈ ચાલી. મહારાજે પણ બહુ સુંદર રીતે યુદ્ધ ચલાવ્યું હતું. આખરે કેસરીસિંહ નાસીપાસ થયો અને એણે કેસરિયાં કર્યો. મરવાને આખરને નિશ્ચય કરી કેસરીસિંહ લશ્કર સાથે મહારાજના લશ્કર ઉપર તૂટી પડ્યો. બહુ ભારે લડાઈ થઈ કેસરિયાં કરેલ કેસરીસિંહ પોતાના લશ્કર સાથે રણમાં પડયો. કિલે મહારાજના તાબામાં આવ્યો. મહારાજને વિજય થયો. લડાઈ પછી મહારાજે હિંદુ મુડદાંઓને અગ્નિદાહ અપાવ્યો. સરદાર કેસરીસિંહનું શબ ખેાળી એને રજપૂત સરદારને શોભે એવા દમામથી અગ્નિસંસ્કાર કરાવ્યો. મહારાજે પ્રબળગઢનો કબજો લીધે. કેસરીસિંહની માતા અને તેની એક કુંવરી કિલ્લા ઉપર રહી ગયાં હતાં, તેની મહારાજને ખબર મળી એટલે મહારાજે તરતજ એ બાઈઓને માનભેર બોલાવી મંગાવી પોતાની પાસે રાખ્યાં. કેસરીસિંહની માતાને મહારાજે વડીલ ગણીને માન આપ્યું અને પુત્રીને સત્કાર કર્યો. થોડો કાળ વીત્યા પછી એ બંને બાઈએ પોતાને દેશ જવાની ઈચ્છા દર્શાવી, ત્યારે મહારાજે એમને વસ્ત્રાલંકાર વગેરે સર્વ સાધને આપી, એમની ઈચ્છા મુજબ એમને વિદાય આપી.
૭. શિવાજી મહારાજ સામે આદિલશાહીનું ગુપ્ત તહનામું. દરેક રાજ્યની સત્તા તેના સરદારની શક્તિ ઉપર આધાર રાખે છે. આદિલશાહી બાદશાહતના સરદારે હીભ પડી ગયા હતા. બિજાપુર દરબારને શોભા આપનારા સરદારમાં એકપણ સરદાર એવો નહેતા સો કે જે બાદશાહતની ઈજત જાળવવા માટે શિવાજીનો સામનો કરવા મેદાને પડે. શિવાજીને નાશ થાય એવી સરદારોની ઈચ્છા હતી, પણ તે કરવાની શક્તિ એમનામાં નહતી. પ્રબળ ઈચ્છા હોય પણ તે મેળવવાની શક્તિ ન હોય ત્યારે માણસ વધારે સંકુચિત બુદ્ધિને બનતું જાય છે. “મ કોર ઔર સુરક્ષા પોત” એવી દશા બિજાપુરના ઘણાખરા સરદારની થઈ હતી. કેકણપટ્ટીનો બિજાપુર
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com