________________
છે. શિવાજી ચરિત્ર સિંાજીએ બહુ ભારે જાગીર મેળવી હતી અને કર્ણાટકમાં એ એક રાજાને વૈભવ, સત્તા અને ઐશ્વર્ય જોગવતા હતા. પોતાની જૂની જાગીર તરફ આવ્યાને સિંહાજીને વરસ વીતી ગયાં હતાં. પુત્રના કીર્તિ, પરાક્રમની વાત અને વિજયના ડંકા સાંભળી સિંહાજીની છાતી ગજ ગજ ફુલતી. પોતાની પાસે પૈસા ન હતા, માણસ નહેતાં, સાધન ન હતાં, વાતાવરણ અનુકુળ ન હતું, છાતી ઠોકીને હાથ ઝાલનાર કોઈ ન હતું, કઈ શક્તિવાનની ઓથ નહતી, છતાં સ્વપરાક્રમ વડે પરિસ્થિતિ અનુકૂળ બનાવી, સ્વતંત્રતા સ્થાપવા માટે સાધને મેળવી, જડ જામેલી આદિલશાહી અને મહાન મુગલાઈને પોતાને પ્યારે પુત્ર લાયમાન કરી શક્ય, એ જોઈ કયા પિતાને પોતાની જિંદગી સાર્થક ન લાગે ? સિંહાજીને પોતાનું જીવન ધન્ય થયું લાગ્યું. પુત્ર પરાક્રમી પાક્યો, સિસોદિયાકુળનું પાણી બતાવ્યું, યાદવકુળનું નામ રાખ્યું. પોતાને પુત્ર હિંદુત્વનો સાચો તારણહાર નીકળ્યો. બચપણના વિચાર આચારમાં મૂકી, એણે દિગ્વિજય કર્યો. એવા પરાક્રમી પુત્રને મળવાની સિંહાને ઈચ્છા થઈ.
આદિલશાહી વજીર અબદુલ મહમદે શિવાજી મહારાજ સાથે ગુપ્ત તહનામું કર્યું, તેની ખબર સિંહજી રાજાને પડી હતી. બચપણમાં કિચાર કર્યા મુજબ શિવાજીએ અનેક સંકટ વેઠી મંડ્યા રહીને આદિલશાહીને નમાવી એ જાણવામાં આવ્યું એટલે સિંહજી આ પરાક્રમી પુત્રને ભેટવા માટે બહુજ આતુર થયે. એણે અલી આદિલશાહને જણાવ્યું કે “ઘણાં વર્ષો થયાં હું વતન તરફ ગયો નથી, કેટલીક બાધાઓ મારે ઉતારવાની છે, કુલદેવીનાં દર્શન પણ મારે કરવાં છે, એટલે મને મારા વતનમાં
ની રજા આપો.” સિંહાને પરવાનગી આપતાં પહેલાં અલીએ ખૂબ વિચાર કર્યો. દીર્ધદષ્ટિ દેડાવી વિશ્વાસપાત્ર મુત્સદ્દીઓની સલાહ લીધી. બાદશાહે વિચાર્યું કે આવા સંજોગોમાં સિંહાજી જેવાને નારાજ કરવામાં ભારે ભૂલ થશે. એટલે અલીએ સિંહાજીને જવાબ આપ્યો કે “સરદાર ! ધાર્મિક ક્રિયાઓ માટે તમારે વતન જવાની ઉત્કટ ઈચ્છા છે, તે ભલે જાઓ. તમારી ઈચ્છા મુજબ બાધા વગેરે ઉતરાવી, જલ્દી પાછા આવજે. વતનમાં લાંબો વખત રહેવાને વિચાર કર્યો હોય તો તે માંડી વાળજો. જ્યારે તમે તમારા વતનમાં જાઓ છો, ત્યારે તમે તમારા પુત્રને શિખામણની બે વાતો કહેજે. તમે જે રાજ્યની સેવા કરી રહ્યા છો તે રાજ્યને તમારો દીકરો કેટલું નુકસાન કરી રહ્યો છે, તે તમે જાણે છે. તમે એને સમજાવી, અમારી પાસે દરબારમાં લઈ આવજે. એને તમે ખાતરી આપજે કે અહીં આવવામાં એને લાભ છે. આ સલ્તનત એની અલ હોશિયારીની કદર કરશે. એને જણાવજે કે એ જે આ દરબારમાં હાજર થઈ જશે તે અમો એને વછરી આપવા તૈયાર છીએ. એ વજીરપદ સ્વીકારશે, એટલે આખી સલ્તનતનો કારભાર, વ્યવસ્થા. અમે એના હાથમાં સોંપીશું. ” ઉપરની મતલબને પત્ર જવાબમાં મળતાંજ સિંહાજીએ હજારને લખી જણાવ્યું કે “ મારો છોકરો મારું કેટલું માને છે, તે બાદશાહ સલામતે અનુભવ્યું છે. એને કહી કહીને હું થાક્યો છું, હું લાચાર બની ગયો છું. એને કોઈપણ બાબતમાં કંઈ કહેવાનું જ મેં બંધ કરી દીધું છે, છતાં બાદશાહ સલામતની ઈચ્છા છે તે હું મારું ધાર્મિક કામ આપી એને મળીશ અને આ સલ્તનતના લાભમાં આ સેવકથી જેટલું થશે, તેટલું કરીશ.” સિંહાજી તરફથી આવી રીતનો જવાબ આવતાં બાદશાહ સલામતે તરતજ નીચેની મતલબનો પત્ર લખ્યો “ શિવાજીને સમજાવવાના તમારાથી બને તેટલા પ્રયત્ન કરજે. પૂરેપુરા પ્રયત્ન કર્યા પછી જે ન માને તે કંઈ નહિ. એ ન માને તે પણ તમે અમારી તરફ પાછા આવજો. પુત્રના મેહમાં તમે એની સાથે મળી જશે નહિ અથવા વતનવાડીના પાસમાં સપડાઈને આ બાદશાહતમાં તાકીદે પાછા આવવાનું માંડી વાળશે નહિ.”
બાદશાહ અલી આદિલશાહ તરફથી પરવાનગી મળી એટલે સિંહજી રાજાએ વતન જવાની તૈયારી કરવા માંડી. સિંહાએ વિદ્વાન જ્યોતિ શાસ્ત્રીઓને લાવ્યા અને વતન જવાનું મુદત જોવડાવ્યું.
88
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com