________________
હું
છે. શિવાજી ચરિત્ર
[ પ્રકરણુ છ મું
મૂઝાયા એને તો એક તરફ્ કૂવો અને ખીજી તરફ વાવ જેવું થયું. આખરે બિચારા સૂર્યાજીરાવે રાજ્ય ત્યાગ કરીને મૂઝવણ પતાવી દીધી.
શૃંગારપુરના રાજા મદદ માટે ન આવ્યા તેથી કંઈ મહારાજ ઢીલા પડડ્યા ન હતા. એમણે પોતાના કાર્યક્રમ જરાપણ ફેરવ્યો નહિ. મહારાજે પોતે પલ્લિવન ( પાલી ) ઉપર ચડાઈ કરી અને એ મુલક જીત્યો. એ મુલકમાં ચિરદુ નામને બહુ જુના કિલ્લા હતા તે મહારાજે સમરાવ્યા અને તેનું નામ મંડનગઢ ) પાડ્યું. મંડનગઢમાં મહારાજે પેાતાની ખાતરીને કિલ્લેદાર નીમ્યા અને એમણે એ મુલકના બ ંદોબસ્ત કર્યો. પલ્લિવન જીત્યા પછી મહારાજે શૃંગારપુર તરફ મારચે ફેરવ્યો. આશરે ૧૫૦૦૦ પાયદળ લઈ ને મહારાજે શૃંગારપુર ઉપર ચડાઈ કરી. શૃંગારપુરના રાજાને એના સાથીએએ કાઈપણ પ્રકારની મદદ કરી નહિ એટલે રાજ્ય છોડીને રાજા નાસી ગયો. આવી રીતે થાડી મહેનતે એ રાજ્ય મહારાજના કબજામાં આવી ગયું ( ઈ. સ. ૧૬૬૧ એપ્રિલ ). શૃંગારપુરમાં પણ એક મજબૂત કિલ્લો અધાવ્યો જેનું નામ પ્રતિતગઢ પાડવામાં આવ્યું હતું. આ જીતેલા નવા મુલકની વ્યવસ્થા માટે મહારાજે ત્રિંબક ભાસ્કરની કિલ્લેદાર તરિકે નિમણૂક કરી.
પ્રકરણ ૭ શું
૧. વેરની વસૂલાત.
૨. સાવ તાને સલાહ કરવી પડી.
૭. દક્ષિણમાં શાહિસ્તખાનની હિલચાલ. ૪. ભાજી બદલાઈ.
૫. નગરની લડાઈ.
૩. પ્રબળગઢની જીત.
૭. શિવાજી મહારાજ સાથે આદિલશાહીનું ગુપ્ત તહનામું.
૧. વેરની વસૂલાત.
જીરાના ફત્તેહખાન સીદીએ જ્યારે મહારાજની સામે માથુ ઊંચું કર્યું હતુ ત્યારે અંગ્રેજ વેપારીઓએ ત્તેહખાનને મહારાજ સામે મદદ કરી હતી એ વાત મહારાજના જાણવામાં આવી હતી. હિંદવી સ્વરાજ્ય સ્થાપવાના પેાતાના કામમાં જે આડે આવતા તેમને અને એ કામમાં ખલેલ કરનારને અને તેના મદદગારને મહારાજ ભૂલતા નહિ. એવાઓને સજા કરવામાં મહારાજ સખત પણ હતા. દુશ્મનને મદદ કરનાર અંગ્રેજ વેપારીઓને સજા કરી સીધા કરવાના મહારાજે વિચાર કર્યાં અને વિચાર પછી તૈયારી કરી મહારાજે ઇંડા રાજપુરી ઉપર ચડાઈ કરી. આ ચડાઈમાં મહારાજને વિજય મળ્યા. મહારાજે કેટલાક અંગ્રેજોને કેદ કર્યો અને એમની પાસેથી બહુ ભારે દંડ લીધા પછી તેમને છૂટા કર્યાં. આ પછી ચામાસાની ઋતુમાં મહારાજે જંજીરાને ઘેરા ધાલ્યા. આ વખતે ધેરા ધાલવાના કામમાં મહારાજ પોતે હતા. ધેરે। અસરકારક ન નીવડી શક્યા. બહુ પ્રયત્ન કર્યાં. ફત્તેહખાનને તેનાં વહાણાની જબરી મદદ હતી. વહાણાના બળથી ક્રૂત્તેહખાન મહારાજની સામે ટક્કર ઝીલી શક્યા હતા. મહારાજના લશ્કરે બહુ મહેનત કરી પણ તે ફત્તેહખાનને થકવી ન શક્યું. મહારાજ ચિંતામાં પડ્યા. આ નાકના સવાલ હતા. મહારાજે બહુ વિચાર કર્યાં, પણ ફત્તેહખાનને નમાવીને જંજીરા જીતવા માટે કઈ યુક્તિ સૂઝી નહિ. શિવ દિગ્વિજયમાં પંડિત પરમાનંદ લખે છે કે એક દિવસે મહારાજને જંજીરાની મૂઝવણુની બાબતમાં સાક્ષાત્કાર થયા. વરુણદેવે મહારાજને સ્વપ્નામાં દર્શન દીધાં. તેમણે મહારાજને કહ્યું કે “ તને જંજીરા કાઈ પણુ સંજોગામાં મળવાનું નથી.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com