________________
પ્રકરણ ૬ 1
૭. શિવાજી ચરિત્ર
૩૫
શિવાજી મહારાજે રા જાપુર લૂટયું એ આ અંગ્રેજો તરફ એમને ગુસ્સા હતા તેથી નહિ પણ રાજાપુર એ આદિલશાહીનું બંદર હતું, એ દુશ્મનનું બંદર હતુ. તેથી લૂંટવામાં આવ્યું હતું અને એ જીત્યા પછી મરાઠાઓનું બંદર થયું એટલે મહારાજ તરફથી રાજાપુરની પ્રજાને ક્રાઈપણ પ્રકારની હેરાનગતી કે ત્રાસ થશે નહિ એવું મહારાજના પ્રતિનિધિ શ્રી રાવજી પડિતે જાહેર પણ કર્યું હતુ.
૬. સગમેશ્વરની લડાઈ.
રાજાપુરની લૂંટના સમાચાર અલી આદિલશાહને મળ્યા. મહારાજે દક્ષિણુ કાંકણને જે મુલક જીત્યા તે લગભગ બધા બિજાપુર બાદશાહતનેા જ હતા. અલીને રાજાપુરના માઠા સમાચાર મળ્યા ત્યારે એ કર્ણાટકના ઝગડામાં રાકાયલા હતા એટલે પાતે મહારાજ ઉપર ચડાઈ લાવી શક્યા નહિ, પણ એણે શૃંગારપુરના રાજા સૂર્યાજીરાવને શિવાજીની સામે થઈ જીતેલા મુલક પાા લઈ પેાતાની વફાદારી સાબિત કરવા તાકીદનું લખાણુ માકલ્યું. આદિલશાહનું કરમાન શૃંગારપુરના સૂર્યાજીરાવે માથે ચડાવ્યું. એણે પોતાનું લશ્કર તૈયાર કરી ગનીમી પતિ પ્રમાણે લડાઈ કરી દુશ્મનને થકવવાનું નક્કી કર્યું. સંગમેશ્વરમાં તાનાજી માલુસરે અને પિલા નીલક મહારાજના અમલદારા હતા. તેમની પાસે થાડું લશ્કર પણુ હતુ. સૂર્યાજીરાવે મધ્યરાત્રે સંગમેશ્વર આવી મહારાજના લશ્કરને ધેરા ધાલ્યા અને કતલ શરૂ કરી. હિંમતવાન અને કસાયેલો સેનાપિત ન હેાય તા એના હાન્ત્રજ ગગડી જાય અને નાસવા માંડે, પણ તાનાજી જેવા વીર આવા ઘેરા કે છાપાથી જરા પણ ડગે તેવા ન હતા. એના જોડીએ પિલાજી નીલકંઠ બહુ જ ગભરાયા અને એણે જાન બચાવવા નાસી જવાના વિચાર કર્યાં, તાનાજીએ પેતાના સૈન્યને વ્યવસ્થિત કરી લડાઈ શરૂ કરી. પિલાજી નાસી જશે તે। લશ્કરમાં બહુ નાસીપાસી ફેલાશે અને લશ્કર નાસભાગ કરવા માંડશે એ ખીક તાનાજીને હતી. તાનાજીએ પિલાજીને હિંમત આપવાના ખૂબ પ્રયત્નો કર્યો. પિલાજી તેા હેબતાઈ ગયા હતા. તે કેમે કરી માને જ નહિ. મધ્યરાત્રિને સમય હતા. દુશ્મન દરવાજે આવીને કતલ ચલાવી રહ્યો હતા. હુમલા અચાનક હાવાથી તાનાજીના માણસા અસાવધ હતા. છાપા અણુધાર્યાં હાવાથી લશ્કરમાં અવ્યવસ્થા થઈ હતી. તાનાજીએ એને ખૂબ સમજાવ્યે પણ જ્યારે તાનાજીની ખાતરી થઈ કે કૈાટિ ઉપાયે પિલાજી હવે માનવાના નથી અને ભાગવા માંડશે અને તેના ચેપ ખીજે ફેલાશે અને એમ બનવા પામે તો દુશ્મન જીતી જશે, ત્યારે તાનાજીએ પોતાના આ જોડિયા પિલાજીને એક દારડાવતી એક માટા પથ્થર સાથે જકડી બાંધ્યો. તાનાજીની આ સમયસૂચકતાને લીધે બગડતી બાજી સુધરી. પિલાજીને મજબૂત બાંધી દીધા પછી તાનાજી પોતે દુશ્મન ઉપર તૂટી પડયો. પોતાના આ બહાદુર સરદારને દુશ્મનની ભારે કતલ કરતો જોઈ મહારાજના લશ્કરને શૂર ચડવુ. જોતજોતામાં લડાઇની બાજી બદલાઈ ગઈ. મહારાજના સિપાહીએએ રણમેદાન ગજાવી મૂક્યું. તે રાત્રે ૪-૫ કલાક સુધી ધનધાર યુદ્ધ ચાલ્યું. પોષ ફાટતા પહેલાં તો સૂયૅજીનું લશ્કર પોખારા ગણી ગયું. તાનાજી માલુસરેનો આ લડાઈમાં વિજય થયા ( ઈ. સ. ૧૬૬૧ માર્ચ' ).
**
શૃંગારપુરના સૂર્યાજીરાવની ચડાઈ અને તાનાજી માલુસરેનાં પરાક્રમ અને વિજયની વાત મહારાજે રાજાપુરમાં સાંભળી. વિજયની વાત સાંભળી મહારાજને અતિ આનંદ થયા મહારાજ પોતે રાજાપુરથી નીકળી તરત જ સંગમેશ્વર આવ્યા અને તેમણે તાનાજીરાવને ધન્યવાદ આપ્યા અને તેમની કદર ખૂજી, સૂર્યાજીરાવ ઉપર મહારાજને બહુ ક્રોધ ચડ્યો. એમણે તરત જ એને સંદેશો કહેવડાવ્યો કે તારા કૃત્યોથી તેં મને છંછેડયો છે. તારે માટે મને ભારે ક્રોધ છે, છતાં તને એકવાર માફ્રી આપું છું. ક્રૂરીથી આવું વન મારી સાથે કરતા નહિ. પલ્લિવન ( પાલી ) ના રાજાને તે આશ્રય આપ્યો છે. તેના રાજ્ય ઉપર હું ચડાઈ કરવાના છું. તારે મને તે કામમાં મદદ કરવી પડશે માટે તું મને રૂબરૂમાં આવીને મળી જા. હું એ રાજ્ય ઉપર જલદીથી ચડાઈ કરવાનો છુ. ” આ સંદેશાથી સૂર્યાજીરાવ માં
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com